________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૯૫ છીએ એવો જ આત્મા છે. આહાહા ! અમે કહીએ છીએ અને કીધું એવું તને અનુભવમાં આવે કે જેવું એમણે કહ્યું 'તું એવું જ આ સ્વરૂપ છે, એમ અનુભવમાંથી પ્રમાણ કરજે. એનો અર્થ એટલો કે અમે કહ્યું, તેં સાંભળ્યું, હવે સાંભળવાનું લક્ષ છોડી દઈને. આહાહાહા !
પોતે જાતે સ્વયમેવ અને પોતાના અનુભવ પ્રત્યક્ષથી, પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહા ! આટલી શરતું મૂકી છે. આહાહા ! (અંતર અનુભવ કરવામાં કોઈ ભૂલ થઈ જાય તો એનો નિકાલ કેવી રીતે હોય) ભૂલ ન થાય એમ અહીંયા કહે છે, આ અમે કહ્યું છે એ પ્રમાણે જાતે, જાતે પોતાથી અનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ કર તો તને અમે કહ્યું છે એવો જ અનુભવ થશે. અને તે અનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અહીંથી શરૂ થાય છે. હવે કહેવાનું પછી છઠ્ઠી ગાથામાં સરવાળો કરશે. આહાહાહા !
આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય સાંભળવા મળે એવી નથી. આહાહા ! વાડામાં પડ્યા એને ખબર નથી, હું! કે કઈ રીતે અનુભવ થાય અને અનુભવ થાય તો શું થાય? એ કહે છે કે સાક્ષાત પોતે પોતાથી પોતામાં બે વાત, સ્વયમેવ પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. આહાહા ! ગૃહસ્થાશ્રમમાં રહેલો હોય એને પણ કહે છે કે તું અમે કહીએ છીએ તેને આ રીતે અનુભવથી પ્રમાણ કરજે, ભલે એને રાગ હોય આહાહા! ગૃહસ્થ, મુનિ ન હોય એને તો અશુભ રાત્રેય આવે, અને એ રાગથી પૃથક છે એમ અનુભવ કરજે. આહાહાહા !
જો ક્યાંય છેલ્લો શબ્દ છે ને? અક્ષર, માત્રા, હૃસ્વઈ, દીર્ઘઈ આદિ અલંકાર યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું” દોષ તને કદાચ ખ્યાલમાં આવી જાય પણ એમાં સાવધાન ન થવું. આહાહા ! તને જાણવામાં ખ્યાલ આવી જાય કે આમાં ઠેકાણે ભૂલ છે આ અક્ષરની માત્રાની યુક્તિની અલંકારની, આહા! તો સાવધાન ન થવું.
ખ્યાલમાં તને આવે, પણ અમારે તને કહેવું છે એ વસ્તુ અનુભવ છે, એ રાગથી ભિન્ન (સ્વભાવનો) અનુભવ કરાવવો છે, એમાં ફેર નથી. આહાહા !
કેમકે શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે. ઘણી જાતિ યુક્તિ, ધાતુ, અલંકાર, માત્રા, અક્ષરો ઘણાં પ્રકાર છે, માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે. અહીંતો સ્વ નામ પોતામાં આનંદનું વેદન એવો જે પદાર્થ, વસ્તુ તે મુખ્ય છે. આહાહા ! એ કોઈ વ્યાકરણ અને સંસ્કૃત એના કોઈ ફેરફાર હોય તો એને તું પકડીશ નહિ. આહાહા! “તેથી અર્થની પરીક્ષા કરવી” અર્થ એટલે વસ્તુ, આત્મા આનંદસ્વરૂપનો અનુભવ કરવો એ અર્થની પરીક્ષા. આહાહા ! અર્થની પરીક્ષા ઈ, આહા ! કે જે વસ્તુ છે એનો અનુભવ કરવો એ અર્થ છેલ્લે તો આવે છે ને? તત્ત્વાર્થ- તત્ત્વને, અર્થને જાણીને, આહાહા! તત્ત્વનો અર્થ જે છે એને જાણીને અર્થમાં સ્થિર થશે. આહાહા!
| ભાવાર્થ – “આચાર્ય આગમનું સેવન” એ પણ આગમ એને કહીએ કે જે અરિહંતના સર્વશના મુખે(થી) નીકળેલી વાત, કલ્પિત આગમો જે છે લોકોએ કરેલા એ નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા એના મુખે નીકળેલી વાણી. “મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે;” એ વાણીને અહીંયા આગમ કહેવામાં આવે છે. છે? આહાહા ! એ આગમનું સેવન. આકરી વાત છે. ખરેખર તો શ્વેતાંબરના આગમ પણ એ આગમ નથી, એમ નિષેધ છે અહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com