________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૫
૧૮૧ કહેતો નથી. પૂરણ વૈભવ તો પરમાત્માને છે. આહાહા. જે કાંઈ, આહાહા ! “ઇ૭ કિલ' છે ને? મારા આત્માનો નિજ વૈભવ છે. મારા આત્માનો નિજ વૈભવ પર્યાયમાં છે. આહાહા ! શુદ્ધ ચૈતન્ય પરમાત્મા તેનું સમ્યગ્દર્શન, તેનું જ્ઞાન ને તેની રમણતા અને તેના આનંદના સ્વાદની દશાનો જે મારો વૈભવ છે. આહાહા ! જુઓ આ વૈભવ આત્માનો. રાગ ને દયા-દાનનો વિકલ્પ પણ આત્માનો વૈભવ નહિં, તો વળી આ ધૂળ પાંચ-પચીસ લાખ બહારથી આવે ને એ મોટા ઘર વખરા કરે ને, આહાહા! આ મારો વૈભવ, આ અમારું ફરનીચર ને મારો વૈભવ જુઓ. મોઢા આગળ બે હાથી બેસાડ્યા છે ને? આ દેરાસરમાં નથી કરતા? અહીં પાલીતાણે રાખ્યા છે ને મોટા હાથી ને આમ, આહાહા! આ ભગવાનનો વૈભવ આ. આહાહા!
અહીંયા તો પ્રભુ ભગવાનનો (નિજાત્માનો) વૈભવ તો જે કાંઈ મને પ્રગટયો છે એટલાથી હું કહીશ. પૂરણ પરમાત્માને થયો છે. (અરિહંતોને) વૈભવ પૂરણ પ્રગટયો છે. એ અમને પ્રતીતમાં છે. એમની વાણીમાં જે આવ્યું છે એ પણ અમને પ્રતીતમાં છે. પણ એ વ્યવહાર પ્રતીતમાં છે, આહાહા ! નિજ વૈભવની પ્રતીતિ તો જેટલો ઊઘડેલો છે, એટલો નિજ વૈભવ છે, છે એમ કહ્યું છે ને? આહાહા ! જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે, આ પર્યાયની વાત છે હોં, દ્રવ્યગુણની વાત નથી આ, પ્રગટેલી વૈભવ દશાની વાત છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, અને અતીન્દ્રિય આનંદનો અનુભવ એ જીવની પર્યાયનો- અવસ્થાનો નિજ વૈભવ છે. આહાહાહાહા !
તે વૈભવ છે, મારા આત્માનો નિજ વૈભવ છે. પ્રભુના (સીમંધર પ્રભુના) આત્માનો વૈભવ છે એ વાતનું મારે અત્યારે કામ નથી. આહાહા! એ મારા વ્યવહાર પ્રતીતમાં છે, પણ આ મારો નાથ અંદર પ્રભુ, (નિજાત્મા ) આહાહા! ચૈતન્ય રત્નાકરથી ભરેલો એનો જે પર્યાયમાં વૈભવ છે, સંપદા, અમારી સંપદા આ છે. આહાહા! મારી લક્ષ્મી આ છે. એ પૂરણ સ્વરૂપની પ્રતીતિ, નિર્વિકલ્પ, પૂરણ સ્વરૂપનું જ્ઞાન ને પૂરણ સ્વરૂપમાં રમણતા વિગેરે. અનંતગુણની વ્યક્ત અવસ્થા વર્તમાન એ મારો નિજ વૈભવ પર્યાયનો છે. આહાહા ! આ વાત તો ગંભીર છે બાપુ! સમયસાર એ શું છે!! આહાહા! ગજબ કામ કર્યું છે, એકેક શબ્દમાં પાછળ એનું વાચ્ય, કેટલું જોરદારપણું છે. આહાહા!
તે, વૈભવ છે તે, છેને? “તમ્” છે ને પહેલું? તે એકત્વવિભક્ત આત્માને અને છેલ્લે કહેશે પાછળથી કહ્યું. આહાહા ! તે જ સર્વથા, તે સર્વથી, તે સર્વથી. આહાહા ! મારો નિજ વૈભવ જેટલો પ્રગટયો છે ને! એના સર્વથી, આહાહા! જેટલો વૈભવ આનંદ ને આદિ દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જેટલો વૈભવ છે એ સર્વથી હું કહીશ. આહાહા! શું શબ્દો, અમૃત ઝર્યા છે. આહાહા ! જગતના ભાગ્ય આ સમયસાર રહી ગયું. ભેટમું આપ્યું છે. તું તને ભેટ તો તને આ ભેટશું અમે તને આપીએ છીએ. છેલ્લે શબ્દ છે, જયસેનાચાર્યમાં (એમની ટીકામાં) આહાહા! વસ્તુ- વસ્તુ આ.
તે વૈભવથી, તે સર્વથી. આહાહા ! જેટલું મને જ્ઞાન પ્રગટયું, સમકિત પ્રગટયું, આનંદ આવ્યો, શાંતિ વીતરાગતાની ચારિત્રની એ સર્વથી, આહાહા ! એનો અર્થ એ કે વાણીમાં ક્યાંય ઓછપ અને ખામી નહિં આવે. મારા વૈભવના સર્વથી હું કહીશ. આહાહા! પણ પ્રભુ, વૈભવથી કહેશો એમાં આવે છે તો વિકલ્પ, કેવું છે એમ બતાવવું છે, એ છે તો વિકલ્પ પણ એ વિકલ્પનું લક્ષ નથી અહીં અમારું, વિકલ્પથી સર્વથી આ કહીશ એમ નથી અહીંયા. આહાહા! મારો વૈભવ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com