________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૧ એમનાથી પ્રસાદરૂપે પ્રસાદી અમને આપી એણે. આહાહા! “શુદ્ધાત્મતત્ત્વનો અનૂગ્રહપૂર્વક ઉપદેશ” આહાહાહા ! અમે પાત્ર હુતા માટે અમને આપ્યું એમ ન કહેતાં, આહાહા ! તેમના પ્રસાદ, તેમની મહેરબાની થઈ, આહા! એમની મહેરબાનીથી અપાયેલા, શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, આહાહા ! કૃપાપૂર્વક ઉપદેશ, મહેરબાનીથી કૃપા કરીને અમારા ગુરુએ અમને આ ઉપદેશ આપ્યો છે. આહાહા! જુઓ, સંતોની સંત પ્રત્યેની વિનય ભક્તિ. આહાહા ! તેમનાથી પ્રસાદરૂપે અપાયેલા, આહાહા! મહેરબાનીથી દીધેલું, શું? શુદ્ધાત્મતત્ત્વનો બસ એક જ આત્માનો ઉપદેશ આપ્યો તમને? છ દ્રવ્ય એના ગુણપર્યાયો એ બધુ કાંઈ નહિં? એ ઉપદેશ આને (અનુભૂતિ) માટે જ છે. બીજો બધો ઉપદેશ પણ શુદ્ધાત્માને માટે જ છે આહાહા ! બીજાના જાણવામાં રોકાવું એ માટે નથી. આહાહાહાહા ! બે ભાષા, તેમની મહેરબાનીથી દીધેલું. આહાહાહા ! ગુરુએ મહેરબાની કરી અને શુદ્ધાત્મતત્ત્વનો કૃપાપૂર્વક ઉપદેશ અનુગ્રહ. આહાહાહા! “તેમનાથી જેનો જન્મ છે” આ નિમિત્તથી પણ વાત છે આ.
અમારા આત્માના આનંદનો વૈભવ એમાં અમારા આવા જે ગુરુ ઠેઠથી, એ અમને વાણીમાં નિમિત્ત હતા, એની વાણી અહીં નિમિત્ત (હતી). એમણે મહેરબાની કરી, કૃપા કરીને ઉપદેશ આપ્યો, આહાહા ! તે શુદ્ધાત્મતત્વનો ઉપદેશ આપ્યો, કારણ કે બધું કહી કહીને લાખ કરોડ વાત હોય, તો સ્વનો આશ્રય કરવો છે એ એક વાત છે. હું! ગમે તેવી કથા હો ગમે તે અનુયોગ હો, સ્વનો આશ્રય કરવો, તો સ્વના આશ્રયની જ વાત અમને કહી. આહાહા ! જુઓ, આ વીતરાગ કથા, વીતરાગ જિનેશ્વરદેવ એની આ વાણી (ને) સંતો એ વાણી કહે છે. આહા! અમારા આનંદનો અનુભવ એવો અમારો વૈભવ પર્યાયનો, વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન, વીતરાગી આનંદ, આહાહા ! અને જેટલા ગુણો છે એ બધા વ્યક્તપણે અમારી જે ભૂમિકા છે તે પ્રમાણે વ્યક્તનો અંશ તો ચોથેય પણ છે, પણ અમારી ભૂમિકામાં જેટલું વ્યક્તપણે વિશેષ છે, આહાહા ! એમાં અમારા ગુરુનો શુદ્ધાત્મતત્વનો ઉપદેશ નિમિત્ત હતું. આહાહા!
હવે એ પોતાની ઉપર લે છે.
વળી, તે કેવો છે વૈભવ? “નિરંતર ઝરતો,”આહાહા! શું? આનંદ ! અંતરમાંથી નિરંતર ઝરતો, ડુંગરમાંથી જેમ પાણી ઝરે, એમ ભગવાન આત્મામાંથી નિરંતર ઝરતો, “આસ્વાદમાં આવતો,” વેદનમાં આવતો, આહાહા ! “સુંદર જે આનંદ,” સુંદર આનંદ, અતીન્દ્રિય આનંદ, આહાહા !નિરંતર ઝરતો, કાયમ આવતો, એક તો વાત ઈ, કાયમ અતીન્દ્રિય આનંદ આવતો કોઈ વખતે આવ્યો ને કોઈ વખતે (નહિં,) એમ નહિં. આહાહા ! જેટલો આનંદ ને જેટલું સુખ, જે અતીન્દ્રિય જ્ઞાન અને અંતર પ્રતીતિ એટલે સમ્યગ્દર્શનની નિર્મળ દશા જે પ્રગટી છે એ નિરંતર, નિરંતર વર્તે છે. આહાહાહા ! પ્રભુ તમે છદ્મસ્થ છો ને? પંચમ આરાના સાધુ ને આવી વાત જાણી ગયા? આહાહા !નિરંતર, અંતર વિના આનંદ અતીન્દ્રિય આનંદ ઝરતો, આસ્વાદમાં આવતો, તે અમારા વેદનમાં આવતો, આહાહાહા! સુંદર જે આનંદ, આનંદને પણ ઉપમા આપી સુંદર. જગતના વિષયાનંદમાં આનંદ આવે એ તો દુઃખરૂપ આહાહાહા ! “સુંદર', લાલચંદભાઈ ઘણી વાર બોલે છે. આ સુંદર શબ્દ, સુંદર વાત છે, આ સુંદર આવી, એમ કહેતા.
સુંદર જે આનંદ તેની મહોર છાપ છે” આહાહા! ભગવાનની વાણીમાં જેમ “સાત”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com