________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૫
પ્રવચન ન. ૨૩ ગાથા – ૬ તા. ૨-૭-૧૯૭૮ રવિવાર, જેઠ વદ-૧૨ સં. ૨૫૦૪
“સમયસાર” છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠી ગાથા થઈ ગઈ. એનો ભાવાર્થ, શું કહેવા માગે છે? કે આ વસ્તુ જે છે આત્મા તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ પોતે શુદ્ધ છે. પવિત્ર છે, નિર્મળ છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એની દૃષ્ટિ કરતાં... એની દૃષ્ટિ કરતાં એટલે એનો આદર કરતાં, એને એ શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં આવે.
વસ્તુ તો શુદ્ધ છે, એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે. મલિનતા તો એક સમયની પર્યાયમાં દેખાય છે, વસ્તુ મલિન નથી. વસ્તુ નિર્મળ, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ, એકરૂપ વસ્તુ ત્રિકાળ છે એ તો શુદ્ધ છે, પવિત્ર છે અખંડ છે. પણ કોને? એને જાણે એને, જેના જ્ઞાનમાં એ વસ્તુ આવી નથી એ ચૈતન્યપ્રભુ છે પૂર્ણાનંદ, પણ જેના ખ્યાલમાં આવી નથી, એને તો છે જ નહીં. એને જ નહીં, ભલે વસ્તુ છે, પણ એને એ શુદ્ધ છે એવું તો એને છે નહીં, કેમકે દૃષ્ટિમાં જેને રાગ ને પુણ્ય ને દયા-દાન એવો વિકલ્પ જેની દૃષ્ટિમાં વર્તે છે એને વસ્તુ શુદ્ધ છે એ તો શ્રદ્ધા જ્ઞાનમાં આવી નથી. એના શ્રદ્ધા જ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે પર્યાય આવી છે. અને એ અશુદ્ધતા આવી છે પર્યાયમાં તે યથાર્થ છે, યથાર્થ એટલે અશુદ્ધપણું છે, પર્યાયષ્ટિએ અશુદ્ધપણું છે. પણ એ વાસ્તવિક ચીજ નથી. વાસ્તવિક ચીજ તો, ત્રિકાળી શાયક શુદ્ધ ચૈતન્યમૂર્તિ એ સત્ય છે.
એની અપેક્ષાએ પર્યાય હતી ખરી છે ખરી, પણ ત્રિકાળીની અપેક્ષાએ તે વસ્તુને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે પણ પર્યાય છે, રાગ છે, અસ્તિ છે એ, નથી જ એમ નહીં. પણ, તે પર્યાય ઉપર દૃષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે. માટે એ પર્યાય ઉપરની દૃષ્ટિ પર્યાય હોવા છતાં રાગાદિ હોવા છતાં, તેની દૃષ્ટિનો નિષેધ કરી તે ચીજ નથી મારામાં, એમ નિષેધ કરી, આહાહા ! વસ્તુ જ્ઞાયક, ચૈતન્યપ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે, આહાહા ! તેની દૃષ્ટિ કરતાં, એને દૃષ્ટિમાં એ આવ્યું, દૃષ્ટિ કરી ત્યારે એ આવ્યું ખ્યાલમાં, એને માટે એ શુદ્ધ ને પવિત્ર છે. આહાહા ! જેને ખ્યાલમાં જ એ ચીજ આવી નથી એને છે એ
ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? ઝીણી વાત છે, મુખ્ય વાત છે આ. આહા ! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથથી કહેલી અને જોયેલી અને જગતને દેખાડવા માટે આ વાત છે. આહાહા ! પ્રભુ તે તને તે દેખ્યો નથી તું જે નથી તેને દેખી. આહાહા!
પર્યાયમાં રાગ અને પુણ્ય ને પાપના ભાવ, જે વસ્તુમાં નથી, અને તેં દેખી ને માન્યું એ તો પરિભ્રમણનું કારણ છે. આહાહા ! એ પરિભ્રમણનો અંત એટલે કે જેમાં પરિભ્રમણ ને પરિભ્રમણનો ભાવ જેમાં નથી એવી જે ચીજ છે પ્રભુ, તું પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ સત્ છે. ચિત્ આનંદ, જ્ઞાનાનંદ પ્રભુ આત્મા. પણ એની દૃષ્ટિ કરે એને એ જ્ઞાનાનંદ છે. એની દૃષ્ટિ ન કરે એને દૃષ્ટિમાં વસ્તુ આવી નથી, એને તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આહાહા ! આકરું કામ બાપુ.
તેથી અહીં ભાવાર્થમાં કહે છે કે અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે વસ્તુમાં નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com