________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનાથી મારો જન્મ, નિજ વૈભવનો. એ ત્રણ નિમિત્ત થયા; ચોથું અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વ-સંવેદન એ મારા અનુભવની મહોર છાપ, મહોર છાપ, મુદ્રા. આહાહા! પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન, છે હજી રાગ, વીતરાગ નથી. પણ એ રાગને ભિન્ન કરી અને પોતાના સ્વરૂપનું સ્વ સંવેદન, સ્વ નામ પોતાનું પોતાથી પ્રત્યક્ષ અતીન્દ્રિય આનંદની મહોર છાપવાળો અનુભવ છે. એમ અમારો વૈભવ આમ પ્રગટયો છે. એનાથી હું આ મારા વૈભવને અનુભવીને આ સમયસાર કહીશ એમ કહ્યું. અહીં સુધી આવ્યું છે, સમસ્ત વૈભવથી દર્શાવું છું, ત્યાં સુધી આવ્યું છે. આહાહાહા !
જો દર્શાવું (તો)” શું કહે છે. મને એવો વ્યવસાય, ઉધમ નિર્ણય થયો છે કે હું હવે આ મારા નિજ વૈભવથી આ સમયસારને કહ્યું. પણ જો દર્શાવું, દેખાડું એ શરત કહે છે, આહાહા! છે? “દર્શાવું તો, છે ભાઈ ? સ્વયમેવ પોતે જ, આહાહાહા! પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું” ઓહોહો ! કેટલા શબ્દ વાપર્યા? હું આ આત્માને રાગથી ભિન્ન અને સ્વભાવથી એકત્વ, એકત્વ વિભક્ત, દેખાડીશ પણ દેખાડીશ તો તમને શરત એટલી છે આહાહા ! તમે પોતે, દર્શાવું તો, એક તો દેખાડીશ એ તો પહેલું આવી ગયું છે, દેખાડીશ. પણ દેખાડું તો, આહાહા! આહાહા ! સ્વયમેવ, સ્વયમ્ એવ તારા પોતાથી જ, પોતે શબ્દ છે ને? સ્વયં એટલે પોતે ને એવ એટલે “જ'. સ્વયમેવ તારા પોતાથી જ, આત્માથી જ, આહાહા! પોતાના અનુભવ પ્રત્યક્ષથી. આહાહા ! તારો આત્મા અમે કહીએ છીએ કે રાગથી ભિન્ન છે, અને સ્વરૂપથી એકત્વ છે, એનું તારા પોતાના અનુભવમાં અંતર્મુખ કરીને, અનુભવની પરીક્ષાના, આહાહા! પ્રત્યક્ષ અનુભવ આવી વાત છે, જાતે તું અનુભવ પોતે આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એનો જાતે જ, પોતે જ અનુભવ કરી પ્રત્યક્ષથી પરીક્ષા કરી આટલી શરત છે. તારા આનંદનું પ્રત્યક્ષપણે તને વેદના થાય, એ રીતે અનુભવ પ્રત્યક્ષથી, પરીક્ષા આપરીક્ષાથી અનુભવ કરીને આહાહા! આવી વાત છે ભલે કહે છે રાગ હો, પણ રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એકત્વ-વિભક્ત, એ શબ્દ આવ્યો છે ને? એયત વિયત દર્શયેડહમિલિ પહેલું પદ જ ઈ છે, એકત્વ-વિભક્ત એ દેખાડીશ. આહાહા ! એ રાગાદિ ભલે શુભ હો, પણ એ શુભરાગથી વિભક્ત ભિન્ન અને અંતર સ્વરૂપ ચૈતન્યમૂર્તિ એનો જે ચૈતન્ય ચમત્કાર અતીન્દ્રિય આનંદ સ્વભાવ એનાથી તે એકત્વ છે. આહાહા ! તેને હું દેખાડું અને દેખાડીશ તો તારા પોતાના અનુભવ-પ્રત્યક્ષથી કેટલા શબ્દ વાપર્યા છે? એક તો સ્વયમેવ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને. આહાહા !
આ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, અને રાગથી ભિન્ન છે એમ અમે જે કહ્યું એનું તું અનુભવની પરીક્ષાથી પ્રત્યક્ષ પ્રગટ કરીને પ્રમાણ કરજે. આહાહા! અનુભવ કરીને પ્રમાણ કરજે. આહાહા ! કહો, પાંચમા આરાના શ્રોતાને આમ કહે છે. પોતે પંચમ આરાના સાધુ છે. આહાહા! અંદર વસ્તુ છે એ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ એનાથી એકત્વ છે વસ્તુઅને રાગ ચાહે તો તીર્થકર ગોત્રનો વિકલ્પ હો કે કોઈપણ રાગથી તે વિભક્ત નામ ભિન્ન છે. એ તને દેખાડું અને જો દેખાડું તો, આહાહાહા ! પોતે જાતે સ્વયમેવ અનુભવથી, અનુભવમાં પ્રત્યક્ષ પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આહાહાહા ! તને એમ ખાત્રી થવી જોઈએ કે અમે કહીએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com