________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૪
૧૭૫
પ્રવચન ન. ૧૮ ગાથા - ૪ તા. ૨૬-૬-૧૯૭૮ સોમવાર જેઠ વદ-૬ સં. ૨૫૦૪
સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર માત્ર ભાવાર્થની છેલ્લી ચાર લીટી કરી કરીને સાર બધો વાંચે, સાંભળે પણ, કરવાનું શું? એનો સરવાળો શું? પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કારસ્વરૂપ તે પણ પોતાનો આત્મા, એને પોતાનો) કરવાનો એ “પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નથી.” કરવાનું હતું જે આ, એ તો જ્ઞાન કદી થયું નથી. “અને જેમને એ જ્ઞાન થયું હતું તેની સેવા તો કદી કરી નહિં.” એટલે એમની આજ્ઞા જે છે વીતરાગભાવની સ્વઆશ્રય લેવાની એ કર્યું નથી. એથી સેવા કરી નથી એમ કહેવામાં આવે છે. આહાહા ! કારણકે અનંત જ્ઞાનીઓનો કહેવાનો સાર તો આ છે. ચૈતન્યસ્વરૂપ ચમત્કારી પદાર્થ પ્રભુ! એનો અનુભવ કરવો, એની દૃષ્ટિ કરીને એનો અનુભવ કરવો. એ એમનો કહેવાનો સાર અને આજ્ઞા છે. તે આજ્ઞા પ્રમાણે કર્યું નહિં ને સેવા કરી નહિં એમ, સેવા બીજી શું સેવા હતી. આહાહા !
તેથી તેની કથા ન કદી સાંભળી. આહાહા ! ન તેનો પરિચય કર્યો, કે ન તેનો અનુભવ થયો, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી.” (દુર્લભ છે.) પાઠ તો આ છે. પછી અર્થ કર્યો સુલભ નથી એટલે દુર્લભ છે એમ, બાકી બધું સુલભ છે, આહાહા ! પણ આ એક સુલભ નથી, દુર્લભ છે. બહારના બધા (વિષયો) સુલભ છે અનંતવાર મળ્યાં, વાણી યે અનંતવાર મળી, પૈસા ય અનંતવાર મળ્યા, દેવ દર્શન અનંતવાર થયા, સમોસરણમાં અનંતવાર ગયો, એ કાંઈ દુર્લભ નથી. આહાહા! સુલભ નથી તો એક આ, ચૈતન્ય ચમત્કારી વસ્તુ જે અંદર છું, ભલે શરીર પ્રમાણે એનું કદ હો, અને બાહ્યમાં ભલે પુષ્ય ને પાપના વિકલ્પવાળી દશા દેખાય, પણ વસ્તુ તો એનાથી ભિન્ન છે. આહાહા ! એ પુણ્યને પાપના વિકલ્પો રાગ એનાથી પણ ભિન્ન એ સારા (સર્વ) શાસ્ત્રોને અને જ્ઞાનીઓને કહેવાનું તો એ છે, એનો અનુભવ કર. એનાથી તારા જનમ મરણનો અંત આવશે. આહાહા !
હવે આચાર્ય કહે છે, છે ને માથે “અત અવૈતદુપદશ્યતે” અત એવ એતદ્ એવ ઉપદશ્યતે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ.” ભગવાન આત્મા રાગથી ભિન્ન અને સ્વરૂપથી અભિન્ન એવી ચીજ દર્શાવીએ છીએ કારણકે સાંભળીને કરવાનું તો એ છે. તો એ અમે દેખાડીશું. (હવે) પાંચમી ગાથા.
આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધનયથી હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે ને મનના વિકલ્પમાં આવ્યો છે પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે. તે આગળ વધતા મન સંબંધી વિકલ્પોને જલદી વમી નાખીને નિર્વિકલ્પ થાય છે. ૪૮૫.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com