________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૩૨
ને સ્વભાવ ભર્યો છે જ્ઞાયક ભાવનો. આહાહાહા !
‘તે જ્ઞાયકપણું તો શાયકપણું જ છે' કાંઈ જડપણું થયું નથી. એટલે ? એ શુભ અશુભ ભાવ, જે પર્યાય મલિન છે, અચેતન છે, એ રૂપે જ્ઞાયકભાવ થયો નથી, ઈ તો આવી ગયું છે ને ટીકામાં જ્ઞાયકભાવ શુભાશુભ ભાવપણે થયો નથી એટલે જડ થયો નથી એ અંદ૨માં આવી ગયું છે. આહાહા ! આ કાંઈ કથા નથી વાર્તા નથી. આ તો પ્રભુની ‘ભાગવત કથા ’ છે આ. આહાહા ! ભગવત્સ્વરૂપ પ્રભુ અંદર છે. આહાહા ! એને પહોંચી વળવા ભેટો ક૨વાની વાતું છે
પ્રભુ. પામરને ભેટીને પડયો છો પ્રભુ, પ્રભુતાની ભેટ કર એકવાર. આહાહા ! તો તારી પામરતા નાશ થઈ જશે. આહાહા ! સમાજ આખાને આવો ઉપદેશ ? બાપુ, સમાજ તે આત્મા છે ને અંદર, પ્રભુ છે ને ! આ શરીર તો જડ માટી આ તો છે. “ જાણના૨ને જણાવે છે”, જાણના૨ને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો ને ! આહાહા !
અમારી સામે જોઈને તું સાંભળે છે ને જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે તા૨ો જ્ઞાયકભાવ છે, તે કોઈ દિ' પર્યાયપણે રાગપણે થયો જ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? ‘ કાંઈ જડપણું થયું નથી ' એટલે ? શુભ-અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે ઊઠે, એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં, શું કીધું ? એ દયા, દાન, વ્રત, આદિના પરિણામમાં શાયકનો તો અભાવ છે પણ તેનો એક અંશ પણ તેનાંમાં અભાવ છે. જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એમાં જે ભગવાન જણાણો એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે, જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે. આહાહા ! અરે, આવી વાત ક્યાં મળે ભાઈ ? આહાહા !
‘ જડપણું થયું નથી ’ આહાહા ! એટલે ? જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય, એ તો એમાં ચૈતન્યનો શાયકભાવનો તો અભાવ છે, પણ જ્ઞાયકભાવની જે પર્યાય, શ્રદ્ધા જ્ઞાનને આદિ થાય નિર્મળ એનો ય એમાં અભાવ છે, આહાહાહા ! તેથી એ જડપણું છે. આહાહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, એ બધો રાગ તે જડ છે. આહાહાહા ! ભગવાન ચૈતન્ય શાયકપણે છે વસ્તુ જે જ્ઞાયકપણે છે તે તો રાગરૂપે થઈ નથી, એ રાગમાં આવી નથી, પણ જ્ઞાયકની શ્રદ્ધા જ્ઞાનનાં કિરણ જે સાચા ફૂટયાં, એ કિરણનો પણ રાગમાં અભાવ છે. આહાહાહા!
માટે કહે છે કે જે ભાવે પંચમહાવ્રતના ભાવ કહેવાય, ભગવાનનું સ્મરણ કહેવાય એ ભાવને અહીં તો જડ કીધો છે. આહાહા ! એ જડથી ચૈતન્યના શાયકનું જ્ઞાયકપણું પ્રગટે ? તે જ્ઞાયકપણું નહોતું, તે પ્રગટે ? જ્ઞાયકપણું તો છે જ. જ્ઞાયકપણાના સ્વભાવના સત્કાર ને પ્રતીત ને અનુભવથી એનું ચૈતન્યપણું પ્રગટે. એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુ ન પ્રગટે. આહાહા ! આવું ભારે આકરું કામ.
ચૈતન્ય શાયકપણે તો કાયમ રહેલો પ્રભુ દ્રવ્ય છે. પણ એને માનનારી જે દૃષ્ટિ છે કે જાણનારું જે જ્ઞાન છે એને જાણનારું હોં! એવા જ્ઞાનનો અંશ પણ એ શુભ રાગમાં નથી. આહાહા ! તેથી તે રાગને શુભાશુભને જડ કહેવામાં આવ્યો છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com