________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧
એ પહેલી લીટી એનો તાવત્ છેલ્લો શબ્દ છે. સંસ્કૃતમાં ‘તાવત્ ૫૨માર્થો' પહેલી પંકિત. આહાહા ! સમજાય છે કાંઈ ? તે તો ૫૨માર્થ છે. આહાહા ! તે તો ૫રમાર્થ છે. આહાહા ! પરમ પદાર્થ ૫૨માત્મ સ્વરૂપ અપના ધ્રુવ, પોતાનું એણે જેણે ભાવશ્રુતથી જાણ્યો એ તો ૫૨માર્થ છે. આ ૫રમાર્થ કરે કોકનું એ નહિ હોં આ. ( લોકમાં માને છે ને ) પૈસા દેવા કોકને મદદ ક૨વી આ ૫૨માર્થ કામ કરે છે ! આહાહા ! ૫૨માર્થ તો આ ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ, તમે તો ગુજરાતી સમજો છો ને ? તમે ગુજરાતના જ છો ને મૂળ તો, બડાભાઈ એ તો ઠીક છે. આહાહા !
બહુ જ ટૂંકામાં ને પૂર્ણ સ્વરૂપ જેણે અલ્પજ્ઞાન (હોવા છતાં ) પણ ભાવશ્રુત છે. જેને વિશેષ દ્રવ્યશ્રુતનું જ્ઞાનેય ન હોય. આહાહાહા ! પણ જે જ્ઞાનની દશા, ભાવશ્રુત જેની એ પર્યાય છે તેને જેણે જાણ્યો. આહાહા ! એ ૫૨માર્થે નિશ્ચય સાચો શ્રુતકેવળી છે. બાબુલાલજી ! ઐસી ભૈયા બાત હૈ, વ્યવહાર વ્યવહા૨ તો તમારો ક્યાંય, ભૈયાએ પ્રશ્ન કિયા થાને ? શુભ ભાવ આતે હૈ, ધર્મીકો ભી અશુભથી બચવા માટે શુભભાવ હોય, પણ છે એ બંધનું કા૨ણ. ધર્મીને પણ આત્મજ્ઞાન હોવા છતાં અને અંત૨ અનુભવની દૃષ્ટિ હોવા છતાં એને અશુભથી બચવા શુભ આવે, પણ છે એ બંધનું કા૨ણ. મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગનું એ કા૨ણ નહિ. આહાહાહા ! અરે ! મનુષ્યપણામાં તો ક૨વાનું તો આ છે. જેમાં હિત થાય, અહિત ટળે. આહાહાહા ! બાકી બધાં થોથા છે. આહા ! એ એક વાત થઈ. શેઠ ?
ભાવશ્રુતજ્ઞાન સમજેને ? ઉસસે ભાવશ્રુતજ્ઞાનથી આત્મા જાણે એ ૫૨માર્થે- યથાર્થસે નિશ્ચયશ્રુતકેવળી અને એ ૫૨માર્થ છે એ. એ જ ખરેખર ચીજ છે. આહાહાહા ! અને જે, આ તમારો પ્રશ્ન આવ્યો હવે અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ શ્રુતજ્ઞાન કેમ કહ્યું ? છે તો ભાવશ્રુતજ્ઞાન પર્યાય, એ જ્ઞાનમાં એ જ્ઞાનથી આત્મા જાણે છે એમ કહેવું છે એ જે શ્રુતજ્ઞાનથી સીધું જાણે છે એ જાદી વસ્તુ, હવે આ તો “ જ્ઞાન તે આત્મા ” એમ ભેદ પાડીને સમજાવવું છે, કે આ જ્ઞાન એનો સંબંધ દ્રવ્ય આત્મા સાથે છે, એ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડીને જે જ્ઞાન તે આત્મા એમ કહ્યું તે જ્ઞાનને અહીં સર્વ જ્ઞાન કહ્યું છે. આહાહા !
,,
(
કેમકે એને– સર્વને જાણવા માટે જાય છે. એ જ્ઞાનની પર્યાય સર્વને જાણવા માટે છે. છે ભેદ, શ્રુતજ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડવો છે, તે છે વ્યવહા૨. પણ એને સર્વશ્રુત કહ્યું કેમ ? કે એ શ્રુતજ્ઞાને આ જ્ઞાન તે આત્મા ” એમ કહીને ૫૨માર્થનો ઉપદેશ આ રીતે ચાલે કહીને એકલો ૫૨માર્થનો સીધો ઉપદેશ થઈ શકે નહિ. એથી એને જે શ્રુતજ્ઞાન છે. જ્ઞાન છે એ તો ભાવશ્રુત છે. દ્રવ્યશ્રુતની અહિંયા વાત નથી. પણ એ ભાવશ્રુતજ્ઞાન જે થયું એ જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન આત્માનું છે એ આત્મા હા૨ે તાદાત્મ્ય સંબંધ છે એટલો જે જ્ઞાન ને આત્માનો ભેદ પાડીને આત્માને સમજાવ્યું તેથી તે જ્ઞાનને સર્વશ્રુત કહેવામાં આવે છે. કેમકે તે જ્ઞાન સર્વ આત્મા ભગવાન ત્રણલોકનો નાથ પૂર્ણ એને જાણનારું એ જ્ઞાન છે અને એ જ્ઞાનને આત્મા હારે તાદાત્મ્ય સંબંધ છે.
કાંતિભાઈ ! આ તમારો પ્રશ્ન હવે અહીં આવ્યો, પ્લેનમાં નોકર હતા. ૧૫૦૦ નો પગા૨ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી. છોડ દિયા, નોકરી છોડ દિયા. દોઢ હજારનો પગા૨ હતો માસિક પ્લેન કહેવાયને પ્લેન શું કહેવાય, ત્યાં અમે જાતાને મદદ કરવા આવતા ટોપી પહેરીને હોં. રાત્રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com