________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૯ ગયું છે. જેણે રાગ અને કષાય સાથે એકપણું કર્યું છે, એને એ ઢંકાઈ ગયું છે. વસ્તુ તો વસ્તુ છે અંદર, જ્ઞાયક ચૈતન્ય જ્યોત, પણ રાગ અને કષાય સાથે એકપણું કરવાથી એને એ જ્ઞાયકપણું લક્ષમાં આવતું નથી, એને ઢંકાઈ ગયું છે. સમજાણું કાંઈ ? જ્ઞાયકપણું જે છે વસ્તુ એ ઢંકાતી નથી તેમ પ્રગટ થતી નથી, એ તો છે એ છે. પણ અજ્ઞાનીને એ સ્વરૂપ કોણ છે એની ખબર નથી, અને તેથી દયા દાનના વિકલ્પની વૃત્તિ સાથે એકપણું માનીને રોકાઈ ગયો છે, અને તે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. એને તે જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવતો નથી. આહાહાહા! આવી વાત છે.
અત્યંત તિરોભાવ પામ્યો એમ પાછું. આહાહાહા! એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, એ કષાયનો ભાવ છે શુભ-અશુભ એની સાથે, મૂળ તો કહેવું છે કે પર્યાય બુદ્ધિ હોવાથી આહાહા! અત્યંત દ્રવ્ય સ્વભાવ તેને તિરોભૂત ઢંકાઈ ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ? છે ને સામે પુસ્તક, શેનો અર્થ ચાલે છે આ? આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! હજી તો સંપ્રદાયના નામ બીજા સાંભળે ત્યાં ભડકે, આહાહા! આ તો દિગંબર સંપ્રદાય છે, આ તો સનાતન દિગંબર છે બીજું આ બધું... અરે ભાઈ સાંભળને બાપા ! એવું દેખીને ભડકે છે, ભાગે છે, અરેરે એને આવું શું?
અંદર રાગના વિકલ્પની સાથે એક એવું કરવામાં આવ્યું હોવાથી, એટલે કે સ્વભાવની સાથે વિભાવ એકરૂપ છે એમ માનવામાં આવ્યું હોવાથી-આહાહા ! એવો જ્ઞાયકભાવ ભગવાન સહજાત્મ સ્વરૂપ, ચૈતન્યના પ્રકાશના આનંદનો પૂર એ એની દૃષ્ટિમાં ઢંકાઈ ગયું છે. પ્રગટ પ્રકાશમાન છે, એ તો કીધું ને? આહાહાહા ! મારગ ઝીણો પ્રભુ, તું મોટો ને માર્ગ ઝીણો. આહાહા ! તારી મોટપની શું વાત કરવી કહે છે, તું રાગથી ભિન્ન પડ તો ભેદજ્ઞાનથી જણાય એવી તારી મોટપ છે. કોઈ રાગથી ને ગુરુથી ને કેવળીથી જણાય જાય, શાસ્ત્રના જાણપણાથી જણાય જાય, એવો નથી પ્રભુ. આહાહાહા ! તારી મોટપ મોટી છે પ્રભુ! આહાહા ! કે જે તને તારા ઉપર લક્ષ કરીને, રાગથી ભિન્ન પડે તો તું જણાય એવો છો. તારી મોટપને દૃષ્ટિમાં લઈ અને રાગથી ભિન્ન પડે તો તું જણાય એવો છો. આહાહા ! આવી વસ્તુ છે.
“તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે, આહા! તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી,” પોતે રાગની એકતા માની છે, તેથી તે અનાત્મજ્ઞપણું છે. આહાહા! અનાત્મજ્ઞ, અનાત્મજ્ઞ, જે આત્મા નથી એને પોતાનો માનીને પડ્યો છે. આહાહાહા ! પોતામાં અનાત્મજ્ઞ, રાગ છે એ અનાત્મજ્ઞ છે, આહાહા ! એની સાથે એકપણું માનીને પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, “પોતે આત્માને નહિં જાણનારો હોવાથી,” આહાહા ! પર્યાયમાં જે રાગનો અંશ આવ્યો ભલો શુભ આચરણનો, એને જાણે આત્મા સાથે એક કરી માન્યું તેથી તેને, આહાહા ! છે? આહાહા ! અનાત્મજ્ઞપણું હોવાથી જાણી શક્યો નથી એમ કહે છે. રાગની એકતામાં અનાત્મશપણું હોવાથી અંદર આત્મા પ્રકાશમાન
જ્યોતિ વિદ્યમાન હોવા છતાં તેને તેણે જાણ્યો નથી. આહાહા! પોતે આત્માને નહિં જાણતો હોવાથી એક વાત, બીજા આત્માને જાણનારાઓની સંગતિ; સેવા નહિ કરી હોવાથી એ શું વળી પાછું? આમ તો અનંતવાર તીર્થકરોના સમોસરણમાં ગયો, અનંતવાર સાચા સંતનો શિષ્ય થયો, એના પરિચયમાં રહયો છે પણ અહીં કહે છે આત્માને જાણનારાઓની સેવા નહીં કરી. આત્માના જાણનારની સેવા ન કરી એમ કીધું ને? તો એનો આત્મા જે જાણનાર છે, આત્મા કોને કહેવો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com