________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જાણે તો એમાંય આત્મા જ્ઞાયક તત્ત્વ છે એમ આવે છે. એ આત્મા રાગ તત્ત્વ છે એમ નથી આવતું ત્યાં. આહાહા !
આ કારણે એને અનુભવમાં આવ્યું નથી તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી” આહાહા! રાગથી, વિકલ્પથી કષાયનો શુભ ભાવના અંશથી પણ જાદો, એવી વાત એને સાંભળવામાં આવી નથી, તેથી સુલભ નથી. એ વાત કાંઈ સુલભ નથી. એ સાંભળવી સુલભ નથી, પરિચયમાં આવવી સુલભ નથી અને અનુભવમાં આવવી સુલભ નથી, એમ કહે છે આહાહાહા ! સાંભળવી સુલભ નથી (શ્રોતા- ઉપદેશ જ ક્યાંક ક્યાંક છે ૧૧મી ગાથામાં આવે છે) બહારના આશ્રયે અને પર અપેક્ષાથી આત્માને લાભ થાય તો એ ચીજ જેનાથી લાભ માન્યો એ ચીજ પોતાની માની-આહાહાહા ! જેનાથી લાભ થાય એ ચીજ જ પોતાની માની. રાગથી લાભ થાય, ને નિમિત્તથી લાભ થાય, આહાહા ! તો નિમિત્તો ને પરચીજને ને રાગને પોતાની માની, પણ પોતે જે સ્વભાવ છે અને તેનાથી લાભ થાય-સ્વભાવથી સ્વભાવનો લાભ થાય. આહાહા !
શુદ્ધ ઉપયોગથી આત્માનો લાભ થાય. આહાહા! આવી વાત એણે (સાંભળી નહિં), ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી શુદ્ધ ઉપયોગથી એ પ્રાપ્ત થાય એ રાગથી નહીં. એવું એનું
સ્વરૂપ છે, એવું ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. એ કાંઈ સુલભ નથી વાત બાપુ! સાંભળવી સુલભ નથી. પરિચય સુલભ નથી, અનુભવ સુલભ નથી. આહાહા ! આવા આવા કારણે કહ્યું ને? રાગને એકત્વ કરીને બેઠો, પોતે અનાત્મજ્ઞ છે, આત્મજ્ઞાનીની આજ્ઞા માની નથી, ભેદજ્ઞાન કરીને જણાય, એવો પ્રકાશમાન જ્યોતિ છે, એવું લક્ષમાં લીધું નથી, તેથી તે વાત સુલભ નથી. આહાહાહા ! કહો જયંતિભાઈ? તમારે રવિવારે કહો વાત તો આવી સારી. આહા!
ઓહોહો ! શું ગજબ વાત કરી છે ને!! કહે છે પ્રભુ અમને સાંભળ્યું તે, એ પણ વિકલ્પ છે અને એનાથી લાભ માને તો તે આત્માને કષાય જેવો કર્યો તેં એને. આહાહાહા ! આહાહાહા ! ત્રણ લોકના નાથ એમ કહે અને કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો એમ કહે, અમે કહ્યું કે, તે સાંભળ્યું નથી. આહાહા ! અમારી સેવા તેં કરી નથી, એટલે કે અમારું કહેવાનું તો રાગથી ભિન્ન પડીને આત્માને જાણવાનું કહેવાનું છે, ભેદજ્ઞાનથી જણાય એવો આત્મા છે, તે જણાવાનું અમારે કહેવું છે. આહાહા ! એને ઠેકાણે તે કોઈ પણ રીતે, પરની અપેક્ષાથી, રાગથી, નિમિત્તથી ભેદનું જ્ઞાન કરવાથી અભેદ થાય, વ્યવહારથી પરમાર્થ જાણવામાં આવે છે કે નહીં? એવો પાઠ છે કે નહીં? એ તો એમ કહે છે કે એ દ્વારા એને જણાવે છે. પણ એ જાણનારો ભેદને અનુસરતો નથી. કહેનારો અને જાણનારો ભેદને અનુસરતો નથી. બીજો કોઈ ઉપાય નથી એને જણાવવાનો, જ્ઞાન તે આત્મા’, લ્યો ! એટલો ભેદ પાડયા વિના સમજાવવું શી રીતે ? આહાહા !
અંદર ચૈતન્યનો પ્રકાશ છે તે આત્મા એ પણ એટલો ભેદ પાડીને સમજાવ્યું લો ! પણ સમજાવ્યું શું? આત્મા ત્યાં જો દૃષ્ટિ આપે તો ભેદથી સમજાવ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે. છતાં એ નિમિત્તને ને ભેદને અનુસરવા લાયક નથી. આહાહાહા ! આવી વાતું છે. અરે ! ૮૪ લાખના અવતાર કરી કરીને અનંતકાળથી, અનાદિનો છે એ કાંઈ નવો છે? તો ક્યાં રહ્યો? આ ભવમાં રહ્યો કીડી, કાગડા, કૂતરા, કંથવા ને નારકી ને પશુ ને ઢોર ને, આહા! માણસ થયો ને દેવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com