________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
ગાથા - ૫
अत एवैतदुपदर्श्यते
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्यं ।।५।। तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन।
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।। इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा , समस्तविपक्षक्षोदक्षमातिनिस्तुषयुक्तयवलम्बनजन्मा,निर्मलविज्ञानघनान्तर्निमग्नपरापरगुरुप्रसादीकृतशुद्धात्मतत्त्वानुशासनजन्मा, अनवरतस्यन्दिसुन्दरानन्दमुद्रितामन्दसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मन: स्वो विभवस्तेन समस्तेनाप्ययं तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति बद्धव्यवसायोऽस्मि। किन्तु यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यम्। यदि तु स्खलेयं तदा तु न छलग्रहणजागरूकैर्भवितव्यम्।।
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એક અમે દર્શાવીએ છીએ:
દર્શાવું એકવિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ. ૫. ગાથાર્થ:- [તમ] તે [ ત્વવિભ$] એકત્વવિભક્ત આત્માને [૩૬] હું [માત્મનઃ] આત્માના[ સ્વમિન] નિજ વૈભવ વડે[ ]દેખાડું છું;[ ચરિ] જો હું [વયં] દેખાડું તો [પ્રમvi] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [વનેચં] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ 7 ] છળ [] ન[મૃદતવ્યમ] ગ્રહણ કરવું.
ટીકા- આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ?આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને
ચાત' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અહંતનાં પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (“ચાત' નો અર્થ “કથંચિત્' છે એટલે કે “કોઈ પ્રકારથી કહેવું'. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણ અહંતનાં પરમાગમમાં સામાન્ય ધર્મો-વચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com