________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભિન્ન થઈને, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે એમ જ્યાં ભાન થયું, ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ
સ્વભાવનું ભાન થયું, એ અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે, એ જ્ઞાયકની પર્યાય છે. એને જાણે છે અને એ પર્યાય પર જાણે, એ પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. એ પરની પર્યાય છે ને પરને લઈને થઈ છે એમ છે નહીં. આહાહા ! એક વાર મધ્યસ્થ થઈને સાંભળે હૈં.! બધાં આગ્રહ રાખીને પડયા હોય કે “આનાથી આમ થાય ને આનાથી આમ થાય ” આહાહા ! વ્રત કરવાથી સંવર થાય ને તપસ્યા કરવાથી નિર્જરા થાય નૈ. આહાહા! પણ એ વ્રત કોને કહેવું નિશ્ચય વ્રત કોને કહેવું એની ખબર ન મળે. વ્રત કરીએ તો સંવર થાય ને અપવાસ કરીએ તો નિર્જરા થાય અરે ભગવાન, એ વ્રતના વિકલ્પો વ્યવહારના છે એ તો પુણ્યબંધનાં કારણ છે. અને અપવાસ આદિ જે વિકલ્પો છે વ્યવહારના એ પણ પુણ્યબંધનું કારણ છે, જો રાગ મંદ કર્યો હોય તો ? ત્યાં સંવર, નિર્જરા નથી. આહાહા!
ત્યાં તો એમે ય કહ્યું છે ને? ૩૨૦ ગાથા, કે ઉદયને જાણવાકાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે, નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે એ નિર્જરા કરતો નથી. ઉદયને જાણે છે એમ કહેવું પણ છતાં એ રાગને જાણે છે તે જ્ઞાનની પર્યાય થઈ છે એ તો એને એ જાણે છે. નિર્જરાને કાળે જાણે છે એ પણ નિર્જરાની પર્યાય જે જ્ઞાનરૂપે થઈ છે એને એ જાણે છે. બંધને જાણે બંધનું જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની પર્યાયને જાણે, મોક્ષની પર્યાયને જાણે, મોક્ષને જાણે, બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે, વિપાક-સવિપાક ને અવિપાકને જાણે. આહાહા ! ચાર બોલ લીધા છે ને? સવિપાક, અવિપાક, સકામ, અકામ. આહાહાહા!
દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે તેને સમજનારા વિરલ પાકે ! બાકી એવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ. આહાહા ! એની ઊંડપની વાતું, આહાહા ! એમ આંહી કહયું જોને. આહાહા !
અને કર્તા-કર્મનું અનન્યપણું છે, એમ કહ્યું એટલે શું? કે “કર્તા અન્ય ને કાર્ય અન્ય, એમ હોઈ શકે નહીં. “કર્તા ” જ્ઞાનની પર્યાયનો આત્મા અને એ પર્યાયનું કામ રાગાદિ જાણ્યું એનું એ કામ એમ નથી. કર્તા-કર્મ અનન્ય હોય છે. અનેરા અનેરા નહીં, તે જ કર્તા ને તે જ કર્મ હોય છે. આહાહા ! તે જ કર્તાને તે જ કાર્ય હોય છે એનું. આહાહા! રાગને જાણવાકાળે જ્ઞાન, જ્ઞાનરૂપે થયું તેનો “કર્તા” પણ જ્ઞાન અને “કર્મ પણ જ્ઞાન એ રાગનું જ્ઞાન, એ રાગ કર્તા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. આહા ! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠ્યો, તો એનું અહીં જે જ્ઞાન થયું, તે એને લઈને (જ્ઞાન) થયું, એમાં ક્યાં જ્ઞાન હતું તો થાય. જ્ઞાન તો આહીં છે. (આત્મામાં) આહાહા!
સ્વપરપ્રકાશક જ્ઞાન, આવે છે ને? “સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી ' સ્વપ્રકાશક શેય અને પરપ્રકાશક શેય બેય વસ્તુ શેય, શેય અને પર બેય, છતાં પણ પરને જાણવાકાળે તો પર્યાય પોતે પોતાથી જાણે છે. (પોતાને) આહાહા ! એ અહીંયાં સિદ્ધ કરવું છે. વિશેષ કહેશે.
પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com