________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૩ કે પાંચમો આરો મુનિ આવા જ હોય. આહાહા!
પુલાકનો દાખલો આપે છે, જો એ આવા દોષવાળા હોય તો પણ મુનિ છે. પણ એ દોષ છે એ મુનિપણું નથી, મુનિપણું તો આ છે. આહાહા ! પુલાક-બકુશ છે એને પણ મુનિપણું તો આ છે. સમજાણું કાંઈ? આહાહા !
સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે. અમારા આનંદના પ્રચુરવેદનથી અમારા વૈભવનો જન્મ છે, એ ઉપાદાન લીધું. આહાહા!તેનાથી, તેનાથી આવ્યું-ને બધામાં નિમિત્તમાંય તેનાથી આવ્યું'તું. ઉપાદાનમાંય તેનાથી આવ્યું છે. વ્યવહાર નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવ્યું આ જ ચીજ નિમિત્ત હોય, ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય જ નિમિત્ત હોય, લાખ કરોડ અન્ય દ્રવ્ય બીજા ભલે હોય અનંત પરમાણુ હો, પણ એ કાંઈ ગતિમાં નિમિત્ત નથી, એટલે સિદ્ધ કરવા નિમિત્ત, પણ નિમિત્તથી ગતિ કરે છે એમ સિદ્ધ નથી કરવું કાંઈ. આહાહા ! પણ અમારા નિજ વૈભવમાં આવા જ નિમિત્ત હોય. એ નિમિત્તથી અહીંયા થાય છે એમ નહિ. આહાહા ! થાય છે તો અમારા અનુભવની સુંદર છાપના વેદનથી જેનો જન્મ થયો છે. છે ને? આહાહાહા!
એમ, જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે. આ જ્ઞાનનો વૈભવ કહેવાય. આહાહા ! એની શ્રદ્ધા, એનો આનંદ, એની વીર્યની ફુરણા, સ્વરૂપની રચના એ બધો જ્ઞાનનો વૈભવ છે, આત્માનો વૈભવ છે. આહાહા ! તે સમસ્ત વૈભવથી જોયું ? જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ તે, તે સમસ્ત વૈભવથી આહાહા!ન્યાંય સમસ્ત મૂક્યું “દર્શાવું છું.” સમસ્ત વૈભવથી હું દર્શાવું છું. આહાહા ! ત્યાં સુધી તો હજી સામાન્ય વાત કરી-દેખાડું છું, હવે કહે છે “દેખાડીશ તો.”
એ કહેવાશે વિશેષ વાત. પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૦ ગાથા – ૫ તા. ૨૯-૬-૭૮ ગુરુવાર જેઠ વદ-૯ સં.૨૫૦૪
સમયસાર ગાથા પાંચ. બદ્ધ વ્યવસાય એટલે કર્યો, બદ્ધ એટલે કર્યો છે સંસ્કૃતમાં બદ્ધ છે. બદ્ધ વ્યવસાય-આચાર્ય શું કહે છે કુંદકુંદાચાર્ય કે હું આ સમયસારને મારા નિજ વૈભવથી કહીશ. નિજ વૈભવ એટલે આત્માના અતીન્દ્રિય આનંદનો પ્રચુર સ્વભાવનું વેદન, એ નિજ વૈભવ. આત્માનું પ્રચુર સ્વ-સંવેદન અતીન્દ્રિય આનંદનું એ નિજ વૈભવ. એ નિજ વૈભવથી હું કહીશ સમયસાર એમ કહે છે. એ નિજ વૈભવ ઉત્પન્ન કેમ થયો? ત્રણ નિમિત્ત અને ચોથું ઉપાદાન મારું- એક તો સર્વજ્ઞની વાણી પરમાગમ એની ઉપાસનાથી મારાં નિજ વૈભવનો ઉદ્દભવ, પ્રગટ થયો છે, નિમિત્ત અરિહંત- સર્વજ્ઞની વાણી એ સિવાય બીજાં કોઈ નિમિત્ત હોઈ શકે નહિ, એ નિમિત્ત છે ને એમાં મારો નિજ વૈભવ આનંદ પ્રગટયો છે. અન્યમતનું એકાંતનું નિરાકરણ કરવા અતિ નિખુષ યુક્તિથી નિર્ણય કરીને મારો નિજ વૈભવ પ્રગટયો છે. સમજાણું કાંઈ ? ત્રી-અરિહંત સર્વજ્ઞ પરમાત્મા એ નિર્મળ વિજ્ઞાનઘનમાં નિમગ્ન અંતર્નિમગ્ન હતા. ત્યારથી તે અમારા ગુરુ પર્યત નિર્મળ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન હતા. આહાહા ! એ સંતોએ અમને મહેરબાની કરી, કૃપા કરી પ્રસાદીરૂપ શુદ્ધાત્મ તત્ત્વનો ઉપદેશ આપ્યો. આ તો આવી ગયું છે પરમ દિ'. આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com