________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
સંસ્કૃત હૈ ઉપર, દેખતે હૈને, “તર્હિ પરમાર્થ એકો વક્તવ્ય ઈતિ ચેત” એની એણે વ્યાખ્યા કરી સંસ્કૃતમાં.
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दुगाहेदूं। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।। ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે.૮. ગાથાર્થ-જૈસે અનાર્ય, કુંદકુંદાચાર્યના વખતમાં અનાર્ય ભાષા વપરાતી. હવે નીચલો કાળ આવ્યો જરી હજાર વર્ષ પછી તો અમૃતચંદ્રાચાર્યના કાળમાં મ્લેચ્છ ભાષા વપરાતી, ભાષાય એટલી ફરી ગઈ. સમજમેં આયા? કુંદકુંદાચાર્ય તો (કહે) જહુ ન વિ સક્કમણજો અનાર્ય ભાષા વિના, એમ ભાષા છે. ત્યારે અમૃતચંદ્રાચાર્યના વખતમાં ભાષા પણ જરી અનાર્ય શબ્દના ઠેકાણે પ્લેચ્છ ભાષા વપરાણી. એ કહેવાઈ ગયું 'તું પહેલાં, શરૂઆતમાં એ ભાષા ફરી કયું? અનાર્ય ભાષા વિના તો અમૃતચંદ્રાચાર્યને પણ અનાર્ય ભાષા વિના કહેના થા, સમજમેં આયા? તો અમૃતચંદ્રાચાર્ય તો મ્લેચ્છ ભાષા વાપરતે હૈ, યે બ્લેચ્છ ભાષા અમૃતચંદ્રાચાર્યના વખતની છે. આહાહા! કાળ બદલાયો તો ભાષાય બદલી ગઈ, અનાર્ય ને ઠેકાણે પ્લેચ્છ આ ગયા. આહા!પ્લેચ્છ જનકો અનાર્ય ભાષા કે વિના એટલે કે મ્લેચ્છ ભાષા વિના વર્તમાનકાળની અપેક્ષાએ એને અમૃતચંદ્રાચાર્ય (કહે છે). કિસી ભી વસ્તુકા સ્વરૂપ ગ્રહણ કરને કે લિયે કોઈ સમર્થ નહીં. કોઈ પણ ચીજને ભેદ પાડયા વિના, અનાર્ય ભાષાને કર્યા વિના એને સમજાવી શકાય નહીં. અનાર્ય માણસને એની ભાષા અનાર્યથી સમજાવી શકાય. બીજી ભાષાથી સમજાવી સકતે નહીં.
કિસી ભી વસ્તુકા ગ્રહણ નહીં હો સકતા ઉસી પ્રકાર એ દૃષ્ટાંત, વ્યવહારકે બિના ભગવાન આત્માકો ભેદસે વ્યવહારકે બિના ઉપદેશ ઉસકો કયા કહે ? વ્યવહારસે ઉસકો ઉપદેશ દેના પડતા હૈ. આત્મા આત્મા એકિલા કરે પણ આત્મા કયા હૈ ઐસા ભેદ કરકે બતાના એ વ્યવહાર બિના પરમાર્થકા ઉપદેશ હોઈ શકે નહીં, વ્યવહારસે પરમાર્થ પ્રાસ હો સકે એ બાત યહાં નહિ. સમજમેં આયા?
વ્યવહારસે પરમાર્થ પ્રાપ્ત કર સકતે ઐસે નહીં પણ વ્યવહારકા ઉપદેશ બિના નિશ્ચયકા ઉપદેશ સમજાનેમેં આતા નહિ, છતાં આગળ કહેગા. વ્યવહારકે વિના અહીંયા તકરાર નિકાલે, અહીંયાસે, દેખો વ્યવહાર વિના પરમાર્થ પ્રગટ હોતા હી નહિ, વ્યવહાર પહેલે હો એ બાત યહાં હૈ હી નહિ, યહાં તો ભગવાન આત્મા અનાર્ય ભાષા બિના અનાર્યકો સમજાનેમેં અશક્ય હૈ. સમજમેં આયા? આહાહા !
એ પાલીતાણે જ્યારે દરબાર નહીં થા ને તો ત્યાં શું કહેવાય, એ ગોરો (અંગ્રેજ) આવે કામ કરવા શું કહેવાય ભાઈ, રાજ્યની વ્યવસ્થા માટે દરબાર ગુજરી ગયેલા ને એટલે ગોરો આવ્યો તો એડમીનીસ્ટ્રેટર. હા, એપછી એક વાર એ ગારિયાધાર આવેલો ગારિયાધાર હૈ ને? તો હમ ગારિયાધાર થે હમારી બહેન ત્યાં થી, તે એ ઘોડા ઉપર ઊભો 'તો વચમાં ચોકમાં આવ્યો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com