________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૧૩ રાગનું જ્ઞાન થઈને જ્ઞાનાકાર જ્ઞાન પોતે પોતાથી જ પરિણમ્યું છે. એ શેય- રાગને લઈને નહીં.
કોને આ પડી છે? આખી દુનિયા, આહાહાહા ! બાવીસ કલાક, ત્રેવીસ કલાક બાયડી છોકરાં ધંધા પાપ એકલાં પા૫ કલાક વખત મળે, સાંભળવા જાય, ત્યાં બધું ઊંધું મારે બધું એનો કલાક લૂંટી ત્યે તમને આમ ધરમ થાશે ને... તમને આમ થાશે.. તમને આનાથી થાશે ને આહાહા! અરે.. જિંદગીયું ચાલી જાય છે. પરમાત્માનો પોકાર છે પ્રભુ! તને તેં તારા સ્વભાવનો, સ્વીકાર કરીને શુદ્ધતા જાણી, હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી, થઈ, એ જ્ઞાન તેનામાં રાગાદિ હજી થાય છે એ રાગનું જ્ઞાન આહીં થાય છે. તેથી તે રાગ જેવો છે તેવું જ જ્ઞાન આંહી થાય, માટે શેયકૃત અશુદ્ધતા આંહી થઈ–જ્ઞાન એ આકારે થયું માટે શેયકૃત અશુદ્ધતા થઈ તેમ નથી.
એ જ્ઞાનનો સ્વભાવ જ; તે પ્રકારે રાગસંબંધીનું જ્ઞાન, પોતાનું, પોતાથી થયેલું છે એવી એની સ્વાધીનતા છે. આહાહા ! મારગ વીતરાગનો ઝીણો બાપુ! અરે, અત્યારે તો ક્યાંય મળતો નથી ભાઈ ! શું કહીએ? સાંભળવા મળતો નથી, કરે તો ક્યાં છે? આહાહાહા !
શું કહે છે? કે સમ્યગ્દષ્ટિને, પોતાની પર્યાયમાં શુદ્ધ ત્રિકાળ છે એવું જણાણું, એથી એને શુદ્ધ કહ્યું. હવે, આ બાજુમાં આ બાજુમાં જતાં શુદ્ધની પર્યાય પ્રગટી એમાં શુદ્ધ જણાણો, માટે એને શુદ્ધ કહ્યું. હવે, આ બાજુમાં રાગ આદિ જણાય છે હજી બાકી રાગ છે, એ રાગ જણાય છે. માટે તે “રાગનો જાણનારો છે તેમ જ્ઞાન છે?' તો કહે “ના.'
એ રાગસંબંધીનું જ્ઞાન, રાગ આકારે થયું એ જ્ઞાન, પોતાને આકારે થયું છે. એ રાગને કારણે થયું નથી, એનો સ્વપરપ્રકાશક સ્વભાવને કારણે એ પરપ્રકાશકપણે જ્ઞાન થયું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ? ભાષા સમજાય છે ને? આવો મારગ છે ભાઈ શું કરીએ? આહાહા !!
આંહી તો સમકિતીને જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું કે ત્રિકાળ શુદ્ધ છે. એવી પર્યાયમાં જ્ઞાન થયું, એથી એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે, એની પર્યાયમાં રાગ થાય છે અને એની પર્યાયમાં આ શરીર, મકાન આદિ જણાય છે. તો જ્ઞાન, તે જેવું શેય છે તે આકારે આંહી જ્ઞાન થાય છે, માટે તે જ્ઞાનની પર્યાય શેયને કારણે (થઈ ) એટલી પરાધીનતા છે? તો કહે, ના. એ શેયકૃત જ્ઞાન થયું નથી, એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ પરપ્રકાશનો તે પ્રકારનો છે તે રૂપે થયું છે. આહાહાહા ! ગહન વિષય છે બાપુ !!
અરેરે ! સત્યરૂપે હાથ ન આવે ત્યાં સુધી મરી જવાના છે બિચારાં ચોરાશીના અવતારમાં રખડી-રખડીને, સોથા નીકળી ગ્યા છે બાપુ! પ્રભુ તો કહે છે, કે તારા દુઃખનાં એક ક્ષણ-તારા એક ક્ષણનાં દુઃખ નર્કનાં પ્રભુ કરોડો ભવથી ને કરોડો જીભથી ન કહી શકાય. એવા દુઃખો તે એક ક્ષણમાં વેઠયાં છે. એવાં-એવાં તેત્રીસ સાગર ને એવાં અનંતકાળ, આહાહા ! ભાઈ એ મિથ્યાત્વને લઈને એ બધું છે બાપુ. આહાહા! તો સમ્યગ્દર્શન વિના, એ ચોરાશીના અવતારમાં મરી જઈશ બાપા, રખડીને ક્યાંય અંત નહિ આવે ભાઈ. આહાહા !!
એવું જે સમ્યગ્દર્શન, આહાહા! જેણે ત્રિકાળી શુદ્ધને પકડયો અને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા ને આનંદનો સ્વાદ આવ્યો અને “સ્વપ્રકાશક” પર્યાય જ્ઞાનની થઈ, હવે એને પણ હજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com