________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૫
૧૮૫
પ્રવચન ન. ૧૯ ગાથા-૫ તા. ૨૭-૬-૭૮ મંગળવાર જેઠ વદ-૭ સં. ૨૫૦૪
અહીં તો એમ કહ્યું કે હું મારા નિજ વૈભવથી હું વાત કરીશ-હવે નિજ વૈભવમાં નિમિત્ત કોણ હતું? કે વીતરાગની વાણી-શબ્દબ્રહ્મ એમ કહ્યું. છે? સમસ્ત પદાર્થને પ્રકાશનારી એમ કહ્યું છે આમાં તો, એમ છે ને? સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર, ત્યાં એમ કે સર્વજ્ઞ કાંઈ કહી શક્યા નથી એમ આમાં ન આવ્યું એ તો અપેક્ષિત વાત થઈ, ગોમટસારમાં આવે (છે) ને? કે અનંતમા ભાગે જાણે છે. અહીં તો કહે છે કે વસ્તુ સ્વરૂપનો પ્રકાશક છે. શાસ્ત્ર છે એ શબ્દબ્રહ્મ છે, સમસ્ત વસ્તુને પ્રકાશનાર. અને છેલ્લી ગાથામાં એમ આવ્યું ને ૪૧૫ (ગાથામાં) કે આત્મા છે એ વિશ્વ સમય છે, એટલે કે વિશ્વને પ્રકાશનારો છે. ૪૧૫ છેલ્લું-પૂરણ પ્રકાશનારો આત્મા છે. તેને પ્રકાશનારી વાણી એ પણ શબ્દબ્રહ્મ પૂરણ પ્રકાશનારી છે, છેલ્લું આવ્યું છે.. ૪૧૫ શ્લોકમાં (ગાથામાં) સમજાણું?
સર્વ-સમસ્ત વસ્તુ, પાઠમાં છે ને સકલઉદભાસિ, સકલોભાસિ- ત્રણ કાળ ત્રણ લોક્નાં જે પદાર્થો છે, તે બધાને કહેનારી વાણી છે. એવી વાત લીધી છે. ભલે અનંતમા ભાગે આવ્યું એમ કહ્યું, પણ એમાં આવ્યું, બધા ઈશારા બધાં આવ્યાં છે. સમજાણું કાંઈ ? બધું આવ્યું છે એમાં બાર અંગમાં આમ ધૂળ કથન છે એમ આવ્યું. પંચાધ્યાયીમાં, પણ એ કથનમાં પણ બધું જેટલું સૂક્ષ્મ છે અને બધું છે એ બધુ કથન કરવામાં આવ્યું છે. અહીં તો એ લીધું. સમસ્ત પદાર્થ, સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર એક વાત. તેથી ૪૧૫ (ગાથા)માં એમ કહ્યું કે આત્મા વિશ્વ સમય છે. આ શબ્દબ્રહ્મ છે, શબ્દ વ્યાપક છે શાસ્ત્ર, એ બધાંને કહે છે, એમ આ વિથ સમય બધાને જાણે છે. ભગવાન આત્મા વિશ્વ સમય છે એમ કહ્યું છે. બધાને ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ આત્મા. અને એને કહેનારી વાણી પણ શબ્દબ્રહ્મ છે. આત્મા જે વિશ્વ સમય છે, સર્વનો પ્રકાશક છે એમ વાણી પણ સર્વની પ્રકાશક છે. આહાહા ! એવી વાણીમાં પણ કહેવાની) એવી તાકાત છે. આત્મામાં તાકાત સર્વને પ્રકાશવાની છે. આહાહા!
વિશ્વ સમય, સમસ્તને જાણનારો આત્મા, એમ સમસ્તને કહેનારી વાણી, જયારે આને વિશ્વ સમય કહીએ ત્યારે વાણીને શબ્દબ્રહ્મ કહીએ, કારણ એ પૂરણને પ્રકાશે છે. આહાહા! અને એની મુદ્રા “સ્યાસ્પ દ છે “સ્યાત્ ' પદની મુદ્રાવાળો એમ આવ્યું ને? છાપ છે “ચાત્છાપ એની છાપ છે. આહાહા! જેમ આત્માના અનુભવની અતીન્દ્રિય છાપ- મહોર છાપ છે. આહાહા ! આત્માના અતીન્દ્રિય આનંદમાં અનુભવમાં અતીન્દ્રિય આનંદની મહોર છાપ છે. એમ વીતરાગની વાણીમાં “સ્યા' પદની મહોર છાપ છે. સમજાણું કાંઈ ? કથંચિત્ કઈ અપેક્ષાએ કહેવું છે એ બધુંય એમાં આવી જાય છે. “સ્યાસ્પ દની મુદ્રાવાળો શબ્દબ્રહ્મ એટલે? અહંતના પરમાગમ, અહંતનું પરમાગમ શબ્દબ્રહ્મ છે. કેમકે બધા તત્ત્વને કહેનારું છે. આહાહાહા ! ત્રણ કાળ ત્રણ લોક અનંત ગુણો, અનંત દ્રવ્યો, અનંતી પર્યાયો સિદ્ધની અને કેવળીઓની પણ બધાંને પ્રકાશનારી વાણી છે. વાણીમાં કાંઈ ઓછું કહી શકે એમ નથી અહીં તો કહે છે, આહાહા! તેમ ભગવાન આત્મા ઓછું જાણી શકે એમ નથી. વિશ્વ સમય છે. સમસ્તને જાણનારો પ્રભુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com