________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૩૩ “અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છેપર્યાય નથી એમ નહીં પર્યાય છે પણ અહીંયા દ્રવ્યદૃષ્ટિને દ્રવ્યની દૃષ્ટિ કરાવવા જ્ઞાયકપણાની દૃષ્ટિ જે સત્ય છે સત્યનો સ્વભાવ છે તેની દૃષ્ટિ સત્ય કરાવવા. આહાહા! દ્રવ્યદૃષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે, મુખ્ય પ્રધાન કરીને મુખ્ય કરીને.
જે પ્રમત્ત અપ્રમત્તના ભેદ છે” જે ગુણસ્થાનના, ચૌદ ગુણસ્થાન છે. એ તો અશુદ્ધનયનો વ્યવહારનયનો વિષય છે. એ વસ્તુમાં નથી. આહાહાહા ! ચૌદ ગુણસ્થાન... હોં! પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું ચૌદમું એ તો અશુદ્ધનયનો વિષય છે. પર્યાયનો વિષય કહો કે અશુદ્ધનો કહો કે વ્યવહારનો કહો, ત્રણેય એક છે. જે પ્રમત્ત ને અપ્રમત્તના ભેદ છે” પાઠમાં અપ્રમત-પ્રમત હતું પાઠમાં “વિ દોઢિ પત્તો જ પુનત્તો' એમ.
(શ્રોતા: આચાર્યો, પોતાથી કહ્યું છે) પછી આ સામાન્ય સમજાવ્યું. ઓલું પ્રમત્ત પહેલું હોય છે ખરુંને? પ્રમત્ત પહેલું હોય છે ને પહેલેથી છઠ્ઠ અને અપ્રમત્ત સાતમાથી ચૌદ, ગુણસ્થાનની ધારા (છે ને) એટલે ત્યાં એને એમ લીધું ત્યાં. અહીં સમજાવવા પહેલું છે અને પ્રમતમાં નાખ્યું. અપ્રમત્તના ભેદ નથી પ્રભુ, જ્ઞાયકભાવે બિરાજમાન એમાં શુભાશુભભાવપણે થયો નથી. જડપણે થયો નથી માટે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? આહાહા !
આવો નિર્ણય (કરવો) વાર્તા હોય તો કાંઈ સમજાયે ય ખરું. એક રાજા હતો ને એક હતી રાણી. રાણી રીસાણી ને રાજા મનાવવા ગ્યો ને? હેં? ઘરે થાતું હોય એવી વાતું કરે તો એને સમજાય. ઘરે થાતું હોય એને. અરે બાપુ આ તો તારા ઘરમાં થાતું નથી કોઈ દિ' પર્યાયમાં એવી વાત છે આ તો. આહાહાહા!
ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયાં, એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞ થયા છીએ.... કાંઈ સર્વાપણું ક્યાંય બહારથી આવ્યું નથી. આહાહા ! એમ તારો ગુણ જ સર્વજ્ઞસ્વભાવ છે. એ સર્વજ્ઞસ્વભાવ પોતે છે. એ કોઈ દિ' રાગપણે અલ્પશપણે એ થયો જ નથી. આહાહાહાહાહા ! તારું જે સત્ત્વ છે શાયકપણું, “g 'પણું, સર્વશપણું એ કોઈ દિ'અલ્પષ્ણપણે થયું નથી. તો પછી રાગપણે તો થાય ક્યાંથી? આહાહા! “તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે” શુભ-અશુભ ભાવ નથી અને પ્રમત્ત-અપ્રમત્ત નથી એ બેય પર્યાય નથી, માટે ભેદ નથી. તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગજનિત છે. પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલાં છે. પરદ્રવ્યના સંયોગજનિત, સંયોગે ઉત્પન્ન કરાવ્યાં છે એમ નહીં, પણ સંયોગજનિત (એટલે કે ) સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલાં છે. આહાહા!
હવે આવો ઉપદેશ યાદ શી રીતે રહે? કલાક આવું સાંભળે ને બાપુ, તું અનંત કેવળજ્ઞાનનો ધણી છોને નાથ ! ત્રણ કાળ, ત્રણ લોકને જાણ નાથ ! એવી તારામાં શક્તિ પડી છે. આહાહા ! એમાં આવી સાધારણ વાતને ન જાણી શકે ? એમ ન હોય ભાઈ એમ ન હોય ન સમજાય એમ કહેતાં કલંક બેસે છે પ્રભુ. આહાહા ! એ તો જ્ઞાયકપણાનો પિંડ છે ને! એ કહે કે મને ન સમજાય, પર્યાયમાં ન સમજાય અરે. આહાહા !
પ્રમત્ત અપ્રમત્તના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાય છે. એ અશુદ્ધતા, પર્યાયમાં અવસ્થામાં હાલતમાં બદલતી હલચલ દશામાં અશુદ્ધતા છે. નહીં બદલતી સ્થિર ધ્રુવ વસ્તુમાં તે નથી. જ્ઞાયકભાવ નહીં હલતો નહીં ચલતો સ્થિર ધ્રુવ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com