________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દરેક ગુણ ભિન્ન-ભિન્ન સ્વાદવાળા હૈ. આહાહાહા ! ઓલામાં સુધાર્યું ને? ગુજરાતીમાં? આમાં તો બરાબર આવ્યું છે. આ બરાબર આવ્યું છે. બાકી છે ત્યાં આવ્યું 'તું ગુજરાતીમાં કિંચિત્ એકમેક મિલે હુએ, કોઈ પ્રકારે ગુણ એકમેક હૈ બાકી સ્વાદ ભિન્ન( ભિન્ન) હૈ, દ્રવ્યની અપેક્ષાએ એકમેક હૈ પણ સ્વાદ ભિન્ન. સ્વાદ ભિન્નકી અપેક્ષા. આહાહા! આસ્વાદરૂપ હૈ ને? અભેદ હૈ. આહાહા ! એકત્વભાવ વસ્તુકા અનુભવ કરનેવાલે જ્ઞાનીકો, એક સ્વભાવ વસ્તુ, ભેદ અનેક પ્રકાર હો ભલે એમ કહેતે હૈ અને ભિન્ન-ભિન્ન ગુણના સ્વાદ ભી ભલે હો, વસ્તુ તરીકે એક હૈ. આહાહાહા !
હવે આવો ઉપદેશ કોઈ દાખલા દલીલ ને કોઈ કથા વાર્તા ન મળે. આહાહા! દાખલા દલીલ તો કહ્યા. આહાહા ! એવા એક સ્વભાવ વસ્તુનો અનુભવ કરવાવાળા જ્ઞાની પુરુષને એમ લેવું, માથે લીધું હતું ને? જ્ઞાનીને દર્શન, જ્ઞાન, ચારિત્ર વ્યવહારથી કહ્યા. લ્યો માથે કહાથાને? અને પાઠમાંય છે ને જ્ઞાનીને? પછી જ્ઞાની અર્થ અહીં પંડિત પુરુષ, હા, ઈ. અહિં જ્ઞાનીને દર્શન-જ્ઞાન ચારિત્ર વ્યવહારસે(કહા,) નિશ્ચયસે? આહાહાહા ! જ્ઞાની પુરુષકે ન તો દર્શન હૈ. આહાહાહા ! ધર્મી જીવની દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. આહાહા! અખંડ જ્ઞાયક સ્વભાવ અભેદ, જિસમેં અનંત ગુણ પી ગયા હૈ, અંદર પડયા છે અંદર, છતાં દૈષ્ટિ તો ઉસકી એકરૂપ જ દ્રવ્ય ઉપર હૈ. આહાહા! ધ્રુવની ને ધ્યેયની દૃષ્ટિ કભી છૂટતી નહીં. ધ્રુવનાં ધ્યાનની દૃષ્ટિ. આહાહા !
જ્ઞાની પુરુષને, એમ ત્યાં લેવું જ્ઞાની છે ને મૂળ પાઠમાં છે ને? એથી લેવું. જ્ઞાનીને એટલે અનુભવી જીવને, દ્રવ્ય સ્વભાવમાં દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદ દિખતે નહિ. અભેદ અનુભવમેં ભેદ દિખતે નહિ. ભેદ દિખે તો અભેદ રહતે નહિ. અને અભેદ દિખે એમાં ભેદ હોતા નહિ. આહાહા ! સમજમેં આયા? કલાકનો વિષય બહુ ઝીણો ! નવા માણસને તો એમ લાગે કે આ શું આ ક્યાંથી આ, શું છે? આ તે કાંઈ ધર્મ હશે? (શ્રોતા – ઈ વાત સાચી છે બીજાઓમાં ક્યાંય આવો ઉપદેશ આવતો જ નથી) પૂજા કરો, વ્રત કરો, ભક્તિ કરો, સ્તુતિ કરો પરમાત્માની, મંદિર બનાવો, ગજરથ ચલાવો, રથ કાઢો રથ, બે પાંચ લાખ ખર્ચો. આ તો વિદ્યારથ(ઉપર) આરૂઢ હૈ. આહા ! આ જ્ઞાનમાં આરૂઢ હોના એ રથયાત્રા હૈ, વો તો શુભભાવ હો તો બહારની ક્રિયા હોતી હો તો હો, વો કોઈ ધર્મ નહિ. શુભભાવ આતા હૈ, પણ વો ધર્મ નહીં. પુણ્ય બંધકા કારણ હૈ. આહાહા!
“એક સ્વભાવ વસ્તુકા અનુભવ કરનેવાલા જ્ઞાનીકો ન તો દર્શન હૈ,” ભેદરૂ૫ દર્શન હૈ, ને જ્ઞાન હૈ ઐસા નહીં, અંતરમેં(અભેદમેં) ભલે સબ પડ્યા હો, ઔર પરિણતિમેં ભી તીન ભલે આઓ પણ દષ્ટિકા વિષયમેં તીન નહિ. આહાહાહાહા ! આવી વાત. ભગવાન કુંદકુંદાચાર્ય, આહાહા! અમૃતચંદ્રાચાર્ય. હવે ઓલા તુલસી છે ને? તે “લોએ” કાઢી નાખવા માગે છે. કહો નમો લોએ સવ્વસાહૂણંમ્ તેરાપંથી હે ને? તુલસી કહે “લોએ” કાઢી નાખો અરરર! નમો સવ્વસાહુણમ, લોએ નહિ. એને જાણે લોકમાં, સાંભળીને બાપા તમને ખબર નથી. અનાદિનો દ્રવ્યસંગ્રહમાં તો પાંત્રીસ અક્ષરનો મંત્ર કહ્યો છે. પાંત્રીસ અક્ષરકા મંત્ર કહ્યા હૈ, દ્રવ્ય સંગ્રહમેં પેંત્રીસ અક્ષર. નમો લોએ સવ્વસાહૂણમ ત્યારે પેંતીસ અક્ષર હોતા હૈ, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com