________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૭
૨૮૩
ને એ તો રાગ હૈ ઈસકી બાત તો ક્યાંય દૂર રહી ગઈ કહે છે. ઉસસે તો સમ્યગ્દર્શન હોતા નહીં. પણ ભેદકે લક્ષસે સમ્યગ્દર્શન હોતા નહિ. આહાહા ! અરે ! આવી વાત સાંભળવાય મળે નહિ ને. એ કે દિ’ ક્યારે નિર્ણય કરે ને ક્યારે જનમકા મરણકા અંત આવે ? આહાહા ! અને આ જનમ મરણ કરી કરીને ભાઈ, એક અ૨હેંટમાં જેમ ઉ૫૨થી પાણી ખાલી થાય ને નીચે ભરાય. અરટ હોતા હૈ ને ? રડેંટ નીચે ભરાય, ઉપ૨સે ખાલી. એક જન્મ જાય ત્યાં દૂસરા જન્મ તૈયા૨. આહાહા ! અને તે પણ કૈસા જન્મ, આહાહા ! મનુષ્યપણાકા જન્મ અહીંયા કરોડોપતિ હોય બંગલામાં અબજોપતિ અરે માંસને દારૂ ને કદાચિત ન હોય, આહાહા ! મરીને પશુમાં જાય એવા ભવ અનંત કર્યા છે. પ્રભુ, આહાહા !
અહીં તો પંચપરમેષ્ટિની શ્રદ્ધાસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈં, ક્યુંકિ વો ૫૨દ્રવ્ય હૈ, અને મોક્ષ અધિકારમેં ઐસા કહા હૈ, મોક્ષપાહુડ, ‘૫૨ દવાઓ દુર્ગાઈ, ' ઓહોહો ! વીતરાગી સંતો કહે, જેને કાંઈ પડી નથી. અમને માનવામાં પણ તને રાગ થાશે, ક્યોંકિ હમ ૫૨દ્રવ્ય હૈ, આહાહા! તેરા સ્વદ્રવ્યમેં અભેદમેં દૃષ્ટિ કરનેસે તેરી અરાગી દશા ઉત્પન્ન હોગી. આહાહા ! વાત તો ઘણી સાદી અને ટૂંકી છે.. તેં ? આહાહા ! ન્યાલ થવાની વાત છે ભૈયા પ્રભુ ! ખોટના ધંધા કરકે કરકે મરી ગયો ચોરાશીમાં, અહિંયા તો કહેતે હૈ કે પંચપરમેષ્ટિના શરણ લેને જાએગા તો એ તો ૫૨દ્રવ્ય હૈ, ૫૨દ્રવ્યસે તો દુર્ગતિ હોગી, દુર્ગતિ નામ તે૨ા ચૈતન્યકા ફળ ઉસમેં નહિ આયેગા. ગતિકા ફળ આયેગા કોઈ સ્વર્ગ આદિ, તો એ તો દુર્ગતિ હૈ એ કાંઈ ચૈતન્યગતિ સિદ્ધની નહિ. આહાહા ! આકરું કામ પડે!
લોકો રાડે રાડ પાડે છે, સોનગઢ તો એકાંતવાદ હૈ. એકાંતવાદ હૈ. પ્રભુ તેં સૂત્યું નથી ભાઈ ! પ્રભુ તુમ ક્યા કહેતે હૈ. હૈં ( શ્રોતાઃ- એકાંતને, એકાંતની ને અનેકાંતની વ્યાખ્યાય ખબર નથી.) એનેય ખબર નથી. મધ્યસ્થ પ્રાણી હોય તો કહે કે આ દેખો. કાલ કાગળ આવ્યો નહિ હિંમતલાલ, બનારસ શાસ્ત્રી એકવાર આ પુસ્તક વાંચ્યુ બેનનું ત્યાં, આહાહા ! ( શ્રોતા:- પ્રમોદ કેવો કેટલો પ્રમોદ ) હૈં ? આહાહા ! લોકો આ વાંચશે ને પઢશે તો એને લાભ થાશે. એમ બચારો શાસ્ત્રી બના૨સનો. બાપુ ! આમાં ક્યાં કોઈ પક્ષની વાત હૈ ભાઈ.. આહાહા ! આહાહા !
‘ સરાગીકે વિકલ્પ હોતે હૈ ઈસલિયે એ કા૨ણે રાગીકો રાગ હૈ વો કા૨ણે, ભેદ ઉ૫૨ લક્ષ કરનેસે રાગ (ઉત્પન્ન ) હોતા. “ ઈસલિયે જહાં તક રાગાદિ દૂર નહીં હો- રાગ આદિ વિકલ્પ દૂર ન હો, ન હો જાતે હૈં; વહાં તક ભેદકો ગૌણ કરકે, વહાં તક ભેદકો ગૌણ કરકે, અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ. આહાહા ! જબ લગ રાગ જ્યાં લગ ( સુધી ) હૈ, ત્યાં લગ ભેદકો ગૌણ કરકે અભેદકી દૃષ્ટિ કરાયા હૈ. આહાહા ! રાગ છૂટ જાયેગા પીછે તો અભેદ ને ભેદ દો કો જાનેં. આહાહા ! જાનનેમેં કોઈ વસ્તુ ભેદાભેદ હૈ તો જાનોં પછી, પણ જબલગ રાગ હૈ તબલગ તેરા લક્ષ જો ૫૨ ઉપ૨ જાએગા, ભેદ ઉપર તો રાગ હી હોગા, તો જહાંતક રાગાદિ દૂર નહીં હો જાતે, આહાહા ! વહાં તક ૫૨કા તો લક્ષ છોડના પણ ભેદકો ગૌણ કરના, ઉસમેં ( આત્માનેં ) હૈ પર્યાય, ગુણ હૈ, ઉસકો પેટામેં રખના ને મુખ્ય અભેદકો કરના. આહાહાહા ! સમજમેં આયા ? ભેદકો ગૌણ કરકે અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ. આહાહાહા ! અભેદ વસ્તુ ભગવાન આત્મા. નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ એ પર્યાય હુઈ, અભેદરૂપકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com