________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે વ્યવહા૨ એ કેવળી સિવાય કોણ જાણે એમ કહે છે. આહા ! આ તો કહે છે કે અમે જાણીએ છીએ. આહાહાહા ! અમારા ગુરુ હતા અમારાથી ૫૨ એ પણ વિજ્ઞાનઘન આત્મામાં અંતર્નિમગ્ન હતા. એમ અમે જાણીએ છીએ. આહાહા ! અને પંચમહાવ્રતનો વિકલ્પ છે એમાં સત્યતા આ આવે છે અમારી. આહાહા ! સત્ય વાણીમાં આ આવ્યું છે કે એ અંતર્નિમગ્ન છે એ અમે બરાબર જાણીએ છીએ. આહાહાહા !
ક્યાં છે, આવી વાત છે ? દાસ ! આહાહાહા ! લોકોને એમ થઈ જાય છે કે માળા વળી એમ કહે છે વિરોધ કરનારા વિદેહનું નામ આપીને વિદેહથી આવ્યા છીએ-એમ કરીને મહિમા બહા૨થી અને જાતિસ્મરણ બહેનને છે, કાલે જ આવ્યું છે, એમ બે કરીને માળા બહાર પાડવા માગે છે, અમારા ગુરુ છે એ બસ શાંત મુનિપણામાં પ્રસિદ્ધ છે, મુનિપણું છે એમ કહે છે, ભાઈ ભલે હો પણ બાપુ આ વિના એનો ઉદ્ધાર નથી. આહાહા ! મુનિ તો એને કહીએ, આચાર્ય એને કહીએ, ઉપાધ્યાય એને કહીએ કે જે અરિહંત વિજ્ઞાનઘનમાં ‘નિમગ્ન ’ છે એ રીતે જ નિમગ્ન છે. આહાહા ! બેયને એક સ૨ખા ઉતાર્યા છે. તેથી નિયમસા૨માં કહ્યું છે ને ? શ્લોકમાં એક ઠેકાણે કે સહેજ ફેર છે પણ પછી બીજા શ્લોકમાં ફેર માને એ ખોટો છે. આહાહા !
ભાવલિંગી સંતો, ભલે દ્રવ્યલિંગ હોય એવું જ એને, વિકલ્પ હો ને નગ્નપણું હો પણ એ કાંઈ મુનિપણું નથી. એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. આહાહા ! ( એને વ્યવહા૨ મોક્ષમાર્ગ તો કહે છે ) એ તો રાગને વ્યવહાર એને આરોપિત, નથી તેને કહેવું એનું નામ વ્યવહાર. આહાહા ! આ તો ગજબ કામ કર્યું છે ને ! હજાર વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય ટીકા કરે છે. આહાહા ! એકત્વ વિભક્તને દર્શાવીશ મા૨ા વૈભવથી એ વૈભવની વ્યાખ્યા પોતે કરે છે, આહાહા ! ભગવાન પછી તો કેટલા ? પાંચસો વર્ષ પછી તો કુંદકુંદાચાર્ય થયા પાંચમાં આરામાં, તો એના પાંચમા આરાના ગુરુ પણ કહે છે કે જેમ અરિહંત અંતર્નિમગ્ન હતાં એમ મારા ગુરુ અંતર્નિમગ્ન હતાં. એક ધારાથી હાલી આવે છે. અરિહંતથી ગણધર અને અમારા ગુરુ પર્યંત એ વિજ્ઞાનથનમાં અંતર્નિમગ્ન છે, એમ ૫રં૫રા હાલી આવે છે. એમણે અમને કહ્યું છે એમ કહેવું છે. અહીં કહેવું છે પછી એ ને ? આમણે અમારા ઉ૫૨ કૃપા કરીને ( અનુભવ ) અનુગ્રહ કરીને, થોડું પણ સત્ય એને હોવું જોઈએ બાપુ, કે જે સત્ય ત્રણ કાળમાં ફરે નહિં, એવું હોવું જોઈએને ?
અમારા ગુરુ પર્યંત, ઠેઠ અરિહંત ને વર્તમાન ગુરુ એક ધા૨ા લીધી. અંતર્નિમગ્ન એક સ૨ખા બધા લીધા ફેરવાળા કયાંય નહિં, કે ભાઈ અંર્તમગ્ન અહીં થોડા છે ને કેવળી વધારે છે. (અનુભવમાં પૂરા) એની દશામાં પડયા છે અંતર ભલે પૂર્ણ (ન હોય) પણ આ પણ આત્માના સ્વભાવમાં પૂરણના લક્ષે પડયો છે અંદર, આહાહા ! બેય બધાં ઠેઠ અરિહંતથી ગણધર, આચાર્ય પરંપરા, જેટલા આચાર્યોએ શાસ્ત્ર રચ્યાં, એ બધા આચાર્યો આવા હતા. આહાહાહા ! પ્રભુ તમે પંચમહાવ્રતારિ છો ને ? છદ્મસ્થ છો ને એમાં અસત્ય ના આવી જાય ? તો મહાવ્રત સત્ય ન રહે ! અરે સાંભળ કહે છે, આહાહા ! અમે, જે કહેવામાં આવે છે એ પૂરણ સત્ય જ છે. અમારા ગુરુ આવા અંતર્નિમગ્ન હતા એ કહયું એ અમારું પૂરણ સત્ય જ છે. આહાહા!
“તેમનાથી પ્રસાદરૂપે અપાયેલા ” આહાહા ! આવા જે વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન હતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com