________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મહોર છાપ છે એમ અમારા અનુભવમાં અતીન્દ્રિય આનંદની મહોર છાપ છે. આહાહા ! એકલું ચારિત્ર જ પ્રગટયું છે ને એકલું જ્ઞાન જ પ્રગટયું છે, વીર્યથી જ્ઞાનની રચના એકલી થઈ છે, એટલું જ નથી, એની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ એની મહોર છાપ છે, કહે છે. આહાહા ! એમાં જ્ઞાનનો આટલો ઉઘાડ હોય તો એ મહોર છાપ છે, એમ નહિં. તેમ ક્ષાયિક સમકિત હોય તો જ આ મહોર છાપ છે ને ક્ષયોપશમ હોય તો મહોર છાપ આ નથી એમ નહિં, આહાહા ! ક્ષયોપશમ સમકિત ને ક્ષાયિક સમકિત. આહાહા !
સુંદર આનંદની છાપ મહોર છાપ છે. આહાહા ! જેમ ટપાલમાં છાપે છે ને મહોર છાપ પછી હાલે છે ને આમ કાગળ લઈ જાય છે, એમ આ અમારા આનંદનો અનુભવમાં મહોર છાપ છે. મુદ્રા એ છે. આહાહા ! અમારા મુનિપણાની આનંદમાં મહોર છાપ આનંદની છે. પંચમહાવ્રતના વિકલ્પ છે, એ એની છાપ છે, નગ્નપણું એ એની છાપ છે, એમ નથી. અઠયાવીસ મૂળ ગુણ પાળીએ એ એની મહોર છાપ છે, એમ નથી.) આહાહા ! હવે આવી વાત થાય ત્યારે કહે એય એકાંત કરે છે, એકાંત કરે છે. પંચ મહાવ્રતને પાળતા પાળતા શુભથી થશે એમ કહેતા નથી, કહે છે, આ તો પાંચમા આરાના મુનિ એમ કહે છે. આહાહા! કાળ લાગૂ પડતો જ નથી એને, અનુભવને એમ કહે છે. અરિહંતનો કાળ હતો અને જે એની દશા હતી, અંતર્મગ્ર એવી જ અમારી અંતર્મગ્નતા છે, આહાહાહા ! પંચમ આરો હોય છતાં. આહાહા ! કાળ છે માટે કંઈ ઓછપ દશા થઈ ગઈ છે એમ નથી, એમ કહે છે. આહાહા !
સુંદર જે આનંદ, તેની મુદ્રા, છે ને? અનવરત સુંદર આનંદ મુદ્રિત, આહાહા! તે પણ પ્રચુર સ્વ સંવેદનરૂપ. આહાહા! “પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન” આહાહાહા ! મુનિ છે ને ! પ્રચુર નામ ઘણો જ સંવેદનસ્વરૂપ પોતાના સ્વને વેદન મળે એવું પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, એનાથી એનો જન્મ છે. આ ઉપાદાન લીધું, ઓલી નિમિત્તથી વાત કરી હતી. આહાહા! નિમિત્ત હો (પણ) એનાથી થાય એમ નહિ, પણ આવું નિમિત્ત હોય, ગતિ કરતા પદાર્થને) ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય બીજું નિમિત્ત ન હોય છતાં નિમિત્ત, એને ગતિ કરાવતું નથી. આહાહા એમ આ અનુભવમાં નિજવૈભવમાં નિમિત્ત હોય તો વીતરાગની વાણી જ, અમારા ગુરુપર્યત કહેનારા સાધુઓની, ઉપદેશ કીધોને? શુદ્ધાત્માનો ઉપદેશ, અનુગ્રહપૂર્વક ઉપદેશ કીધોને? અમને ઉપદેશ મળ્યો છે એ. આહાહા ! એનાથી અમારો જન્મ, એ નિમિત્ત આવું જ હોય એમ કહે છે. આહાહા ! છતાં નિમિત્તથી ત્યાં થતું નથી, ભાષા તો એમ છે, તેનાથી જેનો જન્મ છે. હેં? તેનાથી જેનો જન્મ છે, આવા નિમિત્તથી જેની ઉત્પત્તિ છે, એનો અર્થ કે ઉત્પત્તિ કાળમાં આવું નિમિત્ત હોય એમ. આહાહા!
વાણીથી, નિમિત્તથી થાય તો તો બધા વાણી સાંભળે છે. તો નિમિત્ત ક્યાં છે? આહાહા ! અહીં તો છાપવાળુ પ્રચુરસંવેદનસ્વરૂપ ઘણો જ આત્માના આનંદ સ્વરૂપ પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, આહાહા ! એક પાંચમી ગાથા, એક (આ) બરોબર સાંભળે અને વિચારેને ઝઘડા નીકળી જાય બધા, એવા ભાગ્ય ક્યાંથી બાપા! આહાહા ! અરે એ આત્માય સુખી થવા તો માગે છે ને ? આહાહા ! પણ સુખી કેમ થવાય એની ખબરું નથી, એટલે કેમ થાય? અરેરે! કોઈ દુઃખી થવા માગે છે? પણ ખબરું નથી. આહાહા ! પાંચમા આરાના મુનિ આવા હોય? કે ચોથો આરો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com