________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિર્મળ ભેદજ્ઞાનરૂપી પ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે એવો છે એમ કહે છે. આહાહા! ભારે કામ આકરું, માણસને અભ્યાસ નહિં. આખું મૂળ ચીજ અંદર શું છે? આવો હોવા છતાં અંતરંગમાં પ્રકાશમાન જ્યોતિ અને ભેદજ્ઞાનથી સ્પષ્ટ પ્રકાશમાન, સ્પષ્ટ દેખવામાં આવે એવો હોવા છતાં, આહાહા ! કષાય નામ રાગ શુભ અશુભ ભાવ, એના ઉપર દૃષ્ટિ હોવાથી જાણે કે હું કષાય રાગવાળો છું. એવો કષાયચક્રના ભાવની સાથે, એકરૂપ જેવું કરવામાં આવ્યું, (શું કહ્યું?) એકરૂપ જેવું, એકરૂપ થયું નથી પણ એણે માન્યતામાં, વસ્તુ સ્થિતિ આ છે અંતરંગમાં પ્રકાશમાન એની ખબર ન મળે. તેમ ભેદજ્ઞાનથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવો ઉપાય ન મળે. આહાહા !
તેથી રાગના ચક્રની સાથે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એવા કષાયચક્રના સમૂહ સાથે, આહાહા ! એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, કેમ નથી જાણતો? ભેદજ્ઞાનથી જણાય એવું છે, અંદરમાં પ્રકાશમાન છે, છતાં કેમ જાણતો નથી ? કે કષાય સાથે એકરૂપ જેવું માન્યું છે એણે. આહાહા ! શુભ કે અશુભ રાગ એ કષાય છે. કષાય એટલે કષ નામ સંસાર ને આય નામ લાભ, જેમાંથી પરિભ્રમણનો લાભ મળે. આહાહા! એની સાથે એક જેવું, એકપણે કર્યું છે એમ નહિં, એને એક જેવું માન્યું છે. આહાહાહા!
ભગવાન ચૈતન્ય જ્યોત અંદર બિરાજમાન એને નિર્મળ ભેદજ્ઞાનથી પૃથક દેખવામાં આવે એવી એ ચીજ છે. છતાં કષાયના રાગનો વિકલ્પ છે, એની સાથે એક એવું કરવામાં આવ્યું, આ જાણે એક છું હું અને રાગ એક છું, એમ કરવામાં માનવામાં આવ્યું. આહાહાહા ! પ્રવિણભાઈ ! આવી વાતું છે. અરે ક્યાંય આવું સાંભળવા મળે એવું નથી. આહાહા! એની તો ગાથા ચાલે છે એ સાંભળ્યું નથી આ વાત આ રીતે, સાંભળી હોય તો તે અંદર પ્રયોગમાં મૂકી હોય. આહાહાહા !
એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, આહાહા ! ગજબ ભાષા છે ને ! ચૈતન્ય જ્યોત દ્રવ્ય સ્વરૂપ છે જે વસ્તુ એ તો ચૈતન્યના સહજાત્મસ્વરૂપના પ્રકાશ ને આનંદની મૂર્તિ છે. એને રાગ સાથે એકપણું કદી ન થાય અને રાગનો વિકલ્પ છે ભલે શુભ હો, એની સાથે અંતરંગમાં સદા પ્રકાશમાન જ્યોતિ છે. એ રાગની સાથે ને એની સાથે વચ્ચે સાંધ છે, સંધિ છે, સાંધ છે, વચ્ચે ત્રડ છે વચ્ચે, એક થયા નથી. આહાહા! દેવીલાલજી! આવી વાતું છે.
આવો કઈ જાતનો ધર્મ અરે બાપુ. આહાહા ! વર મૂકીને જાન જોડી દીધી. વર ન મળે મૂળ મુખ્ય, એમ આત્મા મુખ્ય ચીજ કેવડી ને કેવી છે. એનાં જ્ઞાન ને ભાન વિના આ ક્રિયાકાંડમાં જોડી દીધા. આહાહા! દયા પાળો ને, વ્રત પાળો, ભક્તિ કરો ને પૂજા કરો, આ ભજન કરો, આહાહા ! એ વર વિનાની જાન છે. આહાહા ! (શ્રોતાઃ જાન કહેવાય ઈ ) એમ લોકો કહે બાકી તો માણસના ઢગલા ટોળાં કહેવાય, જાન તો ક્યારે કહેવાય કે વર હારે હોય તો. દુલ્હો દુલ્હો કહે છે કે તમારે હિંદીમાં, દુલ્હો હારે હોય વર તો એને જાન કહેવાય-એમ ચૈતન્યનું ભાન રાગથી ભિન્ન હોય તો પછી રાગ આવે ખરો તો એને વ્યવહાર કહેવામાં આવે. આહાહા! આવો ઝીણો ઉપદેશ હવે આહાહા !
આવું હોવાથી “અત્યંત તિરોભાવ પામ્યું છે.” વસ્તુ તો વસ્તુ છે પણ રાગ ને કષાય ને પુણ્યની સાથે એક એવું કરવામાં આવ્યું હોવાથી, આહાહા ! અત્યંત તિરોભાવ એ જીવને ઢંકાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com