________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાન તે આકારે થયું એમ નથી. તે કાળે જ્ઞાન જ પોતાના જ્ઞાનાકારે થવાનો પર્યાયનો સ્વભાવ છે તે રીતે થયું. તો તે વખતે રાગ જણાયો નથી, જાણનારાની પર્યાય, તેને એણે જાણી છે. સમજાણું કાંઈ ? આહાહાહા !
તે ‘ શેયાકા૨ અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો ’ ‘ તે ’ ‘ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે ’ શું કીધું ઈ ? ( ફરમાવો ) કે, આ શાયકપ્રભુ પોતાને જ્ઞાયક તરીકે જ્યાં જાણ્યો, સમ્યગ્દર્શન-શાનમાં જણાયો, તે વખતે જે જ્ઞાનમાં, રાગાદિ ૫૨ શેય જણાય, તે કાળે પણ તે રાગને જાણ્યું છે એમ નહીં, રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાથી થયું છે તેને તે જાણે છે. શેયાકારના કાળમાં, પણ પોતાની અવસ્થાને જાણે છે. અને સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ, બે વાત લીધીને ? શું કીધું ? ‘શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, તે ‘સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ, પોતે જણાણો છે' આહાહા ! સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જેમ શેયાકારના જ્ઞાન કાળે પણ જ્ઞાનની પર્યાય( પણે ) જણાયો છે એ પર્યાય એની ‘જાણનારો જે છે' તેની પર્યાય જણાણી છે એમ સ્વરૂપ પ્રકાશનની અપેક્ષાએ પણ, આહાહા ! દેષ્ટાંત આપ્યું છે. ‘દીવાની જેમ '; કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી... શાયક જ છે. એટલે? પોતે જાણનારો માટે પોતે ‘કર્તા' અને પોતાને જાણ્યો માટે પોતે ‘કર્મ ’ આહાહા ! આ પર્યાયની વાત છે હો, જાણનારને જાણ્યો અને પ્રમેયને જાણ્યું એ જાણવાનું પર્યાયનું કાર્ય કર્તા શાયક, એનું એ કાર્ય છે. એ રાગ-વ્યવહા૨ જાણ્યો માટે વ્યવહાર કર્તા અને જાણવાની પર્યાય કર્મ- કાર્ય એમ નથી. આહાહાહા ! કેટલું સમાડયું છે ?
2
ઓલો કહે કે મેં પંદર દિવસમાં સમયસાર વાંચી નાખ્યું બાપા ભાઈ, તારો પ્રભુ કોણ છે ? અરે, એને જાણવા માટે ભાઈ, આહાહા ! અરે ! અનંતકાળના પરિભ્રમણમાં કોઈ દિ ' આ સાચો પ્રયત્ન એણે કર્યો જ નથી. ઊંધે પ્રયત્ને એણે માન્યું કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, હેરાન થઈને ચારગતિમાં રખડે છે. આહાહા!
આંહી કહે છે, ભગવાન આત્મા જ્યારે સર્વજ્ઞપણે સ્થાપ્યો ને જ્યારે એને સર્વશ સ્વભાવીનું ભાન થયું, આહાહા ! ત્યારે તેણે સ્વ-જાણના૨ને તો જાણ્યો, પણ તે વખતે ૫૨ને જાણ્યું છે એ વખતે પણ, જાણનારની પર્યાયને જ એ જણાયો છે. ‘ જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે’ રાગની પર્યાય તરીકે છે માટે જાણે છે એમ નથી. આહાહા !!
આ તો પુસ્તક સામે છે, ક્યા શબ્દનો (શું ) અર્થ થાય છે? આહાહા !
ભગવાન ૫૨માત્મા, એની વાણી અને મુનિઓની વાણી બે( માં ) ફેર નથી. આહાહા ! મુનિઓ આડતિયા થઈને સર્વજ્ઞની વાણી કહે છે. ભાઈ ! તમે સાંભળી નથી. આહાહા ! તું કોણ છો ? અને તું કોણ જાણનારો છો ? કે હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. આહાહા ! એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે ‘ કર્મ ’, કર્મ એટલે કાર્ય અને ‘ કર્તા ’હું ( છું. ) ખરેખર તો, પર્યાય ‘કર્તા’ ને પર્યાય જ ‘કર્મ ’ છે. પણ, અહીં જ્ઞાયકભાવ કર્તા તરીકે સિદ્ધ કરીને, જ્ઞાનપર્યાય તેનું કાર્ય છે–એમ સિદ્ધ કર્યું છે. આહાહા ! ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું ‘ કાર્ય ' છે અને તે વખતનો પર્યાય જે છે તે જ એ પર્યાયનો ‘ કર્તા ’ છે. આહાહા !
,
આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે એ તો કર્તા કહેવું એ તો ઉપચારથી છે. આહાહા ! સમજાણું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com