________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧
તો, એનું સેવન અને અનુભવમાં નિમિત્ત એ થાય એમ છે નહીં. આહાહા ! એ આ આગમ, સર્વજ્ઞે કહેલી વાણી એને ગણધરે ગૂંથી હોય, એ વાણી આગમ. આહાહા !
એ આગમનું સેવન, એક વાત. યુક્તિનું અવલંબન, અન્ય મતિઓ જેટલાં એકાંતવાદીઓ છે એનું નિસ્તુષ યુક્તિથી એનું અમે ખંડન કર્યું છે, નિરાક૨ણ કરીને અમને અનુભવ થયો છે. આહાહાહા ! જેટલાં ૩૬૩ પાખંડ છે એ બધાનું યુક્તિથી અમે નિરાકરણ કર્યું છે કે એ વસ્તુ ખોટી છે. આહાહાહા ! ઝીણી વાત બહુ, એવો વખત. આહાહા ! બે વાત.
‘૫રા૫૨ ગુરુનો ઉપદેશ ’ આહાહા ! અરિહંતથી માંડીને અમારા ગુરુ એની પરંપરાથી મળેલો ઉપદેશ. આહાહા ! અને ચોથું સ્વ સંવેદન આ ત્રણ નિમિત્ત અને ચોથું આ સ્વ-સંવેદન ઉપાદાન.
આહાહા!
“ એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી, ” મારા જ્ઞાનના નિજના વૈભવથી એકત્વ વિભક્ત; એકત્વ-વિભક્ત કહેવું છે ને ? અંતર પૂરણ અતીન્દ્રિય આનંદ જ્ઞાનથી એકત્વ છે અને રાગાદિ વિકલ્પથી પૃથક છે, છે ખરો રાગાદિ, પણ છે પૃથક. આહાહા ! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઊઠે, એ રાગથી પણ પૃથક આત્મા છે. આહાહા ! સમજાણું કાંઈ ? “ સ્વસંવેદન... એ ચાર પ્રકારે (ઉત્પન્ન થયેલ પોતાના ) જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત એવો શુદ્ધ આત્મા એનું સ્વરૂપ દેખાડે છે. ” આહાહાહા ! ગમે તે પ્રકારનો શુભ રાગ હો પણ એનાથી તો પ્રભુ આત્મ તત્ત્વ ભિન્ન છે, કેમ કે એ રાગ છે એ તો આસવ-તત્ત્વમાં જાય છે, અને આત્મા છે એ તો શાયક તત્ત્વ છે, બે તત્ત્વ તના, નવ તત્ત્વમાં જુદા છે. આહાહાહા!
'
એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. આહાહા ! અને “ સાંભળનારા ” à શ્રોતાઓ ! આહાહા ! “ પોતાના સ્વ સંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો.” આહાહા ! એમાં એકલાં મુનિને કાંઈ નથી કહ્યું, જે શ્રોતાઓ છે. આહાહા ! બાપુ ! ક૨વા જેવું તો આ છે. જે કાંઈ કર્તવ્ય છે મોક્ષના માર્ગનું એ તો રાગથી ભિન્ન ને સ્વભાવથી અભિન્ન તે કર્તવ્ય છે. આહાહાહા ! સાંભળનારા હે શ્રોતાઓ પોતાના સ્વ-સંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો ! પોતાની જાતના અનુભવમાં પ્રત્યક્ષ. સ્વનો ને સં ( એટલે ) પ્રત્યક્ષ એનું વેદનથી પ્રમાણ કરો. આહાહા ! એટલે કે અનુભવ કરો. આહાહા ! પ્રથમ તો આ કરવાનું છે, પછી આગળ શાંતિ વધે સ્વના આશ્રયે, વિકલ્પો આવે વ્રતના, પંચમ ગુણસ્થાને, છઠ્ઠ ગુણસ્થાને પણ એ વિકલ્પો બધા આસ્રવ છે. આહાહા !
ક૨વાનું તો આ છે. એ વખતે પણ વિભક્તપણું છે એ તારે કરવાનું છે, વ્રતો આવે છઠ્ઠ ગુણસ્થાને પંચમહાવ્રત આદિ, પાંચમે બાર વ્રત પણ એ વખતે પણ એનાથી વિભક્ત ક૨વાનું છે. આહાહા ! એના એકત્વથી, એનાથી વિભક્ત થવાય એમ નહીં. શુભરાગના એકત્વથી એનાથી ભિન્ન પડાય એમ નહિં. એનાથી ભિન્ન પાડ તો ભિન્ન પડે. આહાહા ! સમજાણું કાંઈ ?
પોતાના સ્વસંવેદન (થી ) ‘ સ્વ ’ નામ પોતાનું વેદન ‘સં ’ નામ પ્રત્યક્ષથી પ્રમાણ કો
''
‘ ક્યાંય કોઈ પ્રકરણ ’ એટલે અધિકા૨ોમાં અનુભવ સિવાયના અધિકારોમાં, ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું, એ દોષ ઉપર ખ્યાલ ન રાખવો “ અહીં પોતાનો અનુભવ પ્રધાન છે ” અનુભવની મુખ્યતા છે, અહીં તો. આહાહાહા ! તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો, એમ કહેવાનો આશય છે. એ જયચંદ પંડિતે ભાવાર્થમાં લખ્યું. પહેલાના પંડિત એવા હતા દિગંબર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com