________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫
*
(
ગાથા - ૭
).
Re
दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं। ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।७।।
व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम्।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ।।७।। आस्तां तावद्वन्धप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं, दर्शनशानचारित्राण्येव न विद्यन्ते; यतो ह्यनन्तधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यान्तेवासिजनस्य तदवबोधविधायिभिः कैश्चिद्धर्मंस्तमनुशासतां सूरीणां धर्मधर्मिळोः स्वभावतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं ज्ञानं चारित्रमित्युपदेशः। परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानन्तपर्यायतयैकं किञ्चिन्मिलितास्वादमभेदमेकस्वभावमनुभवतो न दर्शनं न ज्ञानं ન વારિત્ર, જ્ઞાયવર વૈવ: શુદ્ધ:
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર- એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે :
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથાર્થ- [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને [રિત્ર નં જ્ઞાનમ] ચારિત્ર, દર્શન, શાન-એ ત્રણ ભાવ[વ્યવદારે]વ્યવહારથી [૩પસ્થિતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ જ્ઞાન
પિ ન] જ્ઞાન પણ નથી, [રિત્ર ન] ચારિત્ર પણ નથી અને [ર્શન ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ:] શુદ્ધ જ્ઞાયક જ છે.
ટીકાઃ- આ જ્ઞાયક આત્માને બંધાર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્વ)-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com