________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૬
ધંધામાં ગરી ગ્યા ઊંડા- ધંધા.
આ વસ્તુ તો જુઓ આ એકની વાત નથી બધાની છે. આહાહા ! શું કહે છે આ ? પ્રભુ જે ચૈતન્ય દ્રવ્ય છે, એ જ્ઞાયકરૂપે દ્રવ્ય છે, એમ કહે છે. દ્રવ્ય તો બીજાય છે ૫૨માણુ આદિ, આ તો ચૈતન્યજ્યોત જ્ઞાયકભાવ, શાયકભાવ ધ્રુવ જ્ઞાયકભાવ એ રૂપે પ્રભુ છે અને એની અવસ્થામાં સંયોગજનિત મલિનતા પણ છે. પણ એ મલિનતા જ્ઞાયકભાવમાં ગઈ નથી, જ્ઞાયકભાવ મલિનપણે થયો નથી. આહાહા !
—
૨૨૯
‘પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો ' જોયું ? પર્યાય છે એમ સિદ્ધ કર્યું. ‘ પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે' આહાહા ! વર્તમાન જ રાગ ને પુણ્ય ને પાપના ભાવ સંયોગજનિત છે એ છે. અને પર્યાયદૃષ્ટિથી જોવામાં આવે તો એ છે. આહાહા ! મલિન જ દેખાય છે. આહાહા!
હવે, આવ્યું જુઓ.
C
,
દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો ' જોવામાં આવે હોં એમ કીધું. આહાહા ! ઓલામાં ય પર્યાય?ષ્ટિથી જોવામાં આવે તો.. વર્તમાન પર્યાયથી જોવે તો મલિનતા તો જ્ઞાનીનેય દેખાય છે મલિનતા પર્યાયમાં, તેથી કહ્યું ને કે ‘ મારો મોહ ને ૫૨ના મોહના નાશ માટે ' પર્યાયમાં મોહ છે, મોહ ભલે આંહી રાગનો અંશ છે પણ છે, અસ્તિ છે. પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં. આહાહા ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે. આહાહા ! મૂળ વિના અત્યારે આ વ૨ વિના જાન જોડી દીધી, દુલ્હો નહીં ને જોડી દીધી. આત્મા, કોણ દ્રવ્યે છે વસ્તુ એનાં જ્ઞાન ને ભાન વિના... બધું કરો વ્રત ને તપ ને ભક્તિ ને મંદિરો.. ને.. આહાહા !
અહીંયાં કહે છે, દ્રવ્ય જે છે એ તો શાયક ભાવે છે. પર્યાયથી જોઈએ તો મલિનતા છે. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, આહાહા ! એને.. દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે, તેની દૃષ્ટિથી જોવામાં આવે એની દૃષ્ટિ જ્ઞાયકની દૃષ્ટિથી જોવામાં આવે, આહાહાહા ! તો શાયકપણું તો શાયકપણું જ છે. એ મલિન થયું જ નથી, વસ્તુ મલિન થઈ જ નથી. આહાહાહા !
કેમ બેસે ? આ મલિન પર્યાય છે તો પર્યાય તો એની દ્રવ્યની છે દ્રવ્યની છે તો દ્રવ્ય મલિન નથી થયું ? એમ કહે છે. ઓલા રતનલાલજી ને પંડિતજી ? ઓ રતનલાલજી હૈ ને એ કહે છે પર્યાયમાં અશુદ્ધ થયું તો દ્રવ્યેય અશુદ્ધ થઈ ગયું છે. પર્યાય અશુદ્ધ થઈ છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે. એમ કહે છે છાપામાં આવે છે. નથી રતનલાલ મુખત્યાર, મુખત્યાર, અરે ! ભગવાન નવમી ગાથામાં આવે છે ને પ્રવચનસાર – શુભ વખતે શુભ છે તન્મય, અશુભ વખતે અશુભ છે તન્મય, શુદ્ધ વખતે શુદ્ધ છે તન્મય. પર્યાય, બીજાની છે ને એની કહેવાની છે એમ નથી. આહાહા ! એટલું બતાવવું છે. એથી દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુદ્ધ પરિણામ વખતે ને અશુદ્ધના કાળમાં ? ત્રણ કાળમાં નથી. આહાહા ! ભગવાન તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે, તેથી તને અવકાશ છે, એ છે એને માનવો અને દૃષ્ટિ કરવી તને અવકાશ છે. આહાહા ! એવો જે જ્ઞાયકભાવ ત્રિકાળી પ્રભુ છે તો તને અવકાશ છે એને માનવાનો. હેં– પણ શુદ્ધ પોતે ત્રિકાળી શુદ્ધ છે – દ્રવ્ય કોઈ દિ ’ અશુદ્ધ થાય જ નહીં ત્રણ કાળમાં. શુદ્ધપણે સિદ્ધપણે પરિણમે એ પર્યાય
–
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com