________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વાતું છે બાપુ. આહાહા !
શ્રીમમાં એક શ્રાવક રત્નકરંડાચારનો એક લેખ આવે છે છેલ્લો શ્રીમમાં છેલ્લો કે દેવ કેવા હોય અરિહંત? અષ્ટાદોષ રહિત. અઢાર દોષ રહિત, એવો ચોખ્ખો પાઠ આવે છે. છેલ્લો, છે ને પાઠ છે! ક્ષુધા તૃષા રહિત હોય, સુધા તૃષા રહિત હોય એ દેવ, “અહીં તો હજી અરિહંતને ભૂખ લાગે, ને આહાર લે, ને એને રોગ થાય અને દવા લે. (એવી ખોટી પ્રરૂપણા)
અહીં તો એની ઉપાસના એનું વજન છે, ત્રિલોકનાથ, બનારસીદાસમાં આવે છે ને ! નમો કેવળ, નમો કેવળરૂપ ભગવાન, મુખ ઓમકાર ધ્વનિ સૂની, અર્થ ગણધર વિચારે, રચી પરમાગમ ભવિક જીવ સંશય નિવારે. આહાહા! કહો, ધીરુભાઈ? આ બધું ઊડી જાય એવું છે બધું તમારું બધું. આહાહા ! આવો માર્ગ છે બાપુ. પક્ષપાત છોડીને વાત કરે તો સમજાય એવું છે બાપુ! આ તો સત્ય જેવું છે એનું ઉદ્ધાટન છે, એની પ્રસિદ્ધિ છે. કોઈ વ્યકિત માટે નથી, કોઈ જીવ માટે નથી, અરે, એ પણ ભગવાન છે, એ પણ સુખી થવાનો કામી છે પણ. આહાહા ! પર્યાયમાં ભૂલને લઈને દુઃખી થાય છે. ભગવાન છે એ પણ પૂર્ણાનંદ ભગવાન છે. આહાહા ! ગમે તેવી વિપરીત પ્રરૂપણા કે શ્રદ્ધાવાળો હોય, પણ એના આત્મા પ્રત્યેનો પ્રેમ જાય નહિં, વિરોધ ન હોય. આહાહા ! “સત્વેષુ મૈત્રિબધા જીવો છે, વસ્તુ છે, જેવો પોતાનો ભગવાન છે એવા બધા ભગવાન આત્મા એના છે. આહાહા ! કોનો વિરોધ કરવો? વસ્તુનો વિરોધ નથી, પર્યાયમાં ફેર હોય એનું સ્પષ્ટીકરણ કરે, ૩૬૩ પાખંડનું સ્પષ્ટીકરણ નથી કરતા, હૈ? ૩૬૩ પાખંડનું બાર અંગમાં વર્ણન કરે છે ૩૬૩ ભેદોનું વર્ણન! કેટલાક મતોને તો અંદર દુ:ખ લાગે એવું છે કે આ તો અમારું ખંડન કરે છે. વસ્તુનું સ્વરૂપ એવું છે. આહા !
સ્યાત્' એટલે શું? એમ કહે છે, “કથંચિત્' કોઈ પ્રકારથી કહેવું, આત્માને કોઈ પ્રકારે નિત્ય કહેવો, કોઈ પ્રકારે અનિત્ય કહેવો, કાયમ રહેવાની અપેક્ષાએ નિત્ય છે, પલટવાની અપેક્ષા અનિત્ય છે, એમ સ્યાત્ અપેક્ષાથી કહેવું. એમાં ધર્મ હોય એ (અપેક્ષાથી).
પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યા”. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યો વ્યાપક. “તેનું કારણ અહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો વચન ગોચર છે.” સામાન્ય ધર્મો વચનથી કહેવાય છે કેટલાંક, “સર્વ ધર્મોનાં નામ આવે છે” વચનગોચર અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે. તેમનું અનુમાન કરાવવામાં આવે છે. અનુમાન કરાવવામાં આવે છે એટલું કહીને. જેમ કે ભાઈ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય નથી તો એવા અનંતા દ્રવ્યો છે, એને ભલે નજરે ન પડે. આ રીતે અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુના પ્રકાશક છે. વીતરાગની વાણી સર્વ વસ્તુની પ્રકાશક છે. આહાહા ! માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. એ વાણીને સર્વવ્યાપી કહેવામાં આવે છે. પૂરણ કહેનાર છે. સર્વવ્યાપી એટલે પૂરણ કહેનાર છે. આહાહા! શ્રીમમાં આવે છે ને “જે સ્વરૂપ સર્વશે દીઠું ( જ્ઞાનમાં) પણ કહી શક્યા નહિં તે પણ શ્રી ભગવાન જો ” એ તો અપેક્ષિત વાત છે પણ અહીં તો સર્વવ્યાપી પૂરણ કહી શકે છે એમ કહે છે. છે ને? સર્વવ્યાપી શબ્દ કહ્યો છે ને? શબ્દબ્રહ્મ-બ્રહ્મ એટલે વ્યાપવું સર્વ-પૂરણને કહેનાર છે તેથી તેને શબ્દબ્રહ્મ કહેવાય છે લ્યો આ તો શબ્દબ્રહ્મની વ્યાખ્યા કરી.
વિશેષ કહેવાશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com