________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૯ બધા લેવા છે ને આમાં. આહાહા! નિર્મળ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા, એકલો વિજ્ઞાનનો સમૂહ પિંડ પ્રભુ આત્મા, આહાહા ! જેમાં વિકલ્પનો અભાવ એમ ન લેતાં અસ્તિથી વાત લીધી. નિર્મળ વિજ્ઞાનઘન ભગવાન, એમાં અંતર્નિમગ્ર એ પર્યાય લીધી. આહાહા !
નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા, એમાં અંતર્નિમગ્ન તેમાં દ્રવ્યમાં નિમગ્ન, નિમગ્ન, અંતર્નિમગ્ન, અંતરમાં નિ... મગ્ન વિશેષે મગ્ન. આહાહા ! પરમગુરુ સર્વજ્ઞદેવ છે! આહા! શ્રીમદ્ભાંય આવે છે સર્વજ્ઞદેવ પરમગુરુ, સર્વશદેવ પરમગુરુ, સર્વજ્ઞદેવ પરમગુરુ, એ વિજ્ઞાનઘન એવો આત્મા એમાં અંતર્નિમગ્ન હતા. આહાહા! અને ભલે ભગવાનને મળ્યાં નથી અત્યારે સાક્ષાત્ પણ અમે કહીએ છીએ ચોક્કસ આહાહા ! કે એ આહાહા! નિર્મળ વિજ્ઞાનઘન “આત્મા, એક શબ્દ બસ છે નિર્મળ વિજ્ઞાનઘન આહાહા!” તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ સર્વશદેવ અને અપરગુરુ ગણધર, ગણધર પણ નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા એમાં અંતર્નિમગ્ન, અંતનિમગ્ન એ પણ સર્વજ્ઞની હારે એને મૂક્યા. આહાહા !
અંતર્નિમગ્ન પરમગુરુ સર્વજ્ઞદેવ, “અને અપરગુરુ ગણધર” એ પણ વિજ્ઞાનઘન આત્મા તેમાં અંતર્નિમગ્ન હતા, ત્યાંથી માંડીને અમારા ગુરુ સુધી. આહાહા ! એ મહાવ્રત પાળતા હતા ને નગ્ન હતા ને એ વાત નહીં. આહાહાહાહા ! ગણધરઆદિથી માંડીને, ઓહોહો ! બેહજાર વર્ષ થયા પ્રભુ, કુંદકુંદાચાર્યને આટલા વર્ષ થયા, આ તો અમૃતચંદ્રાચાર્ય આમ કહે છે. આ કુંદકુંદાચાર્ય તો પ્રભુ પછી પાંચસો વર્ષે લગભગ એય એમ કહે છે, આહાહા ! કે ગણધરથી માંડીને અમારા ગુરુ પર્યત બધા વિજ્ઞાનઘન એવો પ્રભુ એમાં અંતર્નિમગ્ન હતા. આહાહા ! પ્રભુ તમે તો છબી છો ને? સર્વજ્ઞથી માંડીને તમારા ગુરુ પર્યતનું તમે બધું નક્કી કરી નાખ્યું? આહાહા!
આ સિદ્ધાંત, આ સન્ના ઉદ્ઘાટન છે આ. આહાહા! ગુરુ કેવા હોય ? કે સર્વજ્ઞ ગુરુ આવા, કે વિજ્ઞાનઘન આત્મામાં અંતર્નિમગ્ન, એવા જ ગણધર વિજ્ઞાનઘન આત્મામાં અંતનિમગ્ન એવા મારા ગુરુ, અરેરે ! પાંચમા આરાને ભગવાન પછી પાંચસો વર્ષ થઈ ગયા અને ત્યાર પછી (ભગવાન) પછી પંદરસો વર્ષ થઈ ગયા અમૃતચંદ્રાચાર્યને-હેં? આ તો કુંદકુંદાચાર્યની વતી કહે છે, પણ અમારા ગુરુની પરંપરાની ધારા આ, એ પંચમહાવ્રત પાળતા ને પાંચ સમિતિ વ્યવહાર હતા ને નિર્દોષ આહાર લેતા ને એ કાંઈ મુનિપણું નથી. આહાહા! જે વંદનિક છે, એ ચીજ નથી. વ્યવહારે વંદનિક, નિશ્ચયે વંદનિક તો પોતે પોતાનું સ્વરૂપ છે. આહાહા !
અપરગુરુ ગણધર આદિથી માંડીને ”અમારા-ગુરુ કુંદકુંદાચાર્ય કહે છે કે અમારા ગુરુ ખરેખર તો અમૃતચંદ્રાચાર્ય પણ કહે છે કે અમારા ગુરુ પર્યત ભલે કુંદકુંદાચાર્ય આમ કહે છે પણ અમે સત્ય ગુરુની પરંપરામાં અમે આવ્યા છીએ. આહાહા ! અમે પણ વિજ્ઞાનઘન એવો પ્રભુ એમાં અંતર્નિમગ્ન છીએ. આહાહા ! ભલે આ ટીકાનો વિકલ્પ ઊઠયો છે (પણ) એમાં અમે નથી. આહાહા ! વાણી નીકળશે. એમાં અમે નથી, ટીકા થાય એમાં અમે નથી. આહાહા ! અમે તો વિજ્ઞાનઘન ભગવાન આત્મા, એમાં અંતર્નિમગ્ન, અંતરમાં “નિઃ વિશેષ મગ્ન,” આહાહાહા ! કારણ કે સમ્યગ્દષ્ટિ પણ અંતરમાં મગ્ન છે, પણ નિમગ્ર વિશેષ નથી. આહાહા! અમારા ગુરુ પર્યત, પ્રભુ તમે બધું જાણી લીધું? સર્વજ્ઞ કેવળી સિવાય એમ લોકો કહે છે ને કે કેવળી સિવાય આ સમકિતી છે કે કેમ એ કોણ જાણે ? એમ કહે છે અત્યારે તો. આહાહા ! નિશ્ચય સમકિતી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com