________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
દ
૨૦૯
સ્વરૂપની સેવા કરનાર એટલે સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં શુદ્ધતા જે થાય, એ શુદ્ધતાએ દ્રવ્યને સેવી એટલે શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યો. એ શુદ્ધતાની પર્યાયે, શુદ્ધ દ્રવ્યનો સ્વીકા૨ કર્યો. એથી શુદ્ધની પર્યાયમાં શુદ્ધ જણાણું, એને શુદ્ધ કહેવામાં આવે છે. આહાહાહા ! ગંભીર ભાષા છે ભાઈ આ તો !!
=
આ તો ઓગણીસમી વાર વંચાય છે. સમયસાર પહેલેથી તે ઠેઠ ( છેલ્લે સુધી ) કોઈ વા૨ દોઢ વ૨સ, કોઈ વા૨ બે વ૨સ, કોઈ વા૨ અઢી વ૨સ, એમ અઢાર અઢાર વાર ચાલી ગયું છે. આ ઓગણીસમી વાર શરૂ થાય છે. આહાહાહા ! ગજબ વાત છે!
વીતરાગ ત્રણલોકના નાથ એની વાણી, એ સંતો આડતીયા થઈને જાહેરાત કરે છે. પ્રભુ તું કોણ છો ? એ તને ક્યારે ખબર પડે ? તું છો જ્ઞાયક જેમાં શુભાશુભ ભાવ છે જ નહીં, તેથી એમાં પર્યાયભેદ છે જ નહીં. પણ, એ ક્યારે તને ખબર પડે ? ‘ છે તો છે શુદ્ધ ’ .
તું જ્યારે ૫૨નાં લક્ષને છોડી દઈ અને દ્રવ્યને ધ્યેય બનાવ, દ્રવ્યને ધ્યેય બનાવીને જે પર્યાયમાં એનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી એ સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં આ શુદ્ધ છે એમ જણાય છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે કઠણ વાત છે બાપુ ! વીતરાગ મારગ મળ્યો નથી લોકોને બહારની પ્રવૃત્તિને એ રાગમાર્ગ સંસાર માર્ગ છે, એમાં પડયો છે, પચ્યો છે. અત્યારે તો પૂજા, ને ભક્તિ, વ્રત ને તપ, અપવાસ એ બધો રાગમાર્ગ છે, અન્ય માર્ગ છે, જૈનમાર્ગ એ નથી. આહાહાહાહા !
આંહી પ્રભુ એમ કહે છે, તારી પ્રભુતા કોણ છે એમ તેં પૂછ્યું ’તું અને એનું ‘સ્વરૂપ ’ જાણવું જોઈએ એમ તેં પૂછ્યું 'તું તો એનો ઉત્તર આ છે કે એ ચીજને ૫૨( દ્રવ્ય ) ઉ૫૨નું બિલકુલ લક્ષ, સંપૂર્ણ ૫૨દ્રવ્ય અને ભાવનું લક્ષ છોડી દઈ, પૂરણ જ્ઞાયકભાવ શુદ્ધભાવ ઉ૫૨ (લક્ષ ) જતાં જે પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય, તે જીવને એ શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું, એ અંતરના લક્ષને લઈને અંત૨ના આશ્રયને લઈને– અંતરનાં સત્કાર ને સ્વભાવના સન્માનને લઈને, ત્યારે તે જીવને આ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા ! આહાહા !! શું થાય ?
આ અનંતકાળ વયો ગયો એમને એમ, જૈનમાં અનંતવા૨ જન્મ્યો, અનંતવાર ભગવાનના સમવસ૨ણમાં પણ અનંતવાર ગયો. આહાહા ! પણ આંહી જે જાવું છે ત્યાં ન ગયો, અને એની રીત શું છે એની પણ ખબર ન પડી. આહાહા ! આ એક લીટીમાં આવો ભાવ ભર્યો છે ઈ તો પાર પડે એવું નથી બાપા. આહાહા !! એ ભગવાનની વાણી ને એનાં ભાવ, જે અંત૨માં ભાસે એટલું તો ભાષણમાં આવે નહીં, ભાસે એટલું ભાષણમાં નો આવે. આહાહાહા !સાક્ષાત્ આવી વાણી પડી છે જુઓને. આહાહા ! તે જ્ઞાયકભાવ, પુણ્ય-પાપપણે થયો નથી. એટલે પુણ્ય પાપનાં થનારાં, એનું કા૨ણ એવો જે શુભાશુભભાવ એ પણે પ્રભુ જ્ઞાયકભાવ તો થયો જ નથી. તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત એને લઈને પર્યાય તેમાં નથી. આહાહા !! ચૌદ ગુણસ્થાનના ભેદો પણ એમાં નથી.
એવો જે અભેદ ભગવાન શાયક શુદ્ધ, એકરૂપ પ્રભુ એ, કોને શુદ્ધ કહેવાય ? કોણ એને શુદ્ધ કહે કે જે શુદ્ધ ત૨ફનો સત્કાર શુદ્ધનો કરી અને ૫૨દ્રવ્યનો જેને આશ્રય અને સત્કાર છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com