________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૮૬
આહાહા ! શ્રુતજ્ઞાનમાં પણ સમસ્તને જાણનારો એ છે. આહાહા !
‘ સ્યાત્ ’ થી એટલે કોઈ પ્રકા૨થી કહેવું. ૫૨માગમને શબ્દબ્રહ્મ કહ્યાં, તેનું કા૨ણ અદ્વૈતના પરમાગમમાં સામાન્ય ધર્મો જે કહી શકાય તે, વચન ગોચ૨ સર્વ ધર્મોના નામ આવે છે. અને વચનથી અગમ્ય છે, વિશેષ ધર્મો એનું અનુમાન કરવામાં આવે છે. પણ આવે છે બધું કહેવામાં એમ કહે છે. આહાહા ! જે કાંઈ સામાન્ય છે, સામાન્યનો અર્થ જે કહી શકાય એવા સીધા એને સામાન્ય ધર્મો કહેવાય છે. અને અનુમાન, પછી અનુમાન કરાવીને કે આ વસ્તુ છે તે અનંત ધર્મ સ્વરૂપ જ છે. આહા ! અનંત ધર્મશક્તિ છે ને ? એનામાં ? અનંત ધર્મ એટલે અનંત ગુણ છે એનામાં. એ અનંત ધર્મસ્વરૂપ જ છે. આહાહા ! અને તેથી તેના પ્રાસ માટે અહીં તો નિમિત્ત કહ્યું. પણ ત્યાં તો એમ કહ્યું કે ઈ પ્રાસ માટે કોઈ કારણ જ નથી.
એનું દ્રવ્યનું જ્યાં વર્ણન કર્યું ત્યાં એ વસ્તુ છે એવી કે એના કાર્યને માટે કોઈ કા૨ણની જરૂર નથી. અને કોઈ કાર્યનું તે કા૨ણ નથી. રાગાદિ કે પરદ્રવ્યની પર્યાયનું એ કા૨ણ નથી. એવો તે એનામાં ગુણ છે, એને પણ શબ્દબ્રહ્મ પ્રકાશનાર છે. વાણી દ્વારા એ આવ્યું છે કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? વીતરાગની શબ્દબ્રહ્મ એટલે વ્યાપક વાણી એમાં આ આવ્યું છે, કે તારો પ્રભુ આનંદનો નાથ છે. આહાહા ! એના કાર્યને માટે કોઈ ૫૨ના કા૨ણની અપેક્ષા નથી, અને ૫૨ના કાર્યને માટે એના કા૨ણની અપેક્ષા નથી. આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ જ છે. એમ શબ્દબ્રહ્મ કહ્યું અને વિશ્વ સમય એવા ભગવાને એ પ્રમાણે જાણ્યું, આત્માએ પણ એ જ પ્રમાણે જાણ્યું. આહાહા ! હું કોઈનું કા૨ણ નથી, હું કોઈનું કાર્ય નથી. આહાહા ! જુઓને ! એની શૈલી તો જુઓ. ઓહોહોહો ! ગજબ શૈલી છે ને !! ઊંડો ઉતરે તો એને વાણીમાંય પૂરણ કહેવાની તાકાત સિદ્ધ કરી અને પ્રભુ પોતે પૂરણ જાણવાની તાકાતવાળો છે એમ સિદ્ધ કર્યું. તેથી પૂરણ જાણવાવાળો છે માટે એને વિશ્વસમય, વિશ્વબ્રહ્મ. આહાહા ! અને વાણી સર્વને કહેનારી માટે શબ્દબ્રહ્મ આ આત્મબ્રહ્મ ઓલું શબ્દબ્રહ્મ, બેય પૂરાં છે. આહાહા !
ભગવાન પૂરું જાણનાર છે, વાણી પૂરું કહેનાર છે. શ્રીમમાં એમ આવે ‘ જે સ્વરૂપ શ્રી સર્વજ્ઞે દીઠું પણ કહી શક્યા નહિં તે પણ શ્રીભગવાન જો.' એ તો એની મહિમા બતાવવા કે વાણી દ્વારા કેટલું આવે, એમ ? બાકી (ભગવાનની ) વાણીમાં બધું આવ્યું છે એમ કહે છે. આહાહા ! માટે ભગવાનને આત્મબ્રહ્મ કહ્યો, વાણીને શબ્દબ્રહ્મ કહ્યો. આત્મા સર્વને જાણે માટે સર્વ બ્રહ્મ કહ્યો અને વાણી સર્વને કહે માટે શબ્દબ્રહ્મ કહ્યો. આહાહા !
એ રીતે તે સર્વ આ રીતે સામાન્ય વચનથી કહેવામાં આવે એવું બાકી બીજા બધા વચન અગોચ૨ને અનુમાન કરાવીને કહે એ રીતે, તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે, શબ્દબ્રહ્મ, સર્વ વસ્તુનો કહેના૨ છે. આહાહા ! છે ? અમૃતચંદ્રાચાર્યની તો ટીકા છે. ‘કિલ સકલોડ્માસિસ્યાત્યઃ મુદ્રિતશબ્દબ્રહ્મ પદ મુદ્રિત શબ્દબ્રહ્મ. ' આહાહા ! માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે અને તેથી તેને શબ્દબ્રહ્મ કહે છે વાણીને. આહાહા ! એની ઉપાસનાથી જ મારો નિજ વૈભવ પ્રગટયો છે. મારા આનંદનો નિજ વૈભવ, સર્વજ્ઞની શબ્દબ્રહ્મ વાણી એ એમાં નિમિત્ત હતી, એમ કહે છે. આહાહા ! સર્વજ્ઞ સિવાય બીજાની કોઈની વાણી આત્માના ધર્મને પ્રગટ કરવામાં નિમિત્ત પણ ન હોઈ શકે, નિમિત્તથી થાય તો નહિં. પણ નિમિત્ત પણ વીતરાગની વાણી સિવાય બીજું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com