________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૬
૨૦૩
ઈ છે જ
,
અનાદિ સત્તા વસ્તુ છે, છે, છે, છે, ભૂતકાળમાં છે, વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે. છે બસ. આહાહા ! ‘ છે’ અનાદિ સત્તા હોવાવાળી ચીજ, કદી વિનાશ પામતી નથી કોઈ કાળે વિનાશ પામતી નથી. ‘ કદી ’ શબ્દ છે ને ? આહાહા ! માટે તે અનંત છે. ભવિષ્યમાં કાયમ રહેનાર છે, માટે અનંત છે એમ. આહાહા ! જેનો અંત નથી કદી, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એવી અનાદિ અનંત એ વસ્તુ છે. આહાહાહાહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે ભાઈ આકરા છે, આહાહા !
‘નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ' પાછો વર્તમાન કાયમ રહેનારો હોવાથી. ‘ ક્ષણિક નથી ’ છે ને ? ક્ષણિક હોય કોઈ ચીજ એમ નથી. નિત્ય ઉદ્યોતરૂપ છે કાયમ એમ ને એમ વર્તમાનમાં પણ કાયમ, એવો ને એવો ધ્રુવ અનાદિ-અનંત સત્તાસ્વરૂપ વસ્તુ કાયમ ઉદ્યોતરૂપ છે. વર્તમાનમાં પણ ઉધોતરૂપ કાયમ છે. આહાહા! ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં અંત છે નહીં, વર્તમાનમાં ઉદ્યોતરૂપ પ્રગટ છે. આહાહા ! શુદ્ધ વસ્તુ, રાગથી ભિન્ન-સ્વભાવથી અભિન્ન, એવી ચીજ ( આત્મા ) વર્તમાનમાં પ્રગટરૂપ હોવાથી ક્ષણિક નથી, એ ક્ષણિક વસ્તુ નથી, એ તો ધ્રુવ છે. આહાહા ! એક એક શબ્દ ને એક એક પદ બરાબર સમજે તો, બધા ન્યાય આવી જાય ઘણાં.. આહાહા!
6
"
અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક ' આહાહા ! કેવો છે ? એ તો સ્પષ્ટ, પ્રગટ, પ્રત્યક્ષ પ્રકાશમાન પ્રત્યક્ષ-પ્રકાશમાન ( છે ) આહાહા ! વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે. આહાહા ! સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ ચૈતન્ય જ્યોતિ ચેતન્ય જ્યોતિ, ચેતન ચેતન ચેતન ચેતન ચેતન ચેતન-પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. આહાહા ! એવો જે શાયક ‘ એક ભાવ છે. ’ જોયું ? જ્ઞાયક એવો એક ભાવ છે. આહાહા !
‘તે સંસારની અવસ્થામાં ' હવે, અવસ્થાની વાત કરે છે. વસ્તુ તો આવી જ છે, અનાદિ સત્તા શુદ્ધરૂપે અનાદિ જ્ઞાયકભાવ જે અનાદિ અનંત, નિત્ય, સ્પષ્ટ, વર્તમાન ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ ચીજ છે. આહાહા ! હવે એની અવસ્થામાં અનાદિની જે ભૂલ છે પર્યાયની, એની વાત કરે છે.
,
જે સંસારની દશામાં અનાદિ બંધપર્યાયની કથનથી અપેક્ષાથી (નિરૂપણાથી ) બંધની અવસ્થાની અપેક્ષાથી જોઈએ તો ? ‘ ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં ’ દૂધ ને પાણી એકરૂપ દેખાય છતાં, દૂધ દૂધરૂપે છે પાણી પાણીરૂપે છે. ‘ એમ ક્ષીર ની૨ની જેમ ’ ક્ષી૨ એટલે દૂધ અને નીર નામ પાણી. જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં આત્મા દૂધ સમાન છે ને કર્મપુદ્ગલો પાણી સમાન છે, પાણી પાણીરૂપે છે ને દૂધ દૂધરૂપે છે. પાણીના પાણી ને દૂધના દૂધ. નથી કહેતા ? આહાહા ! આ દૂધમાં પાણી નાખીને આપે છે ને ? દગો કરીને પછી બોલે ય ખરા કે ‘ દૂધના દૂધ ને પાણીના પાણી ' રહેશે. દૂધમાં પાણી નાખીને આપે છે, તો પૈસા અનર્થના નહીં રહે. આહાહા!
.
એમ પાણી ને દૂધ ભિન્ન છે, એમ ભગવાન આત્મા ને કર્મપુદ્ગલો ભિન્ન છે, સાથે એકરૂપ હોવા છતાં, છે એકરૂપ સાથે. પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો ’ ઓલી પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આમ એક દેખાય છે, પણ વસ્તુના સ્વભાવથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com