________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૨૨
છે ને ? ઓલું તો દૃષ્ટાંત છે. આહાહાહા !
કોઈએ એમ જાણ્યું હોય કે આપણે સમયસાર સાંભળ્યું છે, માટે કાંઈ એમાં નવીનતા ન હોય એમ નથી પ્રભુ. આહાહા ! એ નવી વસ્તુ છે બાપુ, ભગવાન. આહાહા !
શું કીધું ? ‘ પોતે જાણનારો માટે પોતે કર્તા ' રાગની, શરીરની ક્રિયા થઈ, એનું આંહી જ્ઞાન થયું, એ જ્ઞાનનું કાર્ય પોતાનું છે. એ કાર્ય રાગ ને શરીરનું નથી. તેથી તે કાર્ય પોતે જ્ઞાનની પર્યાયનું જ્ઞાનનું છે તે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. આહાહા ! પર્યાયની વાત છે હો અહીંયાં. જણાયો છે પર્યાય એ પર્યાય એનું ‘ કાર્ય ’, જણાયો છે રાગ એમ નથી, તેમ રાગથી અહીં જ્ઞાનનું કાર્ય થયું એમ નથી, એ રાગનું કાર્ય નથી, એ શાયકનું કાર્ય છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા !
એક સ૨કા૨ના કાયદા ગહન હોય સાધારણ, આ તો ત્રણ લોકના નાથ, આહાહા ! સર્વજ્ઞસ્વરૂપ. એના નિયમો તો કેવા હોય બાપા. આહાહા ! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે!! ‘ પોતે જાણનારો માટે પોતે કર્તા ' કોનો જાણનારો ? પોતાની પર્યાયનો. કેવળી, લોકાલોકને જાણે છે, એ પણ એમ નહીં. કેવળી પોતાની પર્યાયને જાણે છે. આહાહા ! પર્યાય તેનું કાર્ય છે ને કર્તા તેનું જ્ઞાનસ્વરૂપ છે અથવા પર્યાય છે ભલે. આહાહાહા ! એ લોકાલોક છે માટે આંહી જ્ઞાન થયું છે કેવળજ્ઞાન એમ નથી. સમજાણું કાંઈ ?
આ પ્રશ્ન તો જ્યાંસીની સાલમાં ઊઠેલો ત્યાંસી સંવત ૧૯૮૩, કેટલાં વરસ થયાં ? એકાવન. એકાવન વરસ પહેલાં પ્રશ્ન ઊઠયો 'તો પચાસને એક, કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે કેવળજ્ઞાન પોતાથી છે, લોકાલોકને લઈને નહીં. આ એક પ્રશ્ન હતો. શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું આહીં જ્ઞાન થયું છે. ત્યાં એને વીરજીભાઈએ ના પાડી કે એમ નથી. પછી બન્ને હેઠે આવ્યા, અને મને પૂછયું. કીધું બાપુ એમ નથી. કેવળજ્ઞાન તો જ્ઞાન પોતાથી થાય છે. કેવળજ્ઞાનના કાર્યનો કર્તા આત્મા કર્મ કેવળજ્ઞાન લોકાલોક કર્તા ને કેવળજ્ઞાન ‘કર્મ’ એટલા બધા શબ્દો ત્યાં ત્યારે નહોતા એ વખતે, પણ લોકાલોક છે માટે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. સમજાણું કાંઈ ? આહાહા !
,
અરેરે ! એક પણ વાતને સર્વજ્ઞની ન્યાયથી બરાબર જાણેને ? તો એક ‘ ભાવ ’ જાણે એ બધા ‘ ભાવ ’ યથાર્થ જણાય જાય એને પણ એકકેય ભાવના ઠેકાણાં ન મળે. આહાહા ! અરેરે જિંદગીયું પૂરી થવા આવી તો એમાં શું કરવું તે રહી ગ્યું એને, હૈં ! કર્યા.. ધુમાડા એકલા પાપના, પુણ્યનાં ઠેકાણાં ન મળે કે ભાઈ ચાર-ચાર કલાક સુધી સાચો સમાગમ કરવો. સમાગમ પણ કહેવો કોને તેની પણ હજી સમજણ નથી કરી. આહાહા ! અને સત્શાસ્ત્રનું ચાર ચાર કલાક વાંચન કરવું હંમેશા, તો પુણ્ય તો બંધાય, એનાં ય ઠેકાણાં ન મળે, ધરમ તો ન મળે! આહાહાહા ! સત્શાસ્ત્ર ને, સત્ સમાગમ, બેનો પરિચય રહે, ચોવીસ કલાકમાં ચાર કલાક તો પણ પુણ્ય બાંધે, એ ધરમ નહીં. ધરમ તો રાગથી પૃથક કરીને સર્વજ્ઞપણાનું સ્વરૂપ મારું છે, એવો અંત૨માં અનુભવ કરે ષ્ટિ કરીને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. આહાહા ! સમજાણું કાંઈ ?
‘ જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે ' દીવો જે છે ને ? એ ઘટ ને પટ એટલે વસ્ત્ર એને પ્રકાશવાકાળે પણ દીવો તો દીવો જ છે. એ દીવો જેને પ્રકાશે છે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com