________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ગયો છે. આહાહા ! ભગવાન પૂર્ણાનંદ સિવાય, ૫૨ ચીજની કોઈપણ અધિકતા, વિશેષતા, અચિંત્યતા, ચમત્કા૨ છૂટી ગ્યો છે બધો, આહા ! અધિક હોય તો ય હું, શુદ્ધ હોય તો ય હું, ચમત્કારીક ચીજ હોય તો ય હું, પ્રભુ હોય તો ય હું. સમજાણું કાંઈ ? આહાહા !!
આવું છે, અરેરે ! જિંદગિયું જગતમાં મજૂરી કરીને હાલી જાય જગત. મજુરી બધી આ.. બાયડી, છોકરા ને ધંધા, મજુર મોટા રાગના છે. આહાહા ! અને કદાચિત્ શુભભાવમાં આવ્યો ને શુભ કરે, તો ય એ રાગની મજૂરી છે. મજૂર આહાહા ! શુભરાગ એ મજૂરી છે, એ તારી ચીજ નહીં પ્રભુ તારી ચીજમાં તો પર્યાયે ય નથી. એવી ચીજને પકડતાં જે પર્યાય થાય એ પર્યાય( ની ) શુદ્ધતામાં આ શુદ્ધ છે એમ જણાય. આહાહા !
એ દયા, દાનના વિકલ્પ ને વ્રતના ભાવથી એ જણાય એવો નથી. કા૨ણ કે એ તો રાગ છે. એ તો દુઃખ છે, રાગ છે. વ્રત તપ ભક્તિ પૂજા રાગ, દુઃખ છે એ તો. આહાહા ! અને ભગવાન તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. આહાહા ! એની સેવા એટલે એનો સત્કા૨, એનો આદર, એનું અધિકપણું બીજી બધી વસ્તુથી, એ અધિકપણું ભાસતાં જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય, એને આ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વાત છે ને ! આ પ્રભુનાં વચનો છે બાપુ બાકી બધાં થોથાં છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? કાંઈ એટલે ? સમજાય તો તો પ્રભુ અલૌકિક વાત છે. પણ સમજાણું કાંઈ ? એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે ? કઈ રીતથી કહેવાય છે એની ગંધ આવે છે ? એમ. આહાહા !!
અરેરે, એણે મૂળ વાત મૂકીને બીજે પકડીને બેઠો અનાદિથી. આહાહા ! મૂળ ભગવાન પડયો છે ત્યાં જાતો નથી, હૈં ? રાંકા પામર પુણ્યને પાપનાં ભાવ ભિખારા રાંકા છે, પામર છે, પામરને પકડીને બેઠો એક સમયની પર્યાય પણ પામ છે. આહા..હાહા ! સમ્યગ્દષ્ટિ જીવને પૂર્ણતાની પ્રાપ્તિ પર્યાયમાં જણાય છતાં એ પર્યાય, કેવળજ્ઞાનની પાસે પણ પામર છે. તો જ્યાં હજી પર્યાયમાં શું વસ્તુ છે એ જણાણી નથી ને ૫૨ને જાણીને (પર્યાયમાં) બેઠો છે ઈ તો ભિખારામાં ભિખારી પર્યાય છે રાંકા પર્યાય છે, રાંક પર્યાય છે. જેમાં ભગવાન આવ્યો નથી, જે પર્યાયમાં પામ૨ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, રાગ–પામ૨ જેમાં આવે છે, એ પર્યાય તો ભિખારા, આહાહા ! પામર છે.
આંહી તો આવી પર્યાયમાં, જેણે શુદ્ધ અન્ય દ્રવ્યની સેવાથી ભિન્ન પડી અને શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ એનો આદર થયો ને પર્યાયમાં એનો સત્કાર થયો, ત્યારે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શને આ શુદ્ધ છે એમ જાણ્યું. આહાહા ! એ સમ્યગ્દર્શન પણ કેવળજ્ઞાનની આગળ પામર છે અને ત્રિકાળી વસ્તુની પાસે પણ એ પામર છે. આહાહાહા !
નિત્ય પ્રભુ શુદ્ધ ચૈતન્ય ધાતુ, ચૈતન્ય ધાતુ ચૈતન્યપણું જ જેણે ધારી રાખ્યું છે, જેમાં પુણ્ય ને પાપ, દયા દાન, વ્રત વિકલ્પની ગંધ નથી. પર્યાય ચૌદગુણસ્થાનની જેમાં ગંધ નથી. આહાહા ! અરે તેરમું ગુણસ્થાન ‘સયોગી કેવળી ' એ પણ જેનાં–વસ્તુમાં નથી, કા૨ણ કે ઈ પર્યાય છે. આહાહા ! એવા ભગવાનને જેણે શોધ્યો, સાધ્યો અને શુદ્ધ છે તેમ પર્યાયમાં અનુભવ થયો, તેને એ, આત્મા શાયક ને શુદ્ધ છે, ભૂતાર્થ છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! આવી વાત છે બાપુ, અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. અત્યારે તો શ્રદ્ધાના નામના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com