________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૧૯ કલ્પનાએ વાતું કરી સૌએ. આહા!આનાં તો એક-એક શબ્દની પાછળ કેટલી ગંભીરતા છે ભાવમાં.
એ કહે છે કે ભલે અમે “જ્ઞાયક' કહીએ છીએ અને જ્ઞાયકને જાણ્યો અને અને “જાણનારે” પણ જાણ્યો હવે એને જાણનારો છે તો પરનો ય જાણનારો છે, એમ ભેગું આવ્યું, સ્વપરપ્રકાશક છે ને? તો, પરનો જાણનારો છે માટે પરને જાણે છે, એ પર છે તેને એ આકારે જ્ઞાન થયું (તો) જેવું પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો એટલી તો શેયકૃત અશુદ્ધતા આવી કે નહીં? એટલી શેયકૃત પ્રમેયકૃત પરાધીનતા આવી કે નહીં? કે “ના.”આહાહાહા ! એ તો રાગના જ્ઞાનકાળે, શરીરના જ્ઞાનકાળે તે જ્ઞાન-જ્ઞાયકપણાની પર્યાયપણે જ જણાયો છે, એ રાગની પર્યાય તરીકે ને રાગથી જ્ઞાન થયું છે, એમ જાણ્યું નથી. આહાહા! કો, સુરેન્દ્રજી! છે આવી વાતું? આહાહા ! અરે, પ્રભુ તને ખબર નથી ભાઈ, આહાહા ! તારું દ્રવ્ય અને તેની પર્યાય એનું સામર્થ્ય કેવું છે, આહાહા ! દેવીલાલજી! ક્યાં બેઠા ત્યાં, આવો અહીં આવો. સમજાણું કાંઈ ? આહાહા!
અમે તો કહે છે કે રાગ ને શરીરને જે કંઈ દેખાય તે કાળે તેને આકારે જ્ઞાન થયું, માટે એને કારણે થયું એમ નથી. અમારો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો પર્યાય મારો પોતાથી પોતામાં થયો છે અને અમે જાણીએ છીએ. આહાહાહા ! અરે, પ્રભુ એની વાણી તો જુઓ ! આહાહા ! એ સંતોની વાણી સાક્ષાત્ મળે અને એ આહા. હા ગજબ વાતું છે ને!! એ શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો જોયું? શેયાકાર અવસ્થામાં લાયકપણે એ જ્ઞાનની પર્યાયપણે એ જણાણો છે, જ્ઞાનની પર્યાય તરીકે એ જણાણો છે, પરની પર્યાય તરીકે જણાણો છે એમ નથી. આહાહા!
ભાઈ ! મારગ બહુ ઝીણો બાપુ અને જેના ફળ પણ અનંત સંસારનો અંત. આહાહા! અનંત સંસારનો અંત અને અંત વિનાની પર્યાય સાદિ અનંત પ્રગટે. આહાહા! બાપુ! એ મારગડા કોઈ અલૌકિક હોય છે. આહાહા ! એ શેયાકાર અવસ્થામાં, છે? એ શેય- રાગને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો છે, એ જ્ઞાયકની પર્યાયપણે એ જણાયો છે, રાગની પર્યાય તરીકે જણાયો છે એમ છે નહીં. આહાહાહા
છે ને સામે પુસ્તક છે? આહાહા! “શેયકૃત અશુદ્ધતા તેને નથી' એટલે? રાગને ને એ વખતે શરીરની ક્રિયા થાય, તે રીતે જ્ઞાન પોતે પરિણમે ને જાણે, છતાં એ શેયકૃતની અશુદ્ધતા પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી. આહાહા ! એ જ્ઞાનનું પરિણમન જે થયું તે જોયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, “એ જાણનારો જણાયો છે” એમાં જણાય એવી ચીજ જણાઈ નથી. જે જણાય છે એ ચીજ જણાઈ નથી. એ “જાણનારો જણાયો છે ત્યાં, આહાહાહા ! ગૂઢ વાતું છે ભાઈ. આહાહા! અલૌકિક ચેતનસ્વરૂપ જ અલૌકિક છે બાપુ. આહાહા !
એની એક સમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને, આહાહા! ગજબ કામ કર્યું છે ને? (સંસારથી) ઉપાડી લીધા છે, જેણે એને સ્થાપ્યા અનંતા સિદ્ધોને, એને સંસારથી ઉપાડી લીધા છે, આહાહા ! એને હોં? એકલા શ્રોતા તરીકે એમ નહીં. આહાહા!
જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યાં અને એને જ્ઞાનનું, શાયકનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગને જે શરીરને જાણે તેથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા ન થઈ, એ તો જ્ઞાયકની જ પર્યાય, તેને એ જાણે છે એ રાગને જાણવા કાળે રાગ આકારે જ્ઞાન થયું, એ રાગને કારણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com