________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બળવાયોગ્ય વસ્તુને આકારે થઈ માટે શેયને આકારે પરાધીન અગ્નિ થઈ –ઈ બળવા યોગ્યને આકારે થઈ પરાધીન એમ નથી. આહાહા! હજી તો આ દષ્ટાંત છે હોં? આત્મામાં તો પછી ઊતરશે. આહાહાહા ! અરે !
“દાહ્યના બળવાયોગ્ય પદાર્થના આકારે” એટલે? છાણું લાકડું કોલસા તેના આકારે અગ્નિ થવાથી દહન- બાળનાર કહેવાય છે. છે ને દહન એટલે બાળનાર. “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી' બળવા યોગ્ય પદાર્થનો જેવો આકાર અહીં થયો, માટે તેની અપેક્ષાથી ત્યાં આકાર થયો છે, એવી અશુદ્ધતા પરાધીનતા એને નથી. એ અગ્નિનો આકાર થયો છે એ પોતાથી થયો છે. એવે આકારે અગ્નિ પોતાથી થઈ છે. એ છાણું ને લાકડું ને કોલસો એ આકારે અગ્નિ થઈ માટે એ બળવાયોગ્યને આકારે થઈ, તો બળવાયોગ્ય અગ્નિને પરની પરાધીનતા છે એમ નથી. આહાહાહાહા ! છે?
‘બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી ” અગ્નિને “બાળનાર” કહેવાય છે” તો... બાળનાર” તો અવાજ એવો આવ્યો કે બળવાયોગ્ય છે તેને બાળે છે એટલે કે એને આકારે થઈ છે, એમ નથી. એ વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલી છે. આહાહા ! બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થઈ, એ અગ્નિ પોતાને આકારે સ્વયં પોતાથી થઈ છે. આહાહા ! સમજાણું કાંઈ?
હજી તો આ દષ્ટાંત છે. પછી, સિદ્ધાંત તો અંદર ઊતરશે.
તો આ દાહ્યકૃત બળવાયોગ્ય પદાર્થને આકારે થયેલી હોવાથી, અશુદ્ધતા અગ્નિને નથી. એ અશુદ્ધતા અગ્નિને, એને લઈને નથી. ઈ તો અગ્નિ પોતાને આકારે થયેલી છે, જે આકાર છે એ અગ્નિનો આકાર છે, બળવાયોગ્ય પદાર્થનો આકાર એ નથી. આહાહાહા ! “તેવી રીતે શેયાકાર થવાથી” જ્ઞાનસ્વરૂપી પ્રભુ, શેય જણાવા યોગ્ય, પદાર્થનો આકાર અહીં આવવાથી, એ જાણે કે શેયકૃત આકાર છે, એમ નથી! એ તો જ્ઞાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. આહાહા !
ફરીને... એકદમ સમજાય એવું નથી આ, આહાહા! જેમ બળવાયોગ્યને આકારે અગ્નિથવાથી, અગ્નિને બળવાયોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલે પરાધીનતા એને નથી. અગ્નિ પોતે જ એ આકાર થઈ છે. તેવી રીતે શેયાકાર જ્ઞાનમાં, શરીર વાણી, મન, મકાન, પૈસા આમ દેખાય. આકાર, એને આકારે આંહીં જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી થયું એવું જ્ઞાનના આકારને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં, પોતે તે રૂપે તે આકારે થયું છે. પરને જાણવા કાળે, પરચીજ જેવી છે તે આકારે જ્ઞાન થયું, પણ તે જ્ઞાન, જાણવાલાયક છે એને કારણે થયું છે, એમ નથી. એ જ્ઞાન જ પોતે તે આકારે (સ્વયં) પરિણમ્યું છે પોતાથી સ્વતંત્ર. આહાહા!
“શેયાકાર થવાથી” એટલે હવે શું એ જરી સૂક્ષ્મ લઈએ. જે રાગ થાય છે ને સમકિતીને જ્ઞાનીને પણ, રાગ થાય, તો રાગ જેવું શેયાકાર થાય રાગના જેવી આંહી જ્ઞાનની પર્યાય થાય, પણ એથી જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે, એમ નથી. આહાહા ! એ જ્ઞાનની પર્યાય તે આકારે પરિણમે એવી સ્વતંત્ર પોતાથી થઈ છે. આહાહા! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું છે એને હજી રાગ આવે, તો રાગ આકારે આંહી જ્ઞાન થાય, પર્યાયમાં જેવો રાગ છે, તેવું અહીં જ્ઞાન થાય પણ તેથી તે જ્ઞાન આકાર, રાગના આકારે થયું માટે પરાધીન છે, એમ નથી. એ જ્ઞાનાકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com