________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આ તો સિદ્ધાંત છે ભાઈ, વીતરાગની વાણી એ વીતરાગની વાણીનો પાર નથી પ્રભુ! એની ગંભીરતા, એની ઊંડપ, આહાહા ! સાધારણ માણસ (તો) પાર પામી શકે નહીં એવી તો એકેક ગાથાનો એવો ભાવ છે.
ઓહોહોહો! એક ગાથાએ ન્યાલ કરી નાખે, આહાહા! પ્રભુ સબ અવસર આ ગયા હૈ, આહાહા! મોક્ષમાર્ગ પ્રકાશકને એમ કહેવું પડયું “સબ અવસર આ ગયા,” અહીં તો સબ અવસર આ ગયા એમેય નહિં, તું થા જ આ. પંડિતજી? આહાહાહા ! પ્રભુ તું બધું ભૂલી જા. અને ભગવાનને ભૂલી ગયો છો તું એને યાદ કર હુવે. આહાહા ! સુરેન્દ્રજી? આવી વાતું છે. આહાહા! તે ભૂલવા જેવી ચીજને બહુ યાદ કરી છે પ્રભુ. આહાહા! ભૂલવા જેવી ચીજને ઘણી યાદ કરી છે, બહુ યાદ કરી છે બાપા, અને ભૂલવા જેવો નહિ ભગવાન છે એને ભૂલીને ભૂલી ગયો આખો. એને કોઈ દિ' યાદ જ કર્યો નહિં તે તો આ ટાણું આવ્યું છે ને તને વાત કરું છું ને પ્રભુ તને. તને વાણી દ્વારા ઇશારા કરીને, આહા ! એ તારો નાથ અંદર રાગનો અમારા તરફની ભક્તિનો વિકલ્પ છે, સાંભળવાનો તારો વિકલ્પ છે, આહાહા ! એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. આહાહા! આવો ઉપદેશ છે. કે જે ઉપદેશને પામીને અનુભવથી પ્રમાણ જ કરે એવો ઉપદેશ છે. આહાહા !
ભગવાન અત્યારે ન હોય કેવળી પર્યાયવાળા એને તું યાદ ન કર હવે, આહાહા! આહાહા ! તારા ભગવાનમાં તો અનંતી કેવળજ્ઞાનની પર્યાય પડી છે. આહાહા! ભગવાનનો વિરહ છે એને પણ ભૂલી જા. આહાહા! વર્તમાન કેવળજ્ઞાનની પર્યાયનો વિરહ છે એ પણ ભૂલી જા. ભગવાન આખો અંદર છે. આહાહા ! અને અમારે દેખાડવો છે ઈ, આહાહા ! એને અનુભવજે. બાકી શાસ્ત્રના તો કથનમાં અનેક અપેક્ષાઓ હોય વાણીમાં, એમાં કોઈ સંસ્કૃત ધાતુ વ્યાકરણ આદિમાં કાંઈ ફેર પડે તો એનું કાંઈ અમારે વજન નથી અહીં અમારે, અહીં તો વજન અંતરનો અનુભવ કરવો અને કરાવવો એ છે.
ચૂકી જાઉં તો શું? અનુભવમાં ચૂકી જાઉં એ નહિં, વસ્તુની સ્થિતિ છે તેમાં ચૂકી જાઉં તો ધ્યાન રાખજે એમ નહિં. આહાહા ! વસ્તુ તો જે રીતે છે તે રીતે જ કહેવાશે. એમાં કોઈ ઊણું અધિક વિપરીત કાંઈ છે જ નહીં. આહાહા ! પણ વાણીમાં કોઈ ફેરફાર, વાણી પર ચીજ છે. આહાહા ! એમાં કોઈ શબ્દોની શૈલીની કથનીમાં વ્યાકરણ આદિના નિયમોમાં ફેર હોય, વસ્તુમાં ફેર નહિં, વાણી પણ વસ્તુને બતાવશે એમાં ફેર નહિં, આહાહા ! વાણી જ એવી છે કહે છે. પણ એમાં વ્યાકરણના નિયમ ઘણાં હોય છે એવા નિયમમાં કયાંય ફેર પડી જાય તો તે તેનો જાણનાર હો ત્યાં તને કોઈ ખ્યાલમાં આવે કે અહીં (કાંઈ ફેર છે) તો ત્યાં ઊભો નો રહીશ ત્યાં ખ્યાલ ન કરીશ. અમે જે કહેવા માગીએ છીએ ત્યાં જાને પ્રભુ. આહાહા ! ગજબ ગાથાઓ છે. પહેલી બાર તો પીઠિકા છે ને? આ ઓટલો, ઓટલો મોટો, પછી ઝાડ ફાલે ફૂલે ! મૂળ સામાન્ય વાત પૂરી પૂરી અખંડ આમાં બાર ગાથામાં આવી જાય છે. આહાહા!
હવે ટીકાઃ- આચાર્ય કહે છે, આચાર્ય કહે છે. લ્યો, એક કોર એમ કહે કે આત્મા વાણી કરી શકે નહિં, પણ નિમિત્ત-નિમિત્ત સંબંધે આચાર્ય કહે છે એમ આવે ને? આહાહા ! આચાર્ય કહે છે, કે જે કાંઈ મારા, જે કાંઈ મારા જે કાંઈ એટલે જેટલો છે એટલો, પૂરણ છે એ એમ કાંઈ હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com