________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
૩૩૯
વ્યવહાર શ્રુતને સર્વશ્રુતકેમ કહ્યું ? કે અમે એમ કહીએ છીએ કે જે જ્ઞાન છે, એ તે આત્મસ્વરૂપ છે આત્મા હારે સંબંધ રાખનારું છે કે અણાત્મ સ્વરૂપ, અણાત્મા સાથે સંબંધ રાખનારું છે? આહાહા ! વાણીઆ વેપારીને કામ આવા લેવા તર્કના સૂક્ષ્મ, એને લેવું પડશે બાપુ ! આ જનમ મરણ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. ચોરાશીના અવતા૨ એક એક યોનિમાં અનંત કર્યા બાપુ એનો એને થાક લાગ્યો નથી હજી. આહાહા ! અરેરે ! હું ક્યાં ગયો ને ક્યાં રખડયો છું? અજાણ્યા ક્ષેત્રો ને અજાણ્યા આત્માઓ ને અજાણ્યા ભાવ ને કાળમાં. આહાહા ! ભાઈ એવા પરિભ્રમણ તે અનંત કાળથી કરતો આવે છે. એ મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વને ટાળવાનો આ એક ઉપાય, કે જે જ્ઞાન આગમથી જ્ઞાન થયું એ જ્ઞાનનું લક્ષ પણ છોડી અને જેણે આત્માનાં લક્ષે જે જ્ઞાન કર્યું તે જ્ઞાને આત્માને અનુભવ્યો, તો તો તેને નિશ્ચય શ્રુતકેવળી એને ભવનો અભાવ થઈ ગયો. એકાદ ભવ બે ભવ હો ભલે પણ ભવનો અભાવ હો ગયા પરિભ્રમણ ઉસકે હૈ હી નહીં. આહાહાહાહા !
હવે જેને જ્ઞાન કહીએ અને જે જ્ઞાન એને જાણ્યું એ જ્ઞાનનું સર્વપણું અને વ્યવહા૨ શ્રુતકેવળી કહ્યા એનું કારણ ? એ જ્ઞાનનો સંબંધ આત્મા હારે છે કે એ જ્ઞાનનો સંબંધ રાગ ને જડ હારે છે? આહાહાહાહા ! આ તો ભગવાનનાં કોર્ટનાં કાયદા છે કોલેજ છે, ભગવાનની કોલેજ છે. આહાહા ! લોકો પછી એવું કહેને આ તો એકલી નિશ્ચયની– સત્યની વાતો કરે છે, એમ કરીને એ નિશ્ચયાભાસ છે, એકાંત છે. કહો પ્રભુ તુમ તમારે ખબર નથી તને, આ ભગવાન તારી ચીજની, શું ચીજ છે ? પ્રભુ તને ખબર નથી. અરે એનાં જાણનાર જ્ઞાનની પણ તને ખબર નથી. આહાહા !
એ જ્ઞાન જ આત્માને જાણી શકે, એ રાગથી જણાય નહિ. કેમકે એ જ્ઞાનનો સંબંધ આત્મા સાથે છે. એ જ્ઞાનનો સંબંધ રાગ સાથે નથી, એ પણ પાંચ દ્રવ્યમાં ૫૨દ્રવ્યમાં– જાય છે રાગ, વ્યવહાર રત્નત્રય. આહાહા ! એ જે ભાવશ્રુતજ્ઞાન જે છે એને અમે સર્વ શ્રુત કહ્યું એ તો સર્વને જાણનારાને પકડયું માટે અને તેને અમે વ્યવહા૨શ્રુત કહ્યું ભેદરૂપે તો એ જ્ઞાનનો સંબંધ આત્માની (સાથે ) છે કે એ જ્ઞાનનો સંબંધ રાગ છે ? – કે રાગ (સાથે ) સંબંધ તો છે નહિ. રાગમાં ને શ૨ી૨માં ને વાણીમાં પુદ્ગલમાં ને ચોપડીમાં ને પુસ્તકમાં ને એ શાન તો નથી. આહાહા ! સમજાણું કાંઈ ? કહો, છોટાભાઈ ! કલકત્તામાં મળવું મુશ્કેલ છે. હવે ધૂળ મળે ત્યાં પૈસા. આહાહાહા !
અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચદ્રવ્યો ખરેખર તો એમાં વ્યવહારનો રત્નત્રય રાગ છે ને ? એ પણ વ્યવહા૨ શ્રુતકેવળીને ને એને કાંઈ સંબંધ નથી કા૨ણ કે એ રાગમાં જ્ઞાન નથી રાગને ને જ્ઞાનને સંબંધ નથી. આહાહાહાહા ! એ જ્ઞાનને ને આત્માને સંબંધ છે, તેથી એને વ્યવહાર શ્રુતકેવળી કહ્યો એ જ્ઞાનને ને રાગને સંબંધ છે તો રાગ તો અણાત્મા છે. તો આત્માનું જે જ્ઞાન તે અણાત્મા સાથે સંબંધ રાખે એમ કેમ હોઈ શકે ? આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત તો છે બાપુ.
આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વર સર્વજ્ઞ. આહાહા ! જેની પાસે એક ભવતારી ઇન્દ્રો અર્ધલોકનાં સ્વામી કૂત્તીના બચ્ચાંની જેમ બેસે સાંભળવા. આહાહા ! સમોશરણમાં પ્રભુના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com