________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! દેખાડવાની વાણી આવી ગઈ અને દેખાડું એમાં તો. આહાહાહા ! પ્રમાણ કરવું હોં. આહાહાહા!સ્વીકાર કરવો હોં. એકલો હા પાડીને નહિ, એકલી વાતને ધારીને નહિ, આહાહાહા ! પણ અનુભવથી પ્રમાણ કરજે. આહાહાહા!
દેખાડું છું અને દેખાડું તો, આહાહાહા ! દેખાડવાનો ભાવ આવ્યો છે, પણ દેખાડવાનું શરૂ થાય કે કેમ, આહાહા ! હું જો દેખાડું તો આવું નિમિત્ત છે તો તારું ઉપાદાન પણ પ્રમાણ કરે એવું હોવું જોઈએ. આહાહા ! આવી ક્યાં છે વાત તો જુઓ! વીતરાગી સંતો. વીતરાગી અરિહંતો ગુરુ ને વીતરાગી શાસ્ત્રોને જેણે કબૂલ્યા છે માન્યા છે. આહાહા ! એ ઉપરાંત જેણે આત્માનો વીતરાગી અનુભવ કર્યો છે. કહેશે હજી, સ્વીકાર કરવું. જે રીતે હું કહીશ એ રીતે વસ્તુ છે કે નહીં એમ તું તારા, અનુભવથી, આ પ્રમાણે કરજે હોં. આહાહાહા ! જેમ હું કહેવા માગું છું કે રાગથી પ્રભુ ભિન્ન છે અને પોતાની પૂર્ણ સંપદથી તે અભિન્ન છે, એમ દેખાડું તો એ અમારું દેખાડવું નિષ્ફળ ન જાય. આહાહાહા ! તો પ્રમાણ કરજે એવા જીવને માટે કહું છું એમ કહે છે. આહાહા ! પ્રભુ આમ નજર નાખજે ત્યાં હોં. જે હું બતાવું છું કે રાગથી ભિન્ન અને સ્વરૂપ સંપદાથી એકત્વ તો એ દેખાડું તો એની હા પાડજે, કઈ રીતે? જે રીતે છે એમ કહું છું એ તને ભાસે છે કે નહિં? તારા ભાવમાં ભાસે છે કે નહિં, ભાસે ત્યારે સ્વીકાર કરજે. આહાહા ! સમયસાર! આહાહા ! ભરત ક્ષેત્રનો સર્વોત્કૃષ્ટ બાદશાહ પ્રવચનનો છે. આહાહા ! એમ કહેવા માગે છે કે ભાગ્યશાળી તું કે જ્યાં આવી વાણી તને કાને પડશે. એથી હવે તું તારો પુરૂષાર્થ કરીને જે રીતે હું કહેવા માગું છું તે જાણીને હા પાડજે, આહાહાહા ! એ ભાવનું ભાન થઈને પ્રમાણ કરજે. આવી વાતું છે. આહાહાહા !
પ્રભુ આત્મા આમ રાગથી (ને) વિકલ્પથી ભિન્ન, વીતરાગી સંતો ને વીતરાગી દેવ, એ વીતરાગ ભાવ પ્રગટ કરવાની જ વાત કરે છે. અને તે વીતરાગ ભાવ પ્રગટ કરવાની વાત કરે છે, એ વીતરાગી સ્વરૂપ છે તેમાં દૃષ્ટિ કરાવવા અનુભવ કરાવવા, એ વાત કરે છે. (સ્વીકારીશ) ત્યારે એ વીતરાગી પર્યાય પ્રગટ થશે. આહાહા ! હું કહું છું તે પ્રમાણે વસ્તુ છે કે નહીં, એમ તારા અનુભવથી પ્રમાણ કરજે. આહાહાહા ! એકલી હા પાડીને ધારણામાં રાખીને ઊભો ન રહીશ. આહાહાહાહા! જાઓ તો ખરા પુરૂષાર્થની એકલી (વાત).
ભગવાન અંદર આનંદનો નાથ, પરમાત્મા તારા સમીપમાં બિરાજે છે ને પ્રભુ! આહાહા ! એની તો હું વાત કરું છું, છે એની તો હું વાત કરું છું. આહાહા! અને છે એ તને સંભળાવું છું અને તું સાંભળવા આવ્યો છો. આહાહા! તો છે એને તું પ્રાપ્ત કરજે. આહાહાહા! અસ્તિત્વ એનું જેટલું ને જેવડું છે, એ રીતે અનુભવથી તને એના અસ્તિત્વનું પ્રમાણ કરજે અનુભવથી, આહાહા ! ગજબ વાત છે!! આ સાર શાસ્ત્ર કહેવાય. આહાહા ! ઓલા તો કહે અમને તમે માનજો, અમને દેવ ગુરુ શાસ્ત્ર ને માનજો તો તમને સમકિત થાશે. આહાહા ! આ તો કહે તું અમે કહીએ છીએ, એ તું તારા અનુભવથી કબૂલ કરીને માનજે, અમને માનજે એમ નહિં. આહાહા ! જ્ઞાન સ્વરૂપી પ્રભુ, ચૈતન્યચમત્કારી, ચિંતામણિ રતન “પ્રભુ તું છે ને,” ચૈતન્ય ચમત્કારી ચિંતામણિ, આહાહા! મહા રતન પ્રભુ, હું તને બતાવું છું ને? આહાહા ! તો તું જોઈ લેજે, કે આ છે કે નહિં આવો? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com