________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૭૩ થયો પણ એ થોડા ભવ, આ ઘણાં ભવ. આહાહા !દેવથી પણ નિગોદના ભવ ઘણાં કર્યાને? આહાહા !
એક પણ વાત એને યથાર્થપણાથી જ ખ્યાલમાં આવી જાય, તો બીજા બધા ભાવોની સુલભતા થઈ જાય કે અનાદિથી આ છું, જે છે એને આદિ ન હોય, છે એને આદિ શું? અને છે એની ઉત્પત્તિ શું? છે એ રહ્યો ક્યાં? પરિભ્રમણમાં, પ્રત્યક્ષ દેખાય છે કે માણસપણું તને મળ્યું છે તો ભવ મળ્યો તને. આહાહા! અને તે ભવના કારણે તે સેવ્યા, હેં? તો આ ભવ, પહેલાં ભવના કારણ, આ ભવ પહેલાં ભવના કારણ એમ બધા સેવીને ભવ કર્યા. આહાહા! આહાહા ! બહુ વાત અંતરની છે ને! એમ કહ્યું છે ને ! અંતરંગમાં કહ્યું 'તું ને, પ્રકાશમાન જ્યોતિ છે, સદા અંતરંગમાં પ્રગટપણે પ્રકાશમાન જ્યોતિ છે, જુઓ આટલા શબ્દ વાપર્યા છે. છે ને?
સદા ત્રિકાળ, પ્રગટપણે- પ્રત્યક્ષ થઈ શકે, અંતરંગમાં- અંતરમાં આમ બાહ્યમાં નહિં, પ્રકાશમાન જ્યોતિ પૂર્ણ છે. આહાહા ! આવો તો પ્રભુ છે. એને ભેદજ્ઞાનની જ્યોતિ વડે જોયો ને જાણ્યો નહીં. આહાહા ! આ બહારનો જાણવાવાળો હું, રાગનો કરવાવાળો હું, પણ બહારનો જાણવાવાળો નહિં પણ જાણનારો, જાણનારાનો હું. આહા! જેની ભૂમિકામાં જાણવું થાય છે, એને જાણ્યું તે હું, પરને જાણ્યું તે એ (હું) નહિં. આહાહા! એવી રીતે પરથી ભિન્ન આત્માનું પામવું સુલભ નથી. આહાહા ! દુર્લભ છે ભાઈ. આવ્યું ને? “એયતસ્કુવલંભો નવરિન સુલહો વિહત્તસ્સ” વિભક્ત પરથી જુદો સ્વથી એકત્વ એ સુલભ નથી. આહાહા ! અરે ! એ દુર્લભ છે વાત ભાઈ. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. આહાહા ! પછી સુલભ નથી એનો અર્થ કર્યો કે દુર્લભ છે એ તો. ભાવાર્થ કે સુલભ નથી એટલે કે દુર્લભ છે એમ. આહાહા!
ભાવાર્થ – “આ લોકમાં એક તો આ લોક સિદ્ધ કર્યો, લોક-જગત છે. આહાહા “એમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર ઉપર ચઢી” પુણ્ય પાપના રાગના ચક્ર ઉપર ચઢી એમ અહીં સંસારરૂપી ચક્ર ઈ, કષાયભાવ તે સંસાર છે. અને પુણ્ય ને પાપ, પુષ્ય ને પાપ, શુભ અને અશુભ, શુભ અને અશુભ, એવા ચક્ર ચઢી “પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કર્યા” જગતના જેટલા સંયોગી પદાર્થો છે તેના સંયોગમાં આવી ગયો, જગતનું જેટલું ક્ષેત્ર છે દરેક ક્ષેત્રમાં જન્મી ને મરી ચૂક્યો, કાળ જેટલો છે તે દરેક કાળમાં જન્મ મરણ પરાવર્તન કરી ચૂક્યો, ભવ જેટલા છે, એટલા ભવ પણ કરી ચૂક્યો અને ભાવ જેટલા છે પુણ્ય પાપના ભાવ અનંતવાર કરી ચૂક્યો. આહાહાહા !
ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે” મોહકર્મનો ઉદય એટલે મિથ્યાત્વભાવ, વિપરીત માન્યતા, આહાહા ! એ રાગનો કણ મારો એવી માન્યતા (2) મિથ્યાત્વ, આહાહા! એ મિથ્યાત્વરૂપી પિશાચ, મિથ્યાત્વરૂપીપિશાચ ભૂતડું ઘોંસરે જોડે છે. આહાહા! ઢોરને ઘોંસરે નાખે છે ને? આહાહા ! માથા ઉપર ઘોંસરું નથી મૂકતા ક્યાં મૂકે છે? ગળા ઉપર કે આંહી (કાંધે ) ઘોસરું મૂકે છે. ઘોસરું ઉંચું કરે ત્યાં ગરી જાય ને આમ આંહી. મિથ્યાત્વરૂપી પિશાચ, વિપરીત શ્રદ્ધા એવું ભૂતડું ઘોંસરે જોડે છે. આહાહાહા ! સંસારનામજૂરના કામમાં જોડાઈ ગયો છે ઈ મિથ્યાત્વરૂપી ભૂતડે આ કરવું ને આ કરવું ને આ કરવું ને આ કરવું. આહાહા ! એને મિથ્યાત્વરૂપી પિશાચે જેમ ઘોંસરું ઊંચુ કરે અને ગરી જાય બળદ એમાં, એમ આ ગરી ગયો છે અનાદિથી. આહાહા ! પહેલા તો બળદને નાનો હોય અને ઘોંસરામાં નાખવું હોય તો ઘણું શીખવવું પડે, પરાણે ખેંચવું પડે, ઘોંસરું હોય ને બળદનું ગાડાનું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com