________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “જોરથી ફાટી નીકળેલા તૃષ્ણા” અને જ્યારે એ મિથ્યાત્વનું જોર થયું, એમાંથી તૃષ્ણા ફાટી. આહાહા ! “જોરથી ફાટી નીકળેલી તૃષ્ણા એનો રોગ” કંઈક કરવું- કાંઈક કરવું- કાંઈક કરવું રાગ કરવો, કાંઈક કરવું પરનું કાંઈક ભલું કરવું તો આપણને કંઈક લાભ થાય, એવી તૃષ્ણારૂપી રોગ જેને ફાટી નીકળ્યો છે. આહાહા ! એ સાધુ બને નગ્ન દિગંબર પણ અંદરમાં મિથ્યાત્વ છે. એથી રાગથી લાભ માનીને બળદની જેમ જોડાઈ ગયા છે. આહાહા! અને તૃષ્ણારૂપી રોગ અંદર ફાટયો છે, આ કરું, આ કરું, આ કરું તૃષ્ણા-તૃષા છે ને? તૃષ્ણારૂપી રોગ, એનો દાહ છે અંદર. આહાહા ! એ શુભરાગ પણ દાવ્યું છે. “રાગ આગ દાહ દહે સદા, તાતેં સમામૃત સેઈએ” આહાહા! ચાહે તો એ શુભરાગ હો, પણ કહે છે કે એ તૃષ્ણારૂપી રોગે દાહ ઉત્પન્ન કર્યો છે. આહાહા !
જેના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા ! એ શુભરાગ પણ દાહ ને પીડા છે, પણ મિથ્યાત્વના ભૂતડે એના તૃષ્ણા ને લોભને કારણે, આહાહા ! આ મને ઠીક છે, આ મને ઠીક છે, મેં ઠીક કર્યું એવા દાહથી બળી ગયેલા છે. આહાહા! ઝીણી વાતું બહુ બાપુ! વીતરાગ માર્ગની. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એ અંદર સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ (નિજાત્મા) એમાં સમાડવા માગે છે. આહાહા ! સર્વજ્ઞ થયેલા પ્રભુ, સર્વજ્ઞ સ્વભાવમાં જવા તેમાં ઠરવું, પ્રતીતિથી જવું અને સ્વરૂપથી કરવું. આહાહા!
એવું કરવા માગે છે એને ન સમજતાં, તૃષ્ણારૂપી રોગ જેને વળગ્યો, આ કરું, આ કરું આ કરું, આ કરું... આહાહા! પંડિતાઈ કરું ને વિદ્વત્તા કરું, ને હું ઘણું ભણું ને જગતને ઘણાંને સમજાવું તો મને લાભ થાય. દુનિયાને કાંઈક લાભ થાય તો મને પણ કંઈક મળે કે નહીં એનો ભાગ, નહિં દેવીલાલજી? આહાહા ! હજારો માણસને ઉપદેશ દે એમાંથી કાંઈક લાભ થાય કે નહિં એને? એનો ભાગ કંઈક આવે કે નહિં થોડો ? આહાહા ! પણ તૃષ્ણારૂપી દાહે એને ત્યાં સળગાવી દીધો છે અને લાભ થશે આપણને બીજાને, બીજા ઘણાં લાખો માણસ સમજે તો થોડા દસ આની બાર આની, થોડોક સોળમો ભાગ પણ કંઈક આવે કે નહિં? આહાહા! ધૂળેય મળે નહિં એકેય ટકો. અહીં તો. અરે બાપુ મારગ જુદા, ભાઈ !
અહીં તો અંતર સ્વરૂપમાં, આહાહા ! અંતર સ્વભાવમાં જાવું છે ત્યાં બહારના કારણોથી, કેમ મદદથી જવાય ભાઈ? આહાહા! બહારના કારણોનો તો આશ્રય છોડી દે, તેનું લક્ષ છોડી દે, તેની રુચિ છોડી દે, તો અંતરમાં જાય તો એને અંતરને આશ્રયે લાભ થાય, પણ આ બહારના ક્રિયાકાંડ ખૂબ કરે, અપવાસ કરે, બ્રહ્મચર્ય જાલ્વ જીવ પાળે, છ કાયની હિંસા ન કરે, કંદમૂળ ન ખાય, કાવ્ય જીવના ચોવિયાર કરે, આહાર ન ખાય, બાપુ! એ તો બધી રાગની ક્રિયા છે ભાઈ. આહાહા! પણ તૃષ્ણારૂપી દાહે એને બાળી મૂક્યો છે ત્યાં. છે? તૃષ્ણારૂપી રોગના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા! ભલે બીજાને ઉપદેશ દઉં અને એનાથી લાભ થાય એવો શુભભાવ એ પણ દાહ છે, અગ્નિ છે. આહાહાહા !
રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ એમ કીધું, શરીરમાં ભલે રોગ ન હોય એમ કે, શરીર નિરોગી હોય, આહા! પંચમહાવ્રત બરોબર પાળતો હોય, આહાહાહા ! પણ અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. એ શુભરાગને જ ધર્મ માનનારા અને શુભ રાગ કરતાં કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com