________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૭ નિમિત્ત પણ હોય નહિં એમ કહે છે. એ વીતરાગની વાણીનું નિમિત્તે કીધું એટલે એનાથી થાય નહિં, પણ નિમિત્ત હોય તો આ જ હોય. સમજાણું કાંઈ? આહા!
એ એક વાત કરી. કેવો છે મારો નિજવૈભવ, છે ને? કેવો છે મારા આત્માનો નિજ વૈભવ એ એક વાત કરી–આ વૈભવ પ્રગટવામાં, વિશ્વબ્રહ્મને પ્રગટવામાં નિમિત્ત શબ્દબ્રહ્મ છે, એ શબ્દબ્રહ્મ ભગવાનની વાણી. આહાહાહા ! એનો અર્થ એ થયો કે ભગવાનની વાણી સિવાય કોઈએ કલ્પેલી વાણી કહે, એ આત્માના ધર્મ પ્રગટવામાં નિમિત્ત પણ હોઈ શકે નહીં. આહાહા ! ઘણું સમાયું છે. થોડી ભાષામાં ઘણું સમાયું છે. આહાહા ! અને પૂરણ કહેનાર સર્વજ્ઞની વાણી નિમિત્ત, એવો જ પૂરણ જાણનારો ભગવાન, શબ્દબ્રહ્મ આત્મબ્રહ્મ એ ઉપાદાન, આહાહાહા ! પ્રગટયો છે પોતાના શબ્દબ્રહ્મમાંથી દશા, પણ એને શબ્દબ્રહ્મ નિમિત્ત છે, આત્મબ્રહ્મમાંથી પ્રગટયું છે પણ છે નિમિત્ત આ. આહાહા !
ગુરુની વાણી પણ કેવળીને અનુસરનારી છે. માટે એ નિમિત્ત હોય પણ અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. સમજાણું કાંઈ ? (બેનશ્રીએ પણ આપની ગુરુની વાણીનો ઘણો મહિમા કર્યો છે) આહાહા! એમાં તો ઘણું આવી ગયું. સમજાણું કાંઈ ? બે, બે એટલે એક વિશ્વબ્રહ્મ એક શબ્દબ્રહ્મ ઉપાદાન અને નિમિત્ત એના નિજ વૈભવમાં નિમિત્ત આ એટલી વાત કરી–આહાહા
વળી, તે નિજ વૈભવ કેવો છે?” આહાહાહા ! “સમસ્ત જે વિપક્ષ,” સમસ્ત વિપક્ષ, સત્યથી વિરૂધ્ધ કહેનારા બધા, જેટલા વિપક્ષ છે. આહાહા! “અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા સર્વથા એકાંતરૂપ નયપક્ષ “સર્વથા એકાંતરૂપ નયપક્ષ” તેમના નિરાકરણમાં સમર્થ” આહાહા ! એ જૂઠાં છે, એકાંત છે, એમ નિરાકરણમાં સમર્થ શું? “જે અતિ નિસ્તષ, નિર્બાધ યુક્તિ,” સમસ્ત જે અન્યવાદીઓ સર્વજ્ઞની વાણી સિવાય, જેટલી અન્યવાદીઓની વાણી છે એને સર્વથા એકાંત નયપક્ષ, તેનો નિરાકરણ કરવાને એ જૂઠા છે એવો, નિરાકરણ કરવાને, નિર્ણય કરવામાં, શું નિર્ણય કરવામાં સમર્થ, અતિનિહુષ નિબંધ યુક્તિ. આહાહા! અતિ છે ને? નિસ્તુષ, ફોતરા વિનાની અખંડ બતાવે એવી. આહાહા ! અતિ નિસ્તષ, નિબંધ યુક્તિ, યુક્તિ એવી સિદ્ધ અંદરથી આવે કે અતિનિસ્તુષ જેમાં બિલકુલ ફોતરું નહિં, ખંડ નહિં, અખંડ જે રીતે છે એ રીતે, આહાહા! “તેના અવલંબનથી જેનો જન્મ છે, ” અતિનિસ્તષ, નિબંધ. યુક્તિ, નિરાકરણમાં સમર્થ, પર (બીજું) જૂઠું છે એવું નિરાકરણમાં સમર્થ, એવી અતિ નિસ્તુષ યુક્તિ. આહાહાહા ! ઘણું સમાડયું છે.
આ અમૃતચંદ્રાચાર્ય ટીકા કરતી વખતે શ્વેતાંબર પંથ તો હતો. કુંદકુંદાચાર્ય વખતે પણ હતો. અહીં તો ચોખ્ખું કહે છે. અરિહંતના મુખથી પાણી નીકળી, એ શબ્દબ્રહ્મ, એ નિમિત્ત છે. અને એનાથી વિપક્ષ જેટલાંઓ છે, એ બધાંને જૂઠા છે એવો નિર્ણય કરવામાં, અતિ નિસ્તુષ, યુક્તિ ન્યાય, એનાથી મારો જન્મ છે, આહાહા ! છે ને? તેના અવલંબનથી જેનો જન્મ છે. આહાહા ! એમને એમ માન્યું નથી, અતિ નિસ્તષ- અખંડ યુક્તિના ન્યાયથી, બીજાં– સમસ્ત પદાર્થ કહેનારા એકાંત છે. આહાહાહાહા ! શું વાણી !! એમ નિરાકરણ કરીને આ મારો નિજ વૈભવ ઉત્પન્ન થયો છે. આહાહા ! એક સર્વશ પરમેશ્વર એની જે વાણી શબ્દબ્રહ્મ એમાં નિમિત્ત હતું અમારા સ્વરૂપના ઉપાદાનમાં અને એ નિમિત્તમાં, વિપરીત જે છે અન્યમતિઓ જેટલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com