________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તારી નજર ત્યાં ન હોય, પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. આહાહાહાહા ! અરેરે ! એ ક્યાં વાત છે? ક્યાં જાવું છે ને કોણ છે, એની ખબરું ન મળે ! આહાહા!
ભગવાન આત્મા ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ તું જેવડો મોટો પ્રભુ છો, એવડો તારી એક સમયની પર્યાયમાં, અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. કેમ કે, પર્યાયનો સ્વભાવ છે જ્ઞાનની (પર્યાય) સ્વપરપ્રકાશક તો ઈ પર્યાયમાં સ્વ પ્રકાશે તો છે પણ તારી નજર, ત્યાં નથી. આહાહાહા ! તારી નજર, કાં દયા કરી ને.. ભક્તિ કરી ને. વ્રત પાળ્યાં ને. પૂજાઓ કરી એવો જે રાગ, એના ઉપર તારી નજર છે. એ નજરને લઈને, રાગની આગળ જે જ્ઞાનપર્યાય છે રાગને જાણનારી, એ જ પર્યાય સ્વને જાણનારી છે, પણ તેમાં તારી નજર નહીં હોવાથી, તને રાગ ને પર્યાય જણાય છે, તે મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પણ, જેની દૃષ્ટિ પરદ્રવ્ય ને ભાવ ઉપરથી છૂટી જઈ, આહાહાહા! અને ભેદ પર્યાયના, પર્યાય એમાં નથી, એથી પર્યાયમાંથી લક્ષ છૂટી જઈ. આહાહા ! અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટી, એનો અર્થ અન્ય દ્રવ્યના ભાવના/ભાવથી લક્ષ છૂટયું, તો રાગથી પણ છૂટયું અને રાગથી છૂટયું ને પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આહાહાહાહા ! આવી વાત બાપુ. સમ્યગ્દર્શનની પહેલી ધર્મની ચીજ! એવી ચીજ છે બહુ (ઘણાં) લોકો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે તત્ત્વની દૃષ્ટિ કર્યા વિના. ઈ તો ચોરાશીના અવતાર કર્યા બાપા! ચોરાશીના અવતાર! એ કોઈ ત્યાં નથી તારું, ને તું ત્યાં નથી. ત્યાં જઈને અવતરશે. આહાહા!
તો, એકવાર જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે પ્રભુ એકલો અખંડ આનંદનો કંદ પૂર્ણાનંદ ચૈતન્યરસથી ભરેલો જિનસ્વરૂપ આત્મા છે. એ ત્રિકાળ જિન સ્વરૂપી પ્રભુ વીતરાગ છે. એને પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, રાગને જાણનારની પર્યાયે આમ લક્ષ છોડ્યું તો એનાથી પણ લક્ષ છૂટી ગ્યું. આહાહાહા ! અને એનું લક્ષ જ્યાં આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી. બહુ છઠ્ઠી ગાથા મુદ્દાની રકમ છે. આહાહા !
અન્ય દ્રવ્યોના સમસ્ત ” સમસ્ત લીધું ને? તેમાં તીર્થકરેય આવ્યા ને તીર્થકરની વાણી આવી–એના ઉપરથી પણ લક્ષ છોડી દે. આહા! “સમસ્ત અન્ય દ્રવ્ય” અને એના “ભાવ” આહાહાહા ! ભગવાનનો ભાવ તો કેવળજ્ઞાન, કર્મનો ભાવ પુણ્ય પાપનો રસ, એ બધાથી લક્ષ છોડી દે. આહાહા ! અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે સેવવામાં આવતાં, એને જુદો, રાગથી નિમિત્તથી જુદો, આત્મા જ્ઞાયક ભગવાન પૂર્ણ સ્વભાવથી ભરેલો જિનચંદ્ર વીતરાગી શીતળ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન એના ઉપર લક્ષ જતાં, એટલે કે એની પર્યાયમાં તેનું લક્ષ થતાં, એટલે કે એની પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થવું એ એની સેવા છે. આહાહા ! એ દ્રવ્યની સેવા. આહાહા ! કેટલું ભર્યું છે એમાં, હું ? આહાહા ! અરેરે ! જગત ક્યાં પડ્યું છે અને ક્યાં ચાલ્યું જાય છે અનાદિથી રખડતું, ચોરાશીના અવતાર કરી કરીને કાગડાનાં કૂતરાનાં નિગોદનાં ભવ કરી મિથ્યાત્વથી રખડી મર્યો છે, સાધુયે ચ્યો અનંતવાર દિગંબર સાધુ અનંતવાર થ્યો, પણ દૃષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે, આહાહા ! જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે, તેની ઉપાસના, એનો અર્થ કે એનો સ્વીકાર–એનો સત્કાર એટલે કે એનો આશ્રય.
“એ ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ કહેવાય છે. એ રાગ ને પર્યાયનું લક્ષ છોડી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com