________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૬
૨૦૧
પ્રમત્ત નથી. એમ ( ગાથા ) માં પહેલાં અપ્રમત્ત લીધું છે ને ? આહાહા ! અપ્રમત્ત પણ નથી. સાતમા ( ગુણસ્થાનથી ) ચૌદ સુધી અપ્રમત્ત, એકથી છ (ગુણસ્થાન ) પ્રમત્ત, ચૌદ ગુણસ્થાન. પહેલાં અપ્રમત્તથી ઉપાડયું છે. કેમ કે જ્ઞાયકભાવ એકરૂપ વસ્તુ છે. એ શુભ અશુભ ભાવરૂપે થઈ નથી. તેથી તે અપ્રમત્ત પ્રમત્ત એવાં ગુણસ્થાન ભેદો, શાયકભાવમાં નથી. આહાહાહા ! એટલે ? ચૈતન્યનો એકરૂપ ૨સ જાણક્ સ્વભાવનો એકરૂપ ૨સ, એમાં બીજારૂપે (અર્થાત્ ) શુભાશુભભાવપણે એ થયો જ નથી. આહાહા ! એ તો જ્ઞાયકરૂપ-એકરૂપ ૨સે રહ્યો છે.
(શ્રોતાઃ આમાં કાંઈ સમજાતું નથી. ) કાંઈ સમજાતું નથી ? એ તો ચૈતન્યસ્વભાવના રસે જ રહેલો છે. એમાં અચેતનનો અંશ અડયો નથી. અચેતનના શુભાશુભ ભાવપણે, ચૈતન્ય૨સ, જ્ઞાયકરસ, જ્ઞાયક અસ્તિત્વ ૨સ જેની હૈયાતિ જ્ઞાયક સ્વભાવરૂપ છે. તે... શુભાશુભ ભાવપણે થયો નથી, એનાથી પૃથક છે, તે શાયકભાવે રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગૂ પડતા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
(શ્રોતાઃ અપ્રમત્ત એટલે શુદ્ધ પરિણામ ?) હા, શુદ્ધ નહીં માત્ર, અશુદ્ધ (પણ ) ભેદ છે ને ? ચૌદમું ગુણસ્થાનેય નથી આત્મામાં. તેરમું કેવળજ્ઞાન પણ નથી, ભેદ છે ને ! દરેકમાં ઉદયભાવ છે ને ! એવા ભેદો છે. એ શુભાશુભભાવપણે થયેલ નથી, તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી, તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. આહાહાહા !
(શ્રોતાઃ ગુણસ્થાન પુદ્ગલની પર્યાય છે.) એને તો અચેતન પર્યાય કીધી છે. છેલ્લે ગાથા-૬૮ ગાથાને ૩૮ ગાથામાં. આહાહા!
,
અલૌકિક છે ભઈ આ તો વાત !! અનંતકાળમાં એણે, અંત ભવનો આવે એવી વાત જાણી નથી. આહાહા ! ભવના અંતવાળી ચીજ છે કહે છે. ભવ ને ભવનો ભાવ જેમાં નથી, આહાહાહા ! કેમકે શુભ-અશુભપણે જ્ઞાન૨સ ચૈતન્યધામ ચૈતન્યસકંદપ્રભુ અનાદિ અનંત એકરૂપ. આહાહા ! એ કોઈ દિ ' શુભાશુભપણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાન ભેદ એમાં નથી. આહાહા ! ‘ જ્ઞાયકભાવ એકરૂપ છે, એમાં ભેદ નથી ' ગુણસ્થાનના ભેદો એમાં છે નહીં. આહાહાહા ! એ દૃષ્ટિનો વિષય છે. એ જ્ઞાયકને અહીંયાં ભૂતાર્થ કીધો છે. છતો પદાર્થ વસ્તુ એકરૂપ નિત્ય આનંદ જ્ઞાયકભાવ- જ્ઞાયકભાવ- શાયકભાવ, ધ્રુવપ્રવાહ, ચૈતન્યના પૂરનો ધ્રુવપ્રવાહ. પાણીમાં પૂર આમ હાલે, આ પૂર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ. આહાહાહા ! એ શાયકપણે જણાયો પછી તેને શુદ્ધ કહે છે.
"
,
વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે ' એટલે ? જાણનારો જણાણો... એ જાણવાની પર્યાય પોતાની છે. જાણવાની જે વસ્તુ છે એ જણાણી, પણ એ જણાણી-પર્યાય એ તો પોતાની છે. એ પર્યાય પોતાનું કાર્ય છે અને આત્મા એનો કર્તા છે. આહાહા ! જાણનારો. એવો ધ્વનિ છે ને ? એટલે જાણનારો એટલે જાણે ૫૨ને જાણે છે ? જાણનાર કીધો ને ? જાણના૨ છે, તો તે ૫૨ને જાણે છે ? તો કહે... ‘ ના ’ એ તો ૫૨સંબંધીનું જ્ઞાન પોતાથી, પોતામાં સ્વપર-પ્રકાશક થાય છે, તે પર્યાય જ્ઞાયકની છે. એ જ્ઞાયકપણે રહેલો છે. એ જ્ઞાયકનો જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે. જણાવા યોગ્ય વસ્તુ છે એનું ઈ જાણવાનું કાર્ય નથી અને જણાવા યોગ્ય વસ્તુ છે ઈ જાણના૨નું કાર્ય નથી. આહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com