________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૬૩ જિસકી સત્તામેં સ્વપરકો જ્ઞાન હોતા હૈ, એ જ્ઞાન તે આત્મા એમ વ્યવહારના ભેદ પાડકે બતાના. આહાહાહા ! આમાં વાદ વિવાદ કામ કરી શકે નહિ, આ તો ચીજ ઐસી હૈ, આમાં પંડિતાઈકા કામ નહિ.
(શ્રોતાઃ વાદ-વિવાદની નિયમસારમાં ના પાડી છે) સ્વસમય પરસમય સાથે પ્રભુ વાદ કરીશ નહિ, નિયમસારમાં કહ્યું. ઐસી ચીજ હૈ કૈસે બેસે ભાઈ, એ તો જિસકી આત્માકી રુચિ હો ઔર આત્માકો સમજનેકી ગરજ હો દૂસરી સબ પિપાસા જિસકો ઘટ ગઈ હો. આહાહા !
ઐસે આચાર્યોકા ઐસા ઉપદેશ છે કે વર્મીકો એટલે જ્ઞાયક, જ્ઞાયકમેં દર્શન હૈ જ્ઞાન હૈ, ચારિત્ર હૈ ઐસા ભેદ પાડયા, એ વ્યવહારસે હૈ, આયાને એ? વ્યવહારમાત્રસે ઐસા ઉપદેશ કે ધર્મીકો દર્શન જ્ઞાન ચારિત્ર, આહાહા ! ત્યારે કહે કે જો વ્યવહાર સમજાનેમેં તો આયા હૈ કે નહિ, નિશ્ચયકો? ત્યારે વ્યવહાર કારણ હુઆ કે નહિ? ના, ના ભાઈ એમ નથી. વ્યવહાર સમજાતે હું નિશ્ચયકો ત્યાં નિશ્ચય લક્ષ, અને આચાર્ય તો કહેતે હૈ કે હમ સમજાતે હૈ ને, દર્શન જ્ઞાન ચારિત્ર, તે આત્મા પણ એ વ્યવહારકા હમ ભી આશ્રય નહિ કરતે ને તેરે આશ્રય નહિ કરના. આઠમી ગાથા. આઠમી ગાથામેં આયેગા. આહાહા! સમજમેં આયા? એ વ્યવહારસે હમ સમજાતે હૈ, પણ આશ્રય વ્યવહારકા હમેં ભી અનુસરણ નહિ કરના, ઔર તેરે ભી વ્યવહાર સમજાતે હૈ તો અનુસરણ નહિ કરના, અનુસરણ તો દ્રવ્યના કરના. આહાહા ! આવી વાત છે.
“વ્યવહારમાત્રસે હી ઐસા ઉપદેશ હૈ કે ધર્મીકો દર્શન જ્ઞાન, જ્ઞાયકમેં દર્શન હૈ જ્ઞાન હૈ,” ચારિત્રકા ભેદ બતાયા એ વ્યવહારસે બતાયા હૈ, જ્ઞાયકકો આ ત્રણ હૈ. એ વ્યવહારસે કહા હૈ આહાહાહાહા! “કિંતુ પરમાર્થસે દેખા જાયે” ખરેખર જ્ઞાયક ભાવ ઐસી ચીજકો દેખા જાયે “તો અનંત પર્યાયકો એકદ્રવ્ય પી ગયા હૈ” આહાહા! અનંતગુણકો એકદ્રવ્ય અભેદમેં ઘુસ ગયા હૈ! પી ગયા હૈ અંદર, આહાહા ! એક દ્રવ્યમેં અનંત ધર્મ તો પી ગયા હૈ અંદર, અનંત પર્યાયકો એક દ્રવ્ય હી પી જાતે હૈ, અંદર પડયા હી હૈ અંદર એમ કહેતે હૈ. ઇસલિયે એકરૂપ હૈ. વસ્તુ તો એકરૂપ હૈ અનંત ધર્મ અંદર ગુણ હો, છતાં પી ગયું છે એટલે એકરૂપ થઈ ગયું છે દ્રવ્ય. ગુણ ને ગુણી એવા ભેદ રહેતે નહિ ત્યાં. આહાહાહા!
આ સમ્યગ્દર્શન, ધર્મની પહેલી સીઢી પાનેકી આ કળા હૈ. આહા! બાકી બધાં થોથે થોથાં છે. આહાહા ! જન્મ મરણ કરી કરીને ક્યાંય વિશ્રામ મિલા નહિ. વિશ્રામ સ્થાન પ્રભુ ત્યાં ગયો નહિ.. આનંદધામ ત્યાં તો ગયે નહિ અને ભેદ ને રાગમેં અટકકર પરિભ્રમણ કિયા. આહાહા ! આહા! અગીઆર અંગ પઢયા નવપૂર્વ પઢયા તો પણ અંતરદૃષ્ટિ નહીં કિયા. અભેદ ઉપર દૃષ્ટિ ન કિયા. કંઈક કંઈક શલ્ય અંદર રહી ગયા. રૂકનેકા અનંત પ્રકાર, છૂટનેકા એક પ્રકાર. એક વસ્તુ ત્રિકાળી એ આશ્રય વો છૂટનેકા ઉપાય, રૂકનેકા તો અનેક ઉપાય, દયાસે હોતા હૈ, ભક્તિસે હોતા હૈ ને વ્યવહારસે હોતા ને, નિમિત્તસે હોતા હૈને, દેવ-ગુરુની કોઈ કૃપા મળી જાય ને હોતા હૈ, ઐસા અટકનેકા (અનંતપ્રકાર) આહાહાહા! સમજમેં આયા?
ઇસલિયે, ઇસલિયે કયા? અનંત પર્યાયકો એક દ્રવ્યમેં ઘુસકર પડ્યા હૈ અંદર અભેદ ઈસલિયે એકરૂપ આસ્વાદ, આસ્વાદ, યું કયું કહા? અનંત ગુણમેં દરેક ગુણનો સ્વાદ ભિન્ન હૈ, કિંચિત્ એક-મેક મિલે હુએ કોઈ પ્રકારે એકમેક છે, સર્વથા પ્રકારે અનંત ગુણ એકરૂપ નથી. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com