________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૩ બ્રહ્મ પણ સર્વજ્ઞથી કહેલા શબ્દબ્રહ્મ, અરિહંતના સાક્ષાત્ પરમાત્માનો કહેલો શબ્દબ્રહ્મ. આહાહાહાહા ! એમ કહીને કલ્પિત કોઈ શાસ્ત્ર ભગવાનના નામે ચડાવી દીધા છે, એની ઉપાસનાથી આત્મા નહિં પ્રગટે. આહાહા !નિમિત્તપણે પણ એ નહિં હોય એમ કહે છે. આહાહા ! ત્રણ લોકના નાથ અર્હત પરમાત્માની જે વાણી શબ્દબ્રહ્મ, આહાહા ! તેની ઉપાસના. એ પરમાગમની મેં સેવા કરી એટલે એમણે જે કહ્યું તે મેં જાણ્યું. પરમાગમે કહ્યું તે મેં જાણ્યું. આહાહા ! એમ કહીને સર્વજ્ઞની વાણી સિવાય બીજી કલ્પનાથી કરેલા શાસ્ત્રોનો નિષેધ કરી દીધો. આહાહા ! સમજાણું કાંઈ?
મારો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો વૈભવ, એ વીતરાગના સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ એવા જે પરમાગમ, એના લક્ષથી એટલે એની સેવાથી, એ કહ્યું તે મેં માન્યું જાણું. આહાહા! એવી વાણી અર્હતના મુખેથી નીકળી. એ સિવાયની કોઈ વાણી એના નિમિત્તમાં પણ સમકિતમાં આવે નહીં. સમજાણું કાંઈ? ચેતનજી? ઘણું ભર્યું છે આમાં. આહાહા ! હવે આનાથી થાય ને આનાથી થાય, ને આનાથી થાય, નિમિત્ત જ ક્યાં ખોટાં છે. આહાહા ! એક તો અરિહંત સર્વજ્ઞને ઓળખવા અને એની વાણી કેવી હોય એને ઓળખવી. આહાહાહા ! અને એ વાણીની સેવાથી, એમણે જે કહ્યું તેની ઉપાસનાથી, આહાહા ! એ નિમિત્તથી કથન છે. નિમિત્ત આવું હોય એમ બતાવે છે, નિમિત્તથી થતું નથી, આહાહા ! પણ હોય નિમિત્ત આવું, બીજ નિમિત્ત હોય અને અંદર નિજ વૈભવ પ્રગટે, એમ નહિં. આહાહા ! આહા! ગંભીર વાણી અમૃત રેડયા છે. એકલા, અમૃતચંદ્ર આચાર્યે અમૃતના દરિયા વહેવરાવ્યા છે. આહાહા !
એની ઉપાસનાથી મારી ઉત્પત્તિ છે “જન્મ છે” આ તો પર્યાયની વાત છે ને ! મારી પર્યાયની ઉત્પત્તિ અહંતના શબ્દબ્રહ્મની સેવાથી ઉત્પત્તિ છે, નિમિત્ત એ જ છે. આહાહા ! અજ્ઞાનીના વચનો, સર્વશને નામે ચઢાવી દીધેલા એ વચનો, એનું નિમિત્ત પણ સભ્ય નિજ વૈભવમાં હોય નહિં. સમજાણું કાંઈ? આકરું કામ જગતથી. આનું નામ અહંતના પરમાગમ, આ ય પરમાગમ છે ને આ? આ મકાનનું નામ પરમાગમ છે, અરિહંતની વાણીમાંથી આવેલી આ બધી વાતું છે. આહાહા ! એમ કે જાઓ વાણીની સેવાથી વૈભવ પ્રગટયો જુઓ આવ્યું કે નહિં આમાં? બાપુ! એ નિમિત્તના કથન છે. નિમિત્ત કેવું હોય, આહાહા!સર્વજ્ઞ અરિહંત ત્રિલોકનાથની ઓમ્ ધ્વનિમાંથી રચાયેલા આગમો, એ વખતે કારણકે પોતે તો ભગવાન નહોતા એ તો ગયા ત્યાં પછી, પણ અરિંહતના પરમાગમ જે, વર્તતા હતા કહેલાં, એ મારા અંતર અનુભવમાં એ વાણી નિમિત્ત થઈ છે. બીજાં કોઈ નિમિત્ત હોઈ શકે નહિં એમ સિદ્ધ કરે છે. આહાહા !
અહીં તો એ કહે છે અરિહંત સર્વજ્ઞની વાણી સિવાય કલ્પિત શાસ્ત્રો બનાવ્યા અને અરિહંતનું નામ આપ્યું હોય અરિહંતનાં, એ નિજ વૈભવમાં નિમિત્ત ન થાય. અતડા થાય એવું છે બાપુ આ તો. વસ્તુની સ્થિતિ જ એવી છે ત્યાં શું? આહાહા ! ભલે ! પાંચમો આરો હોય, અને તે પણ હજી તો બે હજાર વર્ષ ગયા છે, હજી તો ઘણો મોટો કાળ (બાકી) છે. આ તો શરૂઆત છે પાંચમા આરાની, આહાહા ! છતાં ભાવ તો એ જ છે છેક સુધી એ જ જાતનો રહેશે. પાંચમા આરાના છેડા સુધી જે સમ્યગ્દર્શન આદિ પામશે, તે આ વીતરાગની વાણી તેને નિમિત્ત થશે. એ સર્વજ્ઞ વીતરાગ સિવાયની વાણી, એ નિમિત્તથી સમકિત નહિં થાય એને. આહાહા! આકરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com