________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ થોડું પૂરણ કેવળજ્ઞાન નથી એથી એને રાગ આવે છે, તો એ રાગનું આંહી જ્ઞાન થાય છે. રાગ જેવો હોય મંદ રાગ તો મંદનું, તીવ્ર હોય તો તીવ્રનું-તો એ રાગ છે, તો રાગકૃત-રાગઆકારે જ્ઞાન થયું છે? કે જ્ઞાનની પોતાની જ્ઞાનકૃત, પોતાનો આકાર તે પ્રકારે થવાને કારણે થયું છે? આહાહા !
અરે, આવું બધું વાણિયાને ધંધા આડે સૂઝે ક્યાં. આહાહા ! વાણિયાને જૈન ધરમ મળ્યો. આહાહા ! મારગ ઝીણો ભાઈ. ઓહોહો ! ગજબ વાત કરે છે ને!!
પ્રભુ તને કહે છે કે આત્માનું જ્ઞાન થયું, પણ હવે એ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું પર્યાયમાં, શુદ્ધ છે એમ ભાસ્યું, પણ હવે એ પર્યાયમાં જે હજી રાગ થાય છે. અને તે પર્યાયનું જ્ઞાન હજી છે એમાં પરનું જ્ઞાન શરીરનું, સ્ત્રીનું, કુટુંબનું જેવા ભાવે (થાય ) એ રીતે આંહી જ્ઞાન થાય છે. તો ઈ ય છે એની અપેક્ષાથી તેવું જ્ઞાન થયું છે? કે એ જ્ઞાનનો પરપ્રકાશનો સ્વતઃસ્વભાવ હોવાથી, પરની અપેક્ષા વિના, પોતે જ્ઞાનકૃત, પરનું જાણવાનો ભાવ થયો એ જ્ઞાતાનું કાર્ય છે. આહાહા! સમજાણું કાંઈ..?
ફરીને. અહિંયા તો ( જ્ઞાયક) જણાણો એને હુવે પર જણાય છે એ શું એ વાત હાલે છે. ( સાધકની) આહાહા! જેને આત્માનું જ્ઞાન નથી, એની તો વાત છે જ નહીં. એ તો પરાધીન થઈને, મિથ્યાત્વમાં પડ્યા રખડી મરવાના છે. આહાહાહા ! જેને, એ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એ જિન સ્વરૂપી વસ્તુ એ જિનના પરિણામમાં જિનસ્વરૂપી જણાણો, શુદ્ધ પરિણામમાં શુદ્ધ વસ્તુ જણાણી એને શુદ્ધ કીધું.
હવે, આ બાજુમાં? આહાહા ! કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય, હજી જેવો રાગ થાય, દ્વેષ થાય તે પ્રકારે તે જ્ઞાન તેવું (જ) જાણે તેથી તે જ્ઞાન, તે શેયકૃતને કારણે અશુદ્ધ છે? એટલે પરાધીન છે? કે “ના”. એ જ્ઞાનનો તે વખતનો સ્વભાવ જ, અને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો સ્વભાવ સ્વતઃ છે, એ સ્વતઃપણે જ્ઞાન, રાગને જાણતું પરિણમે છે. આહાહા ! “તે શાયકનું જ્ઞાન છે, તે રાગનું જ્ઞાન નહીં” એમ કહે છે. આહાહા! અરેરે! આ ચીજ મળે નહીં જ્યાં હજી શું કરે? આહા! અરે, અનંતભવ થયાં, આહાહા ! જૈન સાધુ થયો, દિગંબર સાધુ અનંતવાર થયો પણ આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં, અને સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહીં.
- હવે, આંહી તો પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી. આહાહાહા! સમજાણું કાંઈ ?
સમજાય એટલું સમજવું પ્રભુ આ તો. ત્રણલોકના નાથની વાતું છે બાપા, જેને ઈંદ્રો ને ગણધરો સાંભળે, આહાહા ! એ વાત બાપુ કાંઈ સાધારણ વાત હશે? આહાહા!
જોયાકાર થવાથી તે ભાવને ” તે ભાવને એટલે જોયાકાર થયેલું જે જ્ઞાન, તે ભાવને “જ્ઞાયકપણું' પ્રસિદ્ધ છે- “જાણનારો છે એમ પ્રસિદ્ધ છે, પણ એ “જાણનારો છે એ શું?
તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી” રાગ જણાય છે ને તેવું આંહી જ્ઞાન થાય છે માટે રાગની અપેક્ષા રાખીને જ્ઞાન થયું છે અહીંયાં, એમ નથી. આહાહાહા !
વિશેષ કહેવાશે વખત થઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com