________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૭૧ આ કારણે એમ, એક તો પોતે રાગના સૂક્ષ્મ વિકલ્પને જાણે એ આત્માનો હોય એમ માનીને અનાત્મજ્ઞપણે રહ્યો અને આત્મજ્ઞાનીએ કહેલી વાતના ભાવને જાણ્યો નહિં–આહાહાહા ! શાસ્ત્ર બાર અંગ છે પણ કહે છે શું બાર અંગ, ગુરુ ને કેવળી, બાર અંગમાં કહે છે શું? કે વીતરાગતા. વીતરાગતા થાય કેમ? કે સ્વને આશ્રયે. એ ગુરુની આજ્ઞા હતી એ રીતે એણે ન કર્યું. સમજાણું કાંઈ? પૂર્વે નથી કદી સાંભળવામાં આવ્યું. આહાહાહા ! આ કારણે રાગને એકપણાપણે માનીને અનાત્મજ્ઞ-જ્ઞાનપણે રહયો, આત્મજ્ઞાનીની આત્મજ્ઞાન કરવાની જે આજ્ઞા એની તો સેવા કરી નહિં. તેથી, છે?
નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું” કદી સાંભળવામાં આવ્યું નથી કે રાગથી ભિન્ન ચીજ છે, એ વીતરાગ સ્વરૂપ છે અને ભિન્ન પાડ તો વીતરાગતા પ્રગટ થાય. એ વાત એણે કદી સાંભળી નથી. સાંભળી, કાને પડી હોય, પણ અંદરમાં ભાવ પ્રગટ કર્યો નથી, માટે તે સાંભળી નથી. આહાહાહા ! સાંભળ્યાનું પરિણામ આવ્યું નહિ, આહાહા ! એટલે સાંભળ્યું નથી. સમજાણું કાંઈ? આ પ્રભુ અંદર રાગના અંશથી પણ ભિન્ન પ્રભુ, વસ્તુ હોય એ વિકારી કેમ હોય? વસ્તુ અટકે તો અલ્પજ્ઞપણું થઈ જાય વસ્તુમાં, એ વસ્તુ કેમ હોય? આહાહા! એ તો પર્યાય અટકે અને પર્યાયમાં અલ્પજ્ઞપણું હોય, વસ્તુ તો પૂરણ છે. આહાહા !
ચૈતન્ય ચમત્કારથી સમાધિથી ભરેલો ભગવાન, શાંત રસથી ભરેલો પ્રભુ એનું જ્ઞાન કર્યું નહિં, રાગની એકતા બુદ્ધિને લઈને, છે તો રાગથી ભિન્ન, તું માન તો ય ભિન્ન અને ન માન તો ય ભિન્ન. આહાહા! અને ગુરુની આજ્ઞા એટલે આ, ગુરુ પોતે રાગની આજ્ઞા કરે નહિં, કારણકે રાગની આજ્ઞા એ તો વિકારની છે. આહાહા ! એ તો વીતરાગ તારું સ્વરૂપ છે અંદર પ્રભુ, સચ્ચિદાનંદ પ્રભુ છો તું. આહાહા! ચૈતન્યની ચમત્કારી જ્યોતિથી ભરેલો વીતરાગ મૂર્તિ તારું સ્વરૂપ અને તેને આશ્રયે જ વીતરાગતા નામ ધર્મ થાય એ વાત એણે લીધી નહિં. એ માટે પૂર્વે કદી સાંભળ્યું નથી. આહાહાહા !
“નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું” કહો એક બાજુ કહે કે સમોસરણમાં અનંતવાર ગયો, કેવળી આગળ રહી ગયો કોરો ! સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે, સદાય હોય છે મહા વિદેહમાં તો હોં, મનુષ્ય ક્ષેત્ર છે હોં, મનુષ્ય ક્ષેત્રમાં છે. ત્યાંય અનંતવાર જન્મ્યો છે, અનંતા પુદ્ગલ પરાવર્તન ભવ કર્યા, સાંભળવા અનંતવાર ગયો છે. કે એ તેં સાંભળ્યું નથી સાંભળવાનું પરિણામ રાગથી ભિન્ન પડવું, તે જોઈએ, તે થયું નહિં, તેથી તેં સાંભળ્યું નથી. આહાહાહા !
નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું” સાંભળવામાં આવ્યું નથી, પણ પરિચય પછી ક્યાંથી આવે ? રાગ વિનાનો મારો પ્રભુ એમ પરિચય કે દિ' કરે . આહાહાહા! નિર્વિકલ્પ ચીજ છે પ્રભુ રાગ વિનાની (આત્મવસ્તુ), એનો એણે પરિચય કર્યો નથી, કેમ કે સાંભળવામાં આવ્યું એવું એણે સાંભળ્યું નહિં, એવું એણે કર્યું નથી તો પછી પરિચયમાં આવ્યું નહિં. આહાહા!નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું; રાગથી ભિન્ન પ્રભુ (જ્ઞાયક ), કેમ કે રાગ છે એ તો પુણ્ય તત્ત્વ છે, એ કાંઈ આત્મતત્ત્વ નથી. આહાહા ! નવ તત્ત્વ છે. એમ અજીવ, શરીર વાણી માટી એ તો અજીવ છે, પાપના-હિંસા, ચોરી જુઠુંના ભાવ એ પાપ તત્ત્વ છે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય તત્ત્વ છે, પ્રભુ તો એનાથી ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. આહાહાહા ! નવ તત્ત્વને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com