________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાયકપણે જણાયો ” કીધું ને? જ્ઞાતઃ “જણાયો તે તો તે જ છે' “જાણનારો' છે માટે બીજું જણાયું એમાં એમ નથી. “જાણનાર” છે ને? ત્યારે “જાણનાર” તો બીજો જણાણો છે એમાં? (કહે છે કે, ના, (એમ નથી.) એ જણાય છે ઈ પોતે પોતાને પોતાની) પર્યાય જણાય છે. “જાણનારની પર્યાય જણાણી છે” આહાહા! રાગાદિ હોય, પણ રાગ સંબંધીનું જે જ્ઞાન છે ને ? એ જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે, એ રાગ છે માટે આંહી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે, એમ નથી. આહાહાહાહા !
“જણાયો તે પોતે જ છે' એમ કહે છે.
જણાયો” જે જ્ઞાનની પર્યાયમાં, એ “જાણનારો ”નો અવાજ આવે એટલે જાણે કે “બીજાને જાણું' ? ઈ એનું કાર્ય છે? ના. એને બીજાને જાણવાને કાળે, પોતાનો પર્યાય પોતાથી જણાણો છે– પોતાથી થયો છે, તેને તે જાણે છે. આહાહાહા ! શું કીધું?
(શ્રોતા બીજો નથી એમ કેમ કહ્યું?) બીજો એટલે રાગ નથી, રાગનું જ્ઞાન નથી એ રાગનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” એમાં આવશે, પણ કહે છે કે એ રાગ છે તો રાગનું આહીં જ્ઞાન થયું છે, એમ નથી. અને એ રાગને જાણે છે એમ નથી. એ તો રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાને થયું છે, તેને ઈ જાણે છે. આહાહા ! આવી વાત છે.
(શ્રોતા જ્ઞાયક ભી આત્મા ને શેય ભી આત્મા.) પર્યાય આંહી તો એની, પર્યાય લેવી છે અહીં તો, ઈ જણાણો જેમાં ઈ પર્યાય પોતાની છે એને જાણે છે. ૫રને જાણે છે, એમ નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અભ્યાસ નહીં ને “આ”, અનંતકાળની મૂળ ચીજનો. આહા!
“તે જ છે' એમ છે ને આહા! “બીજો નથી એટલે? એ રાગનું જ્ઞાન નથી. એ પરનું જાણનારે જાણ્યું, માટે એ જાણનારે પરને જાણ્યું, એ માટે પરને જાણવાનું જ્ઞાન છે એમ નથી. આહાહા!
શબ્દ-શબ્દ ગૂઢતા છે. આ તો સમયસાર છે. આહાહા ! એમાં કુંદકુંદાચાર્ય! (માંગલિક ) માં ત્રીજે નંબરે આવ્યું ને! મનન ભવાન વીરો, મંત્ર નૌતમો Tળી, મંત્ર ૐવવુંવાર્યો! આહાહા ! પહેલા ભગવાન, બીજા ગણધર, ત્રીજા કુંદકુંદાચાર્ય! નૈન ધર્મોડસ્તુ મંત્રમ્ આહાહા આકરી વાતો બહુ, પુરુષાર્થ ઘણો જોઈએ ભાઈ “વળી જે જ્ઞાયકપણે જણાયો” એમ આવ્યું ને? પર્યાય છે ઈ.
ટીકાઃ- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી”, પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી, “કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી અનાદિ છે અનાદિ સત્તારૂપ છે” એની સત્તા, પોતે પોતાથી જ હૈયાતિ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નથી, માટે ભગવાન આત્મા, જેને અમે શુદ્ધ કહેવા માગીએ છીએ, તે અનાદિ સત્તારૂપ છે; અનાદિ હોવારૂપ છે. આહાહા ! પર્યાય તો થાય ને જાય. વસ્તુ જે છે એ તો રાગથી પૃથક એ તો અનાદિ સત્તા છે. અનાદિથી “હોવાવાળી ચીજ છે, કેમ કે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે, (કે) ઈશ્વર કોઈ કર્તા છે આત્માનો, એમ નથી. આહાહા ! જે પોતે પોતાથી જ. કથંચિત્ પોતાથી ને કથંચિત્ પરથી તો અનેકાંત થાય ને? પોતે પોતાથી છે, પરથી નથી એનું નામ અનેકાંત છે. આહાહા ! પોતાની સત્તા પોતાથી છે ને પોતાની સત્તા પરથી નથી. આહાહાહા ! એવી અનાદિ સત્તારૂપ છે.
કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે'. કદી વિનાશ પામતો નથી. છે” ...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com