________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે- એ પ્રમાણષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (શાકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં “પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
પ્રવચન નં. ૨૦
ગાથા – ૬
1. ૨૯-૬-૭૮ ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।।
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત શુદ્ધ” કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬ એનો ગાથાર્થ:- “જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી” – એ રીતે એને શુદ્ધ કહે છે” આહા ! કહેશે ટીકામાં. એ વસ્તુ પોતે જે શુદ્ધ (છે), પરથી ભિન્ન ને સ્વથી અભિન્ન એ શુભ અશુભભાવરૂપે થઈ જ નથી. જ્ઞાયક ભાવ જે છે, જે વસ્તુ સ્વરૂપ છે, એ શુભાશુભ ભાવપણે થઈ નથી. કેમ? કે શુભાશુભભાવ તો જડ છે, એમાં ચૈતનનો અભાવ છે. આહાહાહા ! એ જ્ઞાયક સ્વરૂપ શુભાશુભ ભાવપણે થાય તો જડ થઈ જાય. જુઓ ! આ વિભક્ત અને એકત્વનું સિદ્ધ કરે છે. એ શુભાશુભથી ભિન્ન છે, એટલે? શુભાશુભ ભાવપણે પર્યાય થઈ જ નથી પર્યાય એની, શાયકનો શુભાશુભ ભાવપણે જ્ઞાયક થયો જ નથી. આહાહા ! જો એ શુભાશુભ ભાવપણે થાય તો પ્રમત્ત-અપ્રમત્ત એવી દશા ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? આહાહાહાહા ! બહુ ઝીણું બાપુ!
એ જ્ઞાયક ભાવ છે. બહેનની ભાષામાં આવ્યું છે ને... “જાગતો જીવ ઊભો છે ને તે ક્યાં જાય?” તે આ. વચનામૃત વાંચ્યા છે ને પંડિતજી એમાં પહેલો બોલ છે જાગતો જીવ, પહેલો એમાં ન ગમે તો આત્મામાં ગમે તેવું છે. પછી બોલ છે નાની ચોપડીમાં પહેલો ઉપર છે બોલ. જાગતો એટલે જ્ઞાયક, જ્ઞાયક એટલે કે ધ્રુવ, એ શુભાશુભભાવપણે થયો નથી. કેમ કે જ્ઞાનસ્વરૂપી પ્રભુ!(ચેતન) છે, એ શુભ-અશુભ (ભાવ) અચેતન છે, એમાં જ્ઞાનનો (ચૈતન્ય) અંશ નથી- એ રૂપે એ કેમ થાય? આહાહા ! શુભાશુભ ભાવ (પણે) જ્ઞાયકભાવ પોતે થયો નથી એટલે એનાથી પૃથક જ રહ્યો છે. આહાહાહા !
એ રીતે એને શુદ્ધ કહે છે”શુભાશુભભાવરૂપે જ્ઞાયકભાવ થયો નથી તેથી તે અપ્રમત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com