________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે રાગ રહિત જે આત્મા છે, એવું જેણે જાણ્યું છે, ને એને આત્મા કહેવો, એવા આત્માની તેં સેવા કરી નથી. એ આત્માઓએ તો આત્મા બતાવ્યો છે. આહાહાહા!
આમ કહેવું છે કે અનંતવાર ગુરુ મળ્યા, અનંતવા૨ તીર્થંકરને મળ્યો, સમોસ૨ણમાં ગયો તોપણ અજ્ઞાની રહ્યો. એનો અર્થ ? કે જાણના૨ની આજ્ઞા શું છે ? જાણનાર આત્માની આજ્ઞાની સેવા શું છે ? કે એ જાણનાર આત્માને, એમ કહ્યું કે તારો આત્મા રાગથી ભિન્ન છે એમ જો, ભેદજ્ઞાનથી તને મળશે. એવી આશા એની હતી એ આજ્ઞા એણે માની નહીં. તેથી એણે ગુરુની સેવા કરી નહિં એમ કહેવામાં આવે. ગુરુ કાંઈ શરીર નથી કે એની સેવા કરવી, ગુરુ વાણી નથી કે જે વાણીની સેવા કરવી. આહાહા ! ગુરુ તો વીતરાગી સ્વરૂપ મૂર્તિ પ્રભુ છે. એની સેવા ન કરી એટલે કે એણે જે કહ્યું કે તારું સ્વરૂપ વીતરાગ છે અને અમારા કહેવાનો તાત્પર્ય પણ વીતરાગભાવ પ્રગટ કરવાનો છે. એ વીતરાગભાવ પ્રગટ તારા વીતરાગ સ્વભાવને આશ્રયે થાય એમ એમણે કહ્યું એ માન્યું નહીં, સમજાણું કાંઈ ?
પહેલી ગાથાઓ બધી ઝીણી છે. બાર ગાથાઓ મૂળ ભૂમિકા છે. પછી તે૨થી એનો વિસ્તાર થાય છે. આહાહા ! હજી તો એને સમજવું કે શું વાત કહે છે એ પકડવી કઠણ પડે એનો અર્થ એમ થયો કે આત્માને જાણનારની સેવા કરીએ તો કલ્યાણ થાય. પણ સેવાની વ્યાખ્યા શું ? ગુરુની સેવા એટલે શું? ગુરુ એટલે શું? વીતરાગ સ્વરૂપી પ્રભુ, વીતરાગ સ્વરૂપી ગુરુ, એ વીતરાગ સ્વરૂપને બતાવનાર એવા વીતરાગ સ્વરૂપને જાણ્યું નહીં એટલે વીતરાગની સેવા કરી નહીં. આહાહાહા ! આવી વાત છે.
જાણનારાઓની સેવા ન કરી એટલે ? જાણના૨ કોણ ? જાણનાર શરીર છે? જાણનાર રાગ છે ? આહાહા ! એનું જે જ્ઞાન અને જ્ઞાતાપણું એ ગુરુ, એની સેવા ન કરી એટલે કે જ્ઞાન સ્વરૂપી આત્માને બતાવ્યો એણે, એમ માન્યું નહિ એણે. કોઈ પણ રીતે રાગ અને ૫૨થી લાભ થાય, એવી માન્યતામાં એણે ગુરુની સેવા એટલે ગુરુએ કહ્યું તે માન્યું નહીં. આહાહા ! કેટલું સમાડયું છે ? એક તો પોતે અનાત્મજ્ઞ છે એટલે કે રાગને પોતાનો કરીને, જે નથી એમ માનીને બેઠો છે, એથી અનાત્મજ્ઞ છે, અને જેણે આત્માને રાગથી ભિન્ન જાણ્યો છે એને એ રાગથી ભિન્ન કરવાનું એ કહે છે. એ એની આજ્ઞા છે. આહાહા ! ગુરુ અને દેવની આજ્ઞાનો સાર વીતરાગતા છે વીતરાગતા એમણે બતાવી, એણે વીતરાગતા પ્રગટ ન કરી, રાગને આશ્રયે પડીને, વીતરાગ સ્વરૂપ આત્મા એનું જ્ઞાન ન કર્યું, એટલે એની સેવા કરી નહીં એમ કહેવામાં આવે છે. આહાહાહા!
,,
બીજા આત્માને જાણનારાઓની સંગતિ એટલે સેવા નહીં કરી હોવાથી, આહાહાહા ! છે ને ? “ પ૨ષામાત્મજ્ઞાનામનુપાસનાચ્ય ” આહાહા ! સેવા કરી નહિ એમ છે ને ? અન્ ઉપાસનાચ્ચ૫૨ની અન્-ઉપાસના એટલે સેવા કરી નથી, સેવાનો અર્થ સ–એવ એણે જે કીધું કે તારું સ્વરૂપ વીતરાગ છે અને તે રાગથી ભિન્ન પડીને જણાય એવું છે. એવું કહ્યું એ આજ્ઞા માની નહિં. એ એણે સેવા કરી નહિં એમ કહેવામાં આવે છે. કાંઈ સેવા એટલે એને પકવાન ખવરાવવા અને એના પગ દાબવા એ ગુરુ છે તે એની સેવા કરી ? આ તો જડ છે માટી છે. પણ આ શરીર તો જડ છે. એને ગુરુ કહેવાય ? વાણી છે એને ગુરુ કહેવાય ? આહાહા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com